• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Mantra Jaap In Navratri, Benefits Of Chanting The Devi Mantras Of Goddess Durga In Navratri, How To Increase Positivity And Removes Negative Thoughts

મંત્રજાપના ફાયદા:નવરાત્રિમાં દેવી દુર્ગાના મંત્રનો જાપ કરવાથી પોઝિટિવિટી વધે છે અને નકારાત્મક વિચાર દૂર થાય છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે ઋતુઓના સંધિકાળમાં નવરાત્રિ આવે છે, આ દિવસોમાં વ્રત-ઉપવાસ અને ધ્યાન કરવાથી સ્વાસ્થ્યને લાભ મળે છે

હાલ આસો મહિનાની નવરાત્રિ ચાલી રહી છે. આ વર્ષા ઋતુના જવાનો અને ઠંડીના આવવાનો સમય છે. આ ઋતુને સંધિકાળ કહેવામાં આવે છે. આ દિવસોમાં સિઝનલ બીમારીઓથી બચવા માટે જીવનશૈલીમાં થોડા ફેરફાર કરવા જોઈએ. ઋતુ પરિવર્તન સમયે સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે ધ્યાન કરવાનું ખાસ મહત્ત્વ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે નવરાત્રિમાં ધ્યાન અને પૂજા-પાઠ કરવાથી પુણ્યમાં વધારો થાય છે, સાથે જ તે આપણાં સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.

નવરાત્રિમાં રોજ સવારે જલ્દી જાગીને સ્નાન કર્યા પછી ઘરના મંદિરમાં મંત્રજાપ અને ધ્યાન કરવું જોઈએ. આવું કરવાથી પોઝિટિવિટી વધે છે અને ખરાબ વિચાર દૂર થાય છે. સવાર-સવારમાં કરવામાં આવતા ધ્યાનના કારણે દિવસભરના કાર્યોમાં ઊર્જા અને ઉત્સાહ જળવાયેલો રહે છે. આળસ દૂર રહે છે. ધ્યાન કરવાથી શરીરને સ્વાસ્થ્ય લાભ મળે છે.

મંત્ર જાપ ઓછામાં ઓછો 108વાર કરવો જોઈએ. દેવી પૂજા કરતી સમયે દેવી મંત્ર દું દુર્ગાયૈ નમઃ મંત્રનો જાપ કરવામાં આવી શકે છે. મંત્ર જાપ રૂદ્રાક્ષની માળાથી કરવો જોઈએ. પૂજા કરનાર ભક્તે સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જાપ માટે કોઈ એવી જગ્યા પસંદ કરો, જ્યાં શાંતિ અને પવિત્રતા હોય. એકાગ્ર મન સાથે કરવામં આવે જાપથી પોઝિટિવ ફળ મળે છે.

દેવી દુર્ગાના અન્ય મંત્ર-

सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके।

शरण्येत्र्यम्बके गौरी नारायणि नमोस्तु ते।।

અર્થ- ગૌરી, નારાયણી ભક્તોનું સર્વ મંગળ કરનારી છે. તમે શિવા છો, બધા કામને સિદ્ધ કરનારી છો. શરણમાં ભક્તોનું કલ્યાણ કરનારી છો. દેવી માતા ત્રણ નેત્રો ધરાવે છે. તમને મારા નમસ્કાર છે.

ऊँ जयन्ती मंगला काली भद्रकाली कपालिनी।

दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोऽस्तुते।।

અર્થ- જયંતી, મંગળા, કાળી, ભદ્રકાળી, કપાલિની, દુર્ગા, ક્ષમા, શિવાધાત્રી અને સ્વધા, દેવી માતાને આ નામથી ઓળખવામાં આવે છે. દેવી માતાના બધા સ્વરૂપોને મારા નમસ્કાર છે.

જો આપણે ઇચ્છીએ તો દુર્ગા સપ્તશતીનો પાઠ પણ કરી શકીએ છીએ. દેવી કથાઓ પણ વાંચી શકીએ છીએ. દેવી માતા સામે ધૂપ-દીપ પ્રગટાવો, હાર-ફૂલ ચઢાવો અને મીઠાઈનો ભોગ ધરાવો. તે પછી દેવી માતાની મૂર્તિ સામે કે દેવીના ચિત્ર સામે આસન ઉપર બેસીને મંત્રજાપ કરી શકાય છે.