તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

11 ફેબ્રુઆરીએ મૌની અમાસ:આ પર્વમાં તીર્થ સ્નાન સાથે તલ અને ઊનના કપડાંનું દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિતૃપક્ષ સિવાય પોષ મહિનાની અમાસના દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે

પોષ મહિનાની અમાસ 11 ફેબ્રુઆરીના રોજ છે. જેને મૌની અમાસ પણ કહેવામાં આવે છે. આ પર્વ ખૂબ જ પુણ્ય આપનાર માનવામાં આવે છે. પદ્મપુરાણના ઉત્તરાખંડમાં પોષ મહિનાની અમાસના મહત્ત્વનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે વ્રત, દાન અને તપસ્યાથી પણ ભગવાન વિષ્ણુને તેટલી પ્રસન્નતા થતી નથી, જેટલું પોષ અને મહા મહિનામાં સ્નાન કરવાથી થાય છે. એટલે બધા પાપથી છુટકારો મેળવવા અને ભગવાનને પ્રસન્ન કરવાની ઇચ્છા સાથે આ બે મહિનામાં સ્નાન કરવું જોઇએ. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે આ મહા મહિનાની પૂનમ તિથિએ જે વ્યક્તિ બ્રહ્મવૈવર્ત પુરાણનું દાન કરે છે, તેને બ્રહ્મલોક મળે છે.

પિતૃની તૃપ્તિ માટે વિશેષઃ-
ધર્મગ્રંથોમાં જણાવ્યાં પ્રમાણે પોષ મહિનાની અમાસના દિવસે જ બ્રહ્માજીએ પ્રથમ પુરૂષ એટલે સ્વયંભુવ મનુની ઉત્પત્તિની અને સૃષ્ટિની રચનાનું કામ શરૂ કર્યું હતું. આ કારણે તેને મૌની અમાસ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓની તૃપ્તિ માટે આ અમાસને ખાસ માનવામાં આવે છે. એટલે આ દિવસે શ્રાદ્ધ, પિંડદાન, તર્પણ, પિતૃ પૂજા કરવા અને ખાસ કરીને જળ અને તલથી તર્પણ કરવાથી પિતૃઓને સંતુષ્ટિ મળે છે.

મૌન વ્રત રાખવામાં આવે છેઃ-
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે પોષ મહિનામાં આવતી અમાસના દિવસે મૌન વ્રત રાખવાથી અને કડવી વાતો ન બોલવાખી મુનિ પદ મળે છે. ધર્મગ્રંથો પ્રમાણે વર્ષની બધી અમાસમાં આ પર્વ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસ સંગમ અને ગંગામાં દેવતાઓનો વાસ રહે છે. જેનાથી ગંગા સ્નાન કરવું અન્ય દિવસોની અપેક્ષાએ વધારે ફળદાયી હોય છે. આ વર્ષે મૌની અમાસનું મહત્ત્વ એટલા માટે પણ વધારે છે. કેમ કે આ દિવસે હરિદ્વાર કુંભમાં પવિત્ર ડુબકી લગાવવામાં આવશે. આ અવસરમાં ગ્રહનો શુભ સંયોગ અનેક ગણું ફળ આપનાર રહેશે.

સામર્થ્ય પ્રમાણે દાન કરોઃ-
આ દિવસે સૂર્યોદય પહેલાં જ મૌન રહીને પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઇએ. પોષ મહિનાની અમાસના રોજ ભગવાન વિષ્ણુ સામે ઘીનો દીવો પ્રગટાવવો જોઇએ. ભગવાનને તલ ચઢાવવા જોઇએ. પોષ મહિનાની મૌની અમાસના દિવસે તલ, ગોળ, કપડાં અને અનાજનું દાન કરવું ખૂબ જ પુણ્ય આપનાર કામ માનવામાં આવે છે. મૌની અમાસના દિવસે પીપળાને જળ આપવું અને પીપળાના પાન ઉપર મીઠાઈ રાખીને પિતૃઓને નેવેદ્ય ધરાવવું જોઇએ. તેનાથી પિતૃદોષ દૂર થાય છે. મૌની અમાસના દિવસે પાણીમાં કાળા તલ રાખીને સૂર્યને અર્ઘ્ય આપો, મંત્ર જાપ કરો અને જેટલી શ્રદ્ધા હોય તેટલું દાન કરો.

પૂજા-પાઠ અને સ્નાન-દાન માટે પુણ્યકાળઃ-
અમાસ 10 ફેબ્રુઆરીની રાતે લગભગ 12 વાગીને 39 મિનિટથી શરૂ થશે. જે 11 ફેબ્રુઆરીએ રાતે 11.47 સુધી રહેશે. આ કારણે 11 ફેબ્રુઆરીએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અમાસનો પુણ્યકાળ રહેશે. આ દરમિયાન સ્નાન-દાન સિવાય પિતૃઓ માટે શ્રાદ્ધા વગેરે પણ કરવાનું વિધાન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો