રાશિ પરિવર્તન:26 ઓગસ્ટ સુધી સિંહ રાશિમાં બુધ ગ્રહ રહેશે, 5 રાશિઓને નોકરી અને બિઝનેસમાં ધનલાભ થઈ શકે છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • બુધના રાશિ પરિવર્તનથી સિંહ, કન્યા, ધન અને કુંભ રાશિના લોકોએ કામકાજમાં સાવધાન રહેવું પડશે

8 ઓગસ્ટ રવિવારે બુધ કર્ક રાશિથી સિંહ રાશિમાં આવી ગયો છે. આ રાશિમાં આ ગ્રહ આ મહિનાની 26 તારીખ સુધી રહેશે. હવે આ ગ્રહ પોતાના મિત્ર ગ્રહ સૂર્યની રાશિમાં રહેશે. તેની સાથે મંગળ અને શુક્ર પણ રહેશે. જેથી તેની શુભ અને અશુભ બંને પ્રકારની અસર જોવા મળી શકે છે. જેથી દેશમાં મોટી આર્થિક ગતિવિધિઓ વધશે. લોકો રોકાણ વધારે કરવા લાગશે, પરંતુ બીમારીઓના સંક્રમણ વધવાની પણ શક્યતા છે. બુધના રાશિ પરિવર્તનની અસર બધી જ રાશિઓ ઉપર જોવા મળશે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે બુધ ગ્રહ બુદ્ધિ, વિદ્યા, ડોક્ટર, અધિકારી વર્ગ, ગળું, ચામડી, છાતિ અને ઉત્તર દિશાનો કારક ગ્રહ માનવામાં આવે છે. આ ગ્રહનું રાશિ પરિવર્તન થવાથી 12માંથી 5 રાશિઓ માટે સમય સારો રહેશે. કર્ક, તુલા, વૃશ્ચિક, મકર અને મીન રાશિના લોકોએ ધનલાભ અને કિસ્મતનો સાથ મળી શકે છે. આ સિવાય સિંહ, કન્યા, ધન અને કુંભ રાશિના લોકોના કામકાજમાં વિઘ્ન આવી શકે છે. ત્યાં જ, મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો ઉપર આ ગ્રહની મિશ્રિત અસર જોવા મળી શકે છે.

 • મેષઃ- નોકરી અને બિઝનેસમાં સારો ફેરફાર થઈ શકે છે. સ્વાસ્થ્ય માટે સમય સારો રહેશે. નવા કામની યોજના બનશે. નવા લોકો પાસેથી મદદ મળશે. અટવાયેલાં રૂપિયા પણ મળી શકે છે. મિત્રો, ભાઈઓ અને સાથે કામ કરનાર લોકો પાસેથી પણ મદદ મળશે.
 • વૃષભઃ- બુધના કારણે મહત્ત્વકાંક્ષાઓ વધી શકે છે. નોકરિયાત અને કારોબારી લોકો માટે સમય સારો રહેશે. આર્થિક મામલે સાવધાન રહેવું. રોકાણ કરતા પહેલાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી. નહીંતર રૂપિયા ગુંચવાઈ શકે છે. વિવાદ થવાના યોગ પણ છે, સાવધાન રહેવું પડશે.
 • મિથુનઃ- બુધનું રાશિ બદલવું તમારા સ્વાસ્થ્ય માટે ઠીક નથી. કારોબારી લોકોએ સમજી-વિચારીને નિર્ણય લેવો પડશે. લેવડ-દેવડ કે રોકાણની યોજના બનશે. પ્રોપર્ટી ખરીદવા કે વેચવા સાથે જોડાયેલા મહત્ત્વપૂર્ણ મામલા સામે આવી શકે છે. ફાયદો થવાના યોગ છે.
