તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોક્ષ આપનાર પર્વ:શ્રવણ નક્ષત્ર અને 5 રાજયોગમાં મૌની અમાસ ઊજવાશે, આ દિવસે સ્નાન-દાન કરવાથી અનેક યજ્ઞનું પુણ્ય મળે છે

3 મહિનો પહેલા
  • મૌની અમાસના દિવસે સ્નાન-દાન અને પૂજા-પાઠ માટે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી પુણ્યકાળ રહેશે
  • બપોરે 1.30 વાગ્યા સુધી શ્રવણ નક્ષત્ર, ચંદ્રના આ નક્ષત્રમાં પિતૃઓ માટે શ્રાદ્ધ-તર્પણ કરવું વિશેષ શુભ રહેશે

શ્રવણ નક્ષત્રમાં મૌની અમાસ હોવાથી ધ્વજ નામનો શુભ યોગ બની રહ્યો છે. સાથે જ 5 રાજયોગમાં આ પર્વ શરૂ થઇ રહ્યો છે. આ દિવસે મકર રાશિમાં 6 ગ્રહો રહેશે તેમાંથી 5 ગ્રહ શ્રવણ નક્ષત્રમાં રહેશે. નક્ષત્રોની આ વિશેષ સ્થિતિમાં કરવામાં આવેલ સ્નાન-દાન અને પૂજા-પાઠનું અનેક ગણું ફળ મળશે. મૌની અમાસના પર્વમાં આવી સ્થિતિ 4 ફેબ્રુઆરી 1962માં બની હતી. જ્યારે મકર રાશિમાં આ બધા ગ્રહો હતાં.

5 રાજયોગમાં સ્નાન-દાન ખાસઃ-
કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે મૌની અમાસ પર્વમાં બની રહેલાં શશ, રૂચક, શંખ, પર્વત અને ગજકેસરી રાજયોગથી આ પર્વ વધારે ખાસ બની ગયો છે. આ શુભ યોગમાં કરવામાં આવેલાં સ્નાનથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. આ શુભ યોગમાં કરવામાં આવેલ સામાન્ય દાનથી અનેક યજ્ઞો અને 6 પ્રકારના મહાદાનનું ફળ મળે છે.

આ દિવસે 6 ગ્રહ મકર રાશિમાં રહેશેઃ-
પં. મિશ્રના જણાવ્યાં પ્રમાણે આ વખતે મૌની અમાસના દિવસે સૂર્ય, ચંદ્ર, બુધ, ગુરુ, શુક્ર અને શનિ આ 6 ગ્રહ મકર રાશિમાં રહીને ષડગ્રહી યોગ બનાવશે. મકર રાશિના સ્વામી શનિદેવ છે. જે લોકોને સાડાસાતી અને ઢૈય્યા છે, સાથે જ રાહુ-કેતુથી પણ પરેશાન છે તેમણે મહા મહિનાની અમાસના દિવસે મૌન રહીને સ્નાન અને દાન કરવું જોઇએ. આ દિવસે ગાયને લીલું ઘાસ, જરૂરિયાતમંદ લોકોને ઊનના કપડાં અને અન્ય વસ્તુઓ દાન કરવી જોઇએ. આ દિવસે ધ્વજ યોગનું હોવું પણ ખૂબ જ વિશેષ શુભ ફળ આપનાર માનવામાં આવે છે.

ગુરુવારે અમાસ હોવી શુભ રહેશેઃ-
ગુરુવારે શ્રવણ અને ઘનિષ્ઠા નક્ષત્રોમાં મૌની અમાસ રહેશે. જેનાથી ધ્વજ અને શ્રીવત્સ નામના 2 શુભયોગ પણ રહેશે. જ્યોતિષ સંહિતા ગ્રંથોમા જણાવ્યાં પ્રમાણે ગુરુવારે અમાસ હોવી શુભ માનવામાં આવે છે. આ વખતે અમાસના દિવસે ગુરુ અને ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહેશે. જેથી ગજકેસરી યોગ બની રહ્યો છે. આ કારણે આ પર્વ વધારે ખાસ બની ગયો છે. આ શુભયોગના કારણે નક્ષત્રોની અશુભ અસરમાં ઘટાડો આવશે.

પુણ્યકાળ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીઃ-
11 ફેબ્રુઆરીએ રાતથી જ અમાસ શરૂ થઇ જશે અને આખો દિવસ રહેશે. તે પછી ગુરુવારે જ રાતે અમાસ તિથિ પૂર્ણ થઇ જશે. એટલે મૌની અમાસના દિવસે સ્નાન-દાન અને પૂજા-પાઠ માટે પુણ્યકાળ સૂર્યોદય સાથે જ શરૂ થઇ જશે. જે સૂર્યાસ્ત સુધી રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો