આ મહિને 11 જાન્યુઆરીએ શુક્રનો ઉદય થશે. પછી 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પર સૂર્ય ધનમાંથી મકર રાશિમાં પ્રવેશ કરશે. જેનાથી ખરમાસનો અંત આવશે. તેના પછી માંગલિક કાર્યોની શરૂઆત થશે. વર્ષના પહેલા લગ્નનું મુહૂર્ત 15 જાન્યુઆરીએ રહેશે. આ વખતે લગ્ન માટે મે અને જૂનમાં સૌથી વધારે મુહૂર્ત રહેશે. 2022માં વસંત પંચમી, અક્ષય તૃતિયા અને દેવઉઠી એકાદશી મુહૂર્ત સહિત લગ્ન માટે કુલ 52 દિવસ શુભ રહેશે.
ગુરુના અસ્ત થવાને કારણે માર્ચમાં કોઈ મુહૂર્ત નહીં હોય
15 જાન્યુઆરીએ વર્ષના પ્રથમ લગ્ન મુહૂર્ત પછી 22 ફેબ્રુઆરી સુધી લગ્ન થઈ શકશે. 23 ફેબ્રુઆરીએ ગુરુ અસ્ત થઈ ગયા પછી 17 એપ્રિલથી લગ્નની સિઝન શરૂ થશે. જે 8 જુલાઈ સુધી રહેશે. પછી 10 જુલાઈએ દેવશયનને કારણે 10મી જુલાઈના રોજ ચાતુર્માસ શરૂ થશે અને 20 નવેમ્બર સુધી લગ્ન માટે કોઈ મુહૂર્ત નહીં હોય. તેના પછી 21 નવેમ્બરથી 14 ડિસેમ્બર સુધી માત્ર 9 જ લગ્ન મુહૂર્ત રહેશે.
સૌથી વધારે લગ્ન મુહૂર્ત મે-જૂનમાં
આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 5-5 લગ્ન મુહૂર્ત રહેશે. તેના પછી એપ્રિલમાં 6 દિવસ લગ્ન માટે મુહૂર્ત રહેશે. તેમજ સૌથી વધારે લગ્ન મુહૂર્ત મેમાં 13 અને જૂનમાં 10 દિવસ રહેશે. તેના પછી જુલાઈ અને નવેમ્બર 4-4 દિવસ અને ડિસેમ્બરમાં 5 લગ્ન મુહૂર્ત રહેશે.
બે વખત શુક્ર અસ્ત પરંતુ મુહૂર્ત પર અસર નહીં
આ વર્ષે શુક્ર બે વખત અસ્ત થઈ રહ્યો છે. પહેલો જાન્યુઆરીમાં ખરમાસના સમયે અને બીજી વખત ઓક્ટોબર-નવેમ્બરમાં ચાતુર્માસ દરમિયાન. આ દિવસ દરમિયાન આમ તો લગ્નના મુહૂર્ત નથી હોતા એટલા માટે શુક્ર અસ્ત થવાનું મહત્ત્વ નથી રહેતું. આ રીતે વર્ષમાં કુલ 55 દિવસ સુધી શુક્ર અસ્ત રહેશે. પરંતુ 23 ફેબ્રુઆરીથી 27 માર્ચ સુધી ગુરુ ગ્રહ અસ્ત હોવાના કારણે આ દિવસોમાં લગ્નના મુહૂર્ત પર અસર પડશે.
વસંચ પંચમીઃ વર્ષનું પહેલું શુભ મુહૂર્ત
લગ્ન માટે વસંત પંચમીને વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે. એટલે કે આ પર્વ પર શુભ મુહૂર્તનો વિચાર કર્યા વગર લગ્ન કરી શકાય છે. આ વખતે આ પર્વ 5 ફેબ્રુઆરીએ છે. આ વખતે વસંત પંચમી પર શુક્ર અને ગુરુ ગ્રહનો ઉદય રહેવાથી વિવાહ મુહૂર્તમાં અડચણો નહીં આવે. ગયા વર્ષે શુક્ર અસ્ત હોવાને કારણે વસંત પંચમી પર લગ્નના મુહૂર્ત નહોતા. લોક પરંપરાના કારણે ઉત્તરાખંડ સહિત દેશના ઘણા ભાગમાં વસંત પંચમી પર લગ્ન થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.