રાશિ પરિવર્તન:ગુરુવારની રાતે મંગળ તુલા રાશિમાં પ્રવેશ કરશે, જાણો તમારી રાશિ પર તેની શું અસર થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તુલા રાશિના જાતકોને સ્વાસ્થ્ય લાભ મળશે. મિથુન રાશિ માટે મંગળ સુખ શાંતિ વધારશે
  • વૃષભ રાશિના જાતકોને વેપારમાં ફાયદો થશે

ગુરુવારે, 21 ઓક્ટોબરની રાતે આશરે 1:30 વાગ્યે મંગળ કન્યા રાશિમાંથી તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા શુક્રના સ્વામિત્વવાળી રાશિ છે. મંગળ 4 ડિસેમ્બર સુધી તુલા રાશિમાં રહેશે. ત્યારબાદ તે વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંડિત મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે, મંગળ તુલા રાશિમાં જવાથી વરસાદ રોકાઈ જશે. વરસાદની સ્થિતિ સામાન્ય થઈ જશે. ભૂકંપ અને અન્ય પ્રાકૃતિક વિપત્તિઓનો યોગ બની શકે છે. આ રાશિ પરિવર્તનની તમામ રાશિઓ પર શું અસર થશે જાણો...

મેષ: મંગળને કારણે જૂના રોગમાંથી મુક્તિ મળી શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થઈ શકે છે. ભૂમિ-જમીન સાથે જોડાયેલા કામમાં સફળતા મળી શકે છે.

વૃષભ: તમને વિદેશથી લાભ મળી શકે છે. વિદેશ જવાનો પણ યોગ છે. વેપારમાં વેગ મળશે. સાવચેતી રાખી કામ કરો.

મિથુન: તમારા માટે મંગળની સ્થિતિ સુખ-શાંતિ વધારનારી છે. લાભ મળી શકે છે. ઈચ્છાઓ પૂરી થશે. જરૂરિયાતમંદોને દાન આપો.

કર્ક: મંગળને કારણે મુશ્કેલીઓ આવી શકે છે. હનુમાનજીનો પાઠ કરવાથી લાભ મળી શકે છે.

સિંહ: મંગળ લાભદાયક સાબિત થશે. ખાસ કામ પૂરું થવાથી પ્રસન્નતા રહેશે. નવા લાભકારી પ્રસ્તાવ મળી શકે છે.

કન્યા: મંગળને કારણે જૂની સમસ્યાઓ થઈ શકે છે. સંપર્કોનો લાભ મળશે. કામ જલ્દી પૂરી નહિ થાય.

તુલા: મંગળને કારણે સ્વાસ્થ્યને લાભ થશે. દેવું ઉતરી શકે છે. હાલ રોકાણથી બચીને રહો.

વૃશ્ચિક: શરૂઆતમાં મંગળ મુશ્કેલી વધારશે પરંતુ ધીરે ધીરે સમસ્યા દૂર થશે. યાત્રાનો યોગ છે. કોર્ટ કચેરી અને દેવા સંબંધિત કામ પૂરા થશે.

ધન: મંગળને કારણે સંબંધીઓ વચ્ચે વિવાદ થઈ શકે છે. દુ:ખમાં સાથ આપનારા લોકો પર જ તમારે વિશ્વાસ કરવાનો છે નહિ તો તમને નુક્સાન થઈ શકે છે.

મકર: સફળતા મળશે. કાર્યક્ષેત્રે સંબંધો સારા બનશે. નવાં કામ મળશે. પરિવારના લોકોને તમારી જરૂરિયાત મહેસૂસ થશે.

કુંભ: મંગળ તમારા પક્ષમાં રહેશે. કોઈ માંગલિક કાર્યમાં સામેલ થવાનો અવસર મળી શકે છે. યાત્રા સફળ સાબિત થશે.

મીન: મીન રાશિના જાતકોએ નિરાશાથી બચવું પડશે. અચાનક ધન લાભ મળી શકે છે. યોજનામાં જરૂરી ફેરફાર કરી કામ આગળ વધારો.