• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Manega Ganga Dussehra In Auspicious Coincidence: On June 9, Including Gajakesari And Mahalakshmi, Bathing And Donation In Four Auspicious Yogas Will Give Great Merit.

શુભ સંયોગમાં ગંગા દશેરા ઉજવાશે:9 જૂને ગજકેસરી અને મહાલક્ષ્મી સહિત ચાર શુભ યોગમાં સ્નાન-દાનથી મહાપુણ્ય મળશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગંગા દશેરા પર્વ 9 જૂન, ગુરુવારે ઉજવાશે. આ પર્વમાં ચાર મોટા શુભ યોગ બની રહ્યા છે. જેનાથી આ દિવસે કરવામાં આવતા સ્નાન-દાન અને પૂજાનું શુભફળ વધી જશે. ગંગા દશેરાએ ગંગા જળથી સ્નાન કરવાથી દસ પ્રકારના પાપ દૂર થાય છે. સાથે જ અનેક યજ્ઞ કરવા જેટલું પુણ્ય પણ મળે છે. જેઠ મહિનાના સુદ પક્ષની દશમ તિથિએ ગંગા, ધરતી ઉપર આવ્યા હતાં. એટલે આ દિવસે ગંગાના અવતરણનો દિવસ પણ કહેવામાં આવે છે.

ચાર શુભ યોગ
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે 9 જૂન, ગુરુવારે ગંગા દશેરાએ ગ્રહ-નક્ષત્રોથી મળીને ચાર શુભ યોગ બની રહ્યા છે. આ દિવસે ગુરુ-ચંદ્ર અને મંગળનો દૃષ્ટિ સંબંધ રહેશે. જેના દ્વારા ગજકેસરી અને મહાલક્ષ્મી યોગ બનશે. ત્યાં જ, વૃષભ રાશિમાં સૂર્ય-બુધની યુતિથી બુધાદિત્ય યોગ બનશે. સાથે જ સૂર્ય-ચંદ્રના નક્ષત્રોથી રવિયોગ પણ આખો દિવસ રહેશે. જેