મેડિટેશન:આ મહામારીના સમયગાળામા નેગેટિવિટી અને માનસિક તણાવ દૂર કરવા માટે હનુમાનજી સામે રોજ સવારે ધ્યાન કરવું જોઈએ

8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દરરોજ સવારે ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો

હાલ મહામારીના સમયગાળામા અનેક લોકો નેગેટિવ વિચારોનો સામનો કરી રહ્યા છે. માનસિક તણાવના કારણે અનેક લોકોની પરેશાનીઓ વધી રહી છે. આવી સ્થિતિમાં રોજ સવારે હનુમાનજી સામે ધ્યાન કરવાથી લાભ મળી શકે છે. ઉજ્જૈનના ભાગવત અને શ્રીરામ કથાકાર પં. મનીષ શર્મા પ્રમાણે હનુમાનજીની પૂજાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે, નેગેટિવિટી અને તણાવ દૂર થાય છે.

રોજ સવારે વહેલાં જાગવું અને ધ્યાન કરવું-
રોજ સવારે વહેલાં જાગવું અને થોડી વાર માટે મેડિટેશન કરવું જોઇએ. ધ્યાન કરતી સમયે ૐ શબ્દનો સતત જાપ કરવો. આ મંત્ર ઉચ્ચારણ લાંબા સ્વરમાં કરવું જોઇએ. રોજ આ કામ કરશો તો થોડાં દિવસો બાદ જ પોઝિટિવ ફળ મળી શકે છે. એકાગ્રતા વધી શકે છે.

ભગવાનની પ્રતિમા અથવા તસવીર સામે ધ્યાન કરોઃ-
ઘરમાં હનુમાનજી અથવા શિવજીની એવી તસવીર લગાવો, જેમાં તેઓ ધ્યાન કરતાં જોવા મળી રહ્યા હોય. આ તસવીરના દર્શન રોજ કરવા જોઇએ. જો તમે ઇચ્છો તો હનુમાનજીની મૂર્તિ સામે બેસીને હનુમાન ચાલીસાનો જાપ કરી શકો છો. એવું કરવાથી મનની એકાગ્રતા વધે છે અને મન શાંત થાય છે. નેગેટિવિટી અને તણાવ દૂર થાય છે.

સૂર્યને જળ ચઢાવોઃ-
રોજ સવારે સ્નાન બાદ સૂર્યને એક તાંબાના લોટાથી જળ ચઢાવો. ૐ સૂર્યાય નમઃ મંત્રો જાપ પણ કરવો જોઇએ. મંત્ર જાપથી મન શાંત થાય છે. આ કામથી સ્વાસ્થ્ય લાભ સાથે આત્મવિશ્વાસમાં પણ વધારો થાય છે. સૂર્યને આત્મવિશ્વાસનો કારક માનવામાં આવે છે, જેના કારણે સૂર્યપૂજા કરવાથી આ લાભ પણ મળે છે.

ઘરમાં વાદ-વિવાદ કરશો નહીં-
ઘરમાં વાદ-વિવાદ કરવાથી બચવું. મન શાંત રાખવું અને ગુસ્સો કરવો નહીં. તણાવમાં આપણે ગુસ્સો કરવા લાગીએ છીએ, જેના કારણે પરેશાનીઓ વધી જાય છે. તેનાથી બચવા માટે ગુસ્સા ઉપર કાબૂ કરવાની કોશિશ કરો. આ કામ મેડિટેશનની મદદથી સરળતાથી થઇ શકે છે.