 • કર્કઃ- મિત્રો, ભાઈઓ અને સાથે કામ કરનાર લોકો પાસેથી મદદ મળી શકે છે. મહેનત વધશે પરંતુ તેનો ફાયદો મળશે. કિસ્મતનો સાથ પણ મળી શકે છે. કારોબાર વધી શકે છે. પ્રોપર્ટીને લગતા નવા મામલાઓ સામે આવી શકે છે.
 • સિંહઃ- દોડભાગ વધી શકે છે. આર્થિક મામલે સાવધાન રહેવું પડશે. માનસિક તણાવ વધી શકે છે. જોબ અને બિઝનેસમાં વિવાદની સ્થિતિ પણ બની શકે છે. સ્વાસ્થ્યના મામલે સાવધાન રહેવું. દૂર સ્થાનના લોકો પાસેથી મદદ મળી શકશે નહીં જેથી મન દુઃખી રહેશે.
 • કન્યાઃ- બુધના કારણે ફાલતૂ ખર્ચ વધી શકે છે. સમજી-વિચારીને બોલવું પડશે નહીંતર તમારી વાતોનો ખોટો અર્થ કાઢવામાં આવી શકે છે. નોકરી અને બિઝનેસમાં સાવધાન રહેવું. આર્થિક મામલે પણ સાવધાન રહેવું પડશે. સ્વાસ્થ્યને લઇને સાવધાન રહેવું.
 • તુલાઃ- બિઝનેસમાં ફાયદો આપનાર સમય રહેશે. આર્થિક પરેશાનીઓમાં રાહત મળી શકે છે. અધિકારીઓ કે મોટા લોકો સાથે કામકાજમાં મદદ મળી શકે છે. અટવાયેલાં સરકારી કાર્યો પૂર્ણ થઈ શકે છે. અચાનક ધનલાભ થવાના પણ યોગ છે.
 • વૃશ્ચિકઃ- કાર્યક્ષેત્ર માટે સમય સારો છે. નોકરી અને બિઝનેસમાં આગળ વધવાના યોગ બની રહ્યા છે. શેરબજાર સાથે જોડાયેલાં લોકોને ફાયદો થઈ શકે છે. મીડિયા ફિલ્ડ સાથે જોડાયેલાં લોકો માટે પણ સમય સારો છે. કામકાજના વખાણ થઈ શકે છે.
 • ધનઃ- બુધના રાશિ બદલવાથી સ્વાસ્થ્યમાં ઉતાર-ચઢાવ આવી શકે છે. દુશ્મનોના કારણે પરેશાન થઈ શકો છો. વિવાદ થવાના યોગ બની રહ્યા છે. ખર્ચ અને ધનહાનિ થવાની શક્યતા છે. આ દિવસોમાં ઉધાર લેવાથી બચવું.
 • મકરઃ- બુધના પ્રભાવથી અટવાયેલાં કાર્યો પૂર્ણ થઈ શકે છે. કિસ્મતનો સાથ મળશે. મહેનતનો ફાયદો પણ થશે. નવા લોકો સાથે સંબંધ સારા બનશે. માતા-પિતા સાથે સમય વિતશે. પારિવારિક મતભેદ દૂર થઈ શકે છે. ધાર્મિક યાત્રાઓના યોગ પણ છે.
 • કુંભઃ- પાર્ટનરશિપના કાર્યો કરનાર લોકો માટે સમય ઠીક નથી. લગ્નજીવન માટે સમય યોગ્ય નથી. પારિવારિક મામલે મતભેદ થઈ શકે છે. આર્થિક મામલે સાવધાન રહેવું. સંતાનને લગતા કાર્યોમાં વ્યસ્ત રહી શકો છો.
 • મીનઃ- નોકરી અને બિઝનેસમાં મેનેજમેન્ટ સાથે જોડાયેલાં લોકો માટે સમય સારો રહેશે. ફાયદો આપનાર રોકાણ અને લેવડ-દેવડ થઈ શકે છે. નોકરિયાત લોકોના કામના વખાણ થઈ શકે છે. લગ્નજીવન માટે સમય સારો છે. નવું વાહન ખરીદવાનું મન થઈ શકે છે.