તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એકાદશી તિથિ:7 મે વરૂથિની એકાદશી વ્રત રહેશે, આ દિવસે દાન પુણ્ય કરવાથી ભગવાન વિષ્ણુના પરમધામની પ્રાપ્તિ પણ થાય છે

2 મહિનો પહેલા
  • આ દિવસે વ્રત રાખવાથી અને વિધિવત પૂજા કરવાથી બધા દુઃખ દૂર થઈ શકે છે
  • વરૂથિની એકાદશીના દિવસે ધન-વૈભવ અને સંપન્નતા પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુનો વિશેષ મંત્ર જાપ કરવો જોઈએ

દરેક મહિનામાં બે પક્ષ હોય છે. પહેલો સુદ અને બીજો વદ પક્ષ હોય છે. બંને પક્ષની અગિયારસ તિથિએ એકાદશી વ્રત રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દર મહિનામાં બેવાર અને વર્ષમાં 24વાર એકાદશી તિથિ આવે છે. સનાતન ધર્મમા એકાદશી વ્રતને સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. માન્યતા પ્રમાણે એકાદશી તિથિ ભગવાન શ્રીહરિ વિષ્ણુજીને સમર્પિત છે. ચૈત્ર મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશી તિથિને વરૂથિની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે. આ વખતે વરૂથિની એકાદશીનું વ્રત 7 મે 2021ના રોજ શુક્રવારે કરવામાં આવશે. આ દિવસે વ્રત રાખવાથી અને વિધિવત પૂજા કરવાથી બધા દુઃખ દૂર થઈ શકે છે, સાથે જ જાણો આ વ્રતની પૂજા વિધિ, વ્રતના નિયમ અને તેના મહત્ત્વ વિશે....

ચૈત્ર મહિનાના વદ પક્ષમાં આવતી એકાદશીનું વ્રત રાખીને ભગવાનના વરાહ અવતારનું પૂજન કરવાથી બધી જ કામનાઓ પૂર્ણ થવા લાગે છે. ત્યાં જ, ધાર્મિક માન્યતાઓ પ્રમાણે આ દિવસે દાન પુણ્ય કરવાથી ભગવાન વિષ્ણુના પરમધામની પ્રાપ્તિ પણ થાય છે.

એકાદશીના વ્રતથી બધા જ પાપ નષ્ટ થવાની સાથે જ સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે
એકાદશીના વ્રતથી બધા જ પાપ નષ્ટ થવાની સાથે જ સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે

વરૂથિની એકાદશી શુભ મુહૂર્તઃ-

એકાદશી તિથિ શરૂ- 6 મે 2021ના રોજ બપોર 2 વાગીને 10 મિનિટ 12 સેકેન્ડથી શરૂ

એકાદશી તિથિ પૂર્ણ- 7 મે 2021ના રોજ બપોરે 3 વાગીને 32 મિનિટ સુધી

એકાદશી વ્રત પારણાનો સમય- 8 મે સવારે 5 વાગીને 35 મિનિટથી લઇને સવારે 8 વાગીને 16 મિનિટ સુધી

પારણાનો કુલ સમય- 2 કલાક 41 મિનિટ સુધી

ચૈત્ર મહિનાની એકાદશી તિથિએ વ્રત રાખીને ભગવાન વિષ્ણુના વરાહ અવતારની પૂજા કરવામાં આવે છે. વરૂથિની એકાદશીના દિવસે વ્રત રાખવામાં આવે છે. માન્યતા છે કે આ એકાદશીના દિવસે સૂર્યાસ્ત સમયે ભગવાન લક્ષ્મી નારાયણના ચરણોમાં સફેદ રંગના ફૂલ ચઢાવવાથી નારાયણ સાથે જ માતા લક્ષ્મીજી પણ પ્રસન્ન થઇને ભક્તોની ઇચ્છા પૂર્ણ કરે છે.

વરૂથિની એકાદશીનું વ્રત અનેકગણું પુણ્ય આપનાર માનવામાં આવે છે.
વરૂથિની એકાદશીનું વ્રત અનેકગણું પુણ્ય આપનાર માનવામાં આવે છે.

વરૂથિની એકાદશીના દિવસે ધન-વૈભવ અને સંપન્નતા પ્રાપ્તિ માટે ભગવાન વિષ્ણુનો વિશેષ મંત્ર જાપ કરવો જોઈએ

- ॐ भूरिदा भूरि देहिनो, मा दभ्रं भूर्या भर। भूरि घेदिन्द्र दित्ससि।

- ॐ भूरिदा त्यसि श्रुत: पुरूत्रा शूर वृत्रहन्। आ नो भजस्व राधसि।।

વરૂથિની એકાદશીએ આ રીતે પૂજા કરોઃ-

આ દિવસે એટલે એકાદશીના દિવસે બ્રહ્મમુહૂર્તમાં જાગીને નિત્ય કર્મો પૂર્ણ કર્યા પછી સ્નાન બાદ વ્રતનો સંકલ્પ લો. તે પછી ભગવાન શ્રીહરિ વિષ્ણુજીને ચોખા, દીવો, નૈવેદ્ય સહિત સોળ સામગ્રીઓથી વિધિવત પૂજા કરવી જોઈએ.

તે પછી ઘર પાસે કે મંદિરમાં પીપળાના વૃક્ષની પૂજા પણ કરો અને તેની જડમાં કાચુ દૂધ ચઢાવ્યા પછી ઘીનો દીવો પ્રગટાવો. જો તે શક્ય ન હોય તો ઘરમા તુલસીનું પૂજન કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો જાપ પણ કરી શકો છો.

તે પછી રાતના સમયે ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની પૂજા કરો. ત્યાં જ દિવસના સમયે ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતા રહો. રાતે પૂજા સ્થાને જાગરણ કરો. ત્યાં જ, એકાદશીના બીજા દિવસે એટલે બારસ તિથિએ વ્રત પારણા મુહૂર્તમાં ખોલવું. સાથે જ, આ દિવસે કોઇ બ્રાહ્મણને ભોજન કરાવો.

એકાદશી તિથિએ આ કાર્યો કરવા નહીંઃ-

આ એકાદશીના દિવસે બીજીવાર ભોજન કરવું જોઈએ નહીં, એટલે ફળાહાર પણ એક જ સમયે કરવું જોઈએ. ત્યાં જ કાંસાના વાસણમાં ભોજન કરવું પણ આ દિવસે અયોગ્ય માનવામાં આવે છે. આ સિવાય આ દિવસે માંસ, મસૂરની દાળ, ચણાનું શાક, મધ વગેરેનું સેવન કરવું નહીં. સાથે જ, બ્રહ્મચર્યનું પાલન કરો.

कांस्यं मांसं मसूरान्नं चणकं कोद्रवांस्तथा।

शाकं मधु परान्नं च पुनर्भोजनमैथुने।।- ભવિષ્યોત્તર પુરાણ

એક માન્યતા પ્રમાણે આ દિવસે વ્રત કરવાથી અનાજદાન અને કન્યાદાન સમાન ફળ મળી શકે છે. આ સિવાય આ એકાદશીના વ્રતથી બધા જ પાપ નષ્ટ થવાની સાથે જ સુખ-સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. વરૂથિની એકાદશીનું વ્રત અનેકગણું પુણ્ય આપનાર માનવામાં આવે છે.