ગ્રહ સ્થિતિ:બુધ ગ્રહે સિંહમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કર્યો, તમામ 12 રાશિઓ પર અસર થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મેષ રાશિના જાતકો માટે બુધ ષષ્ઠમ હોવાથી ભય વધશે

બુધ ગ્રહે 26 ઓગસ્ટની સવારે સિંહમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. હવે આ ગ્રહ 5 સપ્ટેમ્બર સુધી આ રાશિમાં રહેશે. ઉજ્જૈનના જ્યોતિષી પં. મનીષ શર્માના અનુસાર, જે લોકોની રાશિ માટે બુધ ગ્રહની સ્થિતિ સારી નથી તે લોકોએ પોતાની માતાના આશીર્વાદ લઈને દિવસની શરૂઆત કરવી જોઈએ. તુલસીની પાસે દીવો પ્રગટાવો, ગાયને લીલું ઘાસ ખવડાવવું. શિવલિંગને પાણી ચઢાવવું.

જાણો કુંડળીના અનુસાર તમામ 12 રાશિઓ પર બુધ ગ્રહની કેવી અસર થઈ શકે છે...

મેષ- તમારા માટે બુધ ષષ્ઠમ હોવાથી ભય વધશે. કામમાં મન નહીં લાગે. જરૂરી કામમાં વધારે સાવધાન રહેવું પડશે.

વૃષભ- આ રાશિ માટે બુધ પંચમ થઈ ગયો છે. સંતાન તરફથી લાભ થશે. નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા છે. કાર્યમાં થઈ રહેલો વિલંબ પૂરો થશે. સફળતા મળશે.

મિથુન- આ લોકો માટે ચતુર્થ બુધ વ્યયમાં વૃદ્ધિ કરશે. ઘરેથી દૂર જવું પડી શકે છે. માતાનું સુખ ઓછું મળી શકે છે. અત્યારે ધીરજ રાખવાનો સમય છે.

કર્ક- તૃતીય બુધ પક્ષનો રહેશે. ભાઈઓ તરફથી સહયોગ મળશે. પરાક્રમ શ્રેષ્ઠ રહેશે. તીર્થ યાત્રા પર જવાની તક પ્રાપ્ત થઈ શકે છે.

સિંહ- આ સમયે બુધ દ્વિતિય થઈ ગયો છે. સ્થિર સંપત્તિમં વધારો થઈ શકે છે. કામમાં તેજી આવશે. ધન લાભ પણ થશે.

કન્યા- રાશિ સ્વામી બુધ આ રાશિમાં આવી ગયો છે. લાભમાં વૃદ્ધિ થઈ શકે છે. ચારેય તરફથી સહયોગ પ્રાપ્ત થશે. સફળતા મળી શકે છે.

તુલા- દ્વાદશ બુધને કારણે ખર્ચ વધી શકે છે. સમસ્યા આવશે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે.

વૃશ્ચિક- એકાદશ બુધ લાભકારક રહી શકે છે. ભૂતકાળની મુશ્કેલીઓનો અંત આવશે. વાહન સુખ મળી શકે છે. કાયદાકીય બાબતોમાં સફળતા મળશે.

ધન- દશમ બુધ આત્મવિશ્વાસ વધારશે. અટવાયેલા કાર્યોને આગળ વધારવામાં મદદ મળશે. ધન લાભ થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં નવી દિશા મળી શકે છે.

મકર- નવમ બુધ કાર્યોને સરળ બનાવશે. પરિવારમાં કોઈ માંગલિક કામ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સારી રહેશે.

કુંભ- બુધ અષ્ટમ હોવાથી સમસ્યા વધી શકે છે. દરેક કાર્યને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ આવશે. સાવધાન રહેવું.

મીન- સપ્તમ બુધના કારણે તમારી રાશિ પર કોઈ ખાસ ફરક નહીં પડે. મહેનતના અનુસાર ફળ પ્રાપ્ત થશે.