તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહાસંયોગ:મૌની અમાસના દિવસે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં અને મકર રાશિમાં 6 ગ્રહ રહેવાથી મહોદય યોગ બનશે, આ દરમિયાન પિતૃઓનું પૂજન કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૌની અમાસના દિવસે મૌન વ્રત રાખવાથી અને કડવી વાતો ન બોલવાખી મુનિ પદ મળે છે
  • મહોદય યોગમાં કુંભમાં ડુબકી અને પિતૃઓનું પૂજન કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે

શાસ્ત્રોમાં મૌની અમાસનું વિશેષ મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. પોષ મહિનામાં આવતી અમાસને મૌની અમાસ કહેવામાં આવે છે. આ વર્ષે મૌની અમાસ 11 ફેબ્રુઆરી, ગુરુવારે આવી રહી છે. આ દિવસે ભગવાન વિષ્ણુ સાથે પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. મૌની અમાસના દિવસે મૌન રહેવાથી અને કડવા શબ્દો ન બોલવાથી મુનિ પદની પ્રાપ્તિ થાય છે. મૌની અમાસના દિવસે પવિત્ર નદી કે કુંડમાં સ્નાન કરવું શુભ ફળદાયી માનવામાં આવે છે. ધાર્મિક માન્યતા પ્રમાણે, મૌની અમાસના દિવસે સંગટ તટ અને ગંગા નદીના કિનારે દેવી-દેવતાઓનો વાસ હોય છે.

મૌની અમાસના દિવસે ગ્રહોનો મહાસંયોગ બની રહ્યો છેઃ-
મૌની અમાસના દિવસે શ્રવણ નક્ષત્રમાં ચંદ્ર અને છ ગ્રહ મકર રાશિમાં હોવાથી મહાસંયોગ બની રહ્યો છે. આ શુભ સંયોગને મહોદય યોગ કહેવામાં આવે છે. માન્યતા છે કે મહોદય યોગમાં કુંભમાં ડુબકી અને પિતૃઓનું પૂજન કરવાથી સારા ફળની પ્રાપ્તિ થાય છે.

મૌન વ્રત રાખવામાં આવે છેઃ-
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે પોષ મહિનામાં આવતી અમાસના દિવસે મૌન વ્રત રાખવાથી અને કડવી વાતો ન બોલવાખી મુનિ પદ મળે છે. ધર્મગ્રંથો પ્રમાણે વર્ષની બધી અમાસમાં આ પર્વ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. આ દિવસ સંગમ અને ગંગામાં દેવતાઓનો વાસ રહે છે. જેનાથી ગંગા સ્નાન કરવું અન્ય દિવસોની અપેક્ષાએ વધારે ફળદાયી હોય છે. આ વર્ષે મૌની અમાસનું મહત્ત્વ એટલા માટે પણ વધારે છે. કેમ કે આ દિવસે હરિદ્વાર કુંભમાં પવિત્ર ડુબકી લગાવવામાં આવશે. આ અવસરમાં ગ્રહનો શુભ સંયોગ અનેક ગણું ફળ આપનાર રહેશે.

પૂજા-પાઠ અને સ્નાન-દાન માટે પુણ્યકાળઃ-
અમાસ 10 ફેબ્રુઆરીની રાતે લગભગ 12 વાગીને 39 મિનિટથી શરૂ થશે. જે 11 ફેબ્રુઆરીએ રાતે 11.47 સુધી રહેશે. આ કારણે 11 ફેબ્રુઆરીએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અમાસનો પુણ્યકાળ રહેશે. આ દરમિયાન સ્નાન-દાન સિવાય પિતૃઓ માટે શ્રાદ્ધ વગેરે પણ કરવાનું વિધાન છે.

મૌની અમાસ વ્રત નિયમઃ-
1. મૌની અમાસના દિવસે નદી, સરોવર કે પવિત્ર કુંડમાં સ્નાન કરવું જોઇએ. સ્નાન પછી સૂર્યદેવને અર્ઘ્ય આપવું જોઇએ.
2. આ દિવસે વ્રત રાખીને જ્યાં સુધી શક્ય હોય મૌન રહેવું જોઇએ. ગરીબ અને ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવું જોઇએ.
3. અનાજ, વસ્ત્ર, તલ, આંબળા, ધાબળો, પલંગ, ઘી અને ગૌશાળામાં ગાય માટે ભોજનનું દાન કરો.
4. અમાસના દિવસે ગૌદાન, સોનાનું દાન કે જમીન દાન પણ કરી શકો છો.
5. દર મહિનાની અમાસ જેમ મૌની અમાસના દિવસે પણ પિતૃઓને યાદ કરવા જોઇએ. આ દિવસે પિતૃઓ માટે તર્પણ કરવાથી તેમને મોક્ષ પ્રાપ્તિ થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો