તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Mauni Amavasya Date 2021 Kab Hai | Amavasya Vrishpatiwar Yoga, Puja Vrat Vidhi, Snan Daan, Shubh Muhurat And And Significance

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભ સંયોગ:11 ફેબ્રુઆરીએ સાત વર્ષ પછી ગુરુવારના દિવસે મૌની અમાસ રહેશે, હવે 2031માં આવો સંયોગ બનશે

3 મહિનો પહેલા
  • જ્યોતિષના સંહિતા સ્કંધમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શુભ દિવસોમાં આવતી અમાસ શુભ હોય છે

પોષ મહિનાની મૌની અમાસને ધર્મ-કર્મ માટે ખાસ માનવામાં આવે છે. અમાસ તિથિના સ્વામી પિતૃઓ માનવામાં આવે છે. એટલે પિતૃઓની શાંતિ માટે આ દિવસે તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. ત્યાં જ, પિતૃદોષ અને કાલસર્પ દોષમાંથી મુક્તિ માટે આ દિવસે ઉપવાસ રાખવામાં આવે છે. આ વખતે આ પર્વ ધ્વજ અને ગજકેસરી યોગમાં 11 ફેબ્રુઆરી, ગુરુવારે આવી રહ્યો છે.

ગુરુવાર અને અમાસનો સંયોગઃ- જ્યોતિષના સંહિતા સ્કંધ પ્રમાણે, શુભ દિવસમાં આવતી અમાસ શુભફળ આપનારી રહે છે. 11 ફેબ્રુઆરી, ગુરુવારે પોષ મહિનાની અમાસનો સંયોગ 7 વર્ષ પછી બની રહ્યો છે. આ પહેલાં 30 જાન્યુઆરી 2014ના રોજ ગુરુવારે મૌની અમાસનો યોગ બની રહ્યો હતો. હવે આવો શુભ સંયોગ 10 વર્ષ પછી એટલે 23 જાન્યુઆરી 2031માં બનશે. જ્યારે ગુરુવારના રોજ મૌની અમાસ રહેશે.

પોષ અમાસના દિવસે સ્નાન, દાન અને વ્રતઃ- આ દિવસે સવારે જલ્દી જાગીને તીર્થ કે પવિત્ર નદીમાં નાહવાન પરંપરા છે. જો તે શક્ય ન હોય તો ઘરના જ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ. પોષ મહિનાની અમાસના રોજ પિતૃઓ માટે તર્પણ કરવાનું ખાસ મહત્ત્વ છે. એટલે પવિત્ર નદી કે કુંડમાં સ્નાન કરીને સૂર્યદેવને અર્ઘ્ય આપવામાં આવે છે અને તે પછી પિતૃઓને તર્પણ આપવામાં આવે છે.

મૌની અમાસના દિવસે સવારે જલ્દી જાગીને તાંબાના વાસણમાં પાણી, લાલ ચંદન અને લાલ રંગના ફૂલ રાખીને સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઇએ. તે પછી પીપળાના વૃક્ષ અને તુલસીની પૂજા કરીને પરિક્રમા કરવી જોઇએ. આ દિવસોમાં પિતૃઓની શાંતિ માટે ઉપવાસ રાખો અને જરૂરિયાતમંદ લોકોને તલ, ઊનના કપડાં અને બૂટ-ચપ્પલનું દાન કરવું જોઇએ.

મૌની અમાસનું મહત્ત્વઃ- ધર્મગ્રંથોમાં પોષ મહિનાને ખૂબ જ પુણ્યદાયી માનવામાં આવે છે. એટલે મૌની અમાસના દિવસે કરવામાં આવતાં વ્રત અને દાનથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે. ધર્મગ્રંથોના જાણકારોના જણાવ્યાં પ્રમાણે મૌની અમાસના દિવસે વ્રત અને શ્રાદ્ધ કરવાથી પિતૃઓને શાંતિ મળે છે. સાથે જ મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. આ અમાસ પર્વમાં પિતૃઓની શાંતિ માટે સ્નાન-દાન અને પૂજા-પાઠ સાથે જ ઉપવાસ રાખવાથી પિતૃગણ જ નહીં, બ્રહ્મા, ઇન્દ્ર, સૂર્ય, અગ્નિ, વાયુ અને ઋષિ સહિત ભૂત પ્રાણી પણ તૃપ્ત થઇને પ્રસન્ન થાય છે. આ અમાસના દિવસે ગ્રહોની સ્થિતિની અસર આવતા એક મહિના સુધી રહે છે. જેનાથી દેશમાં થનારી શુભ-અશુભ ઘટનાઓ સાથે વાતાવરણનો અંદાજો લગાવી શકાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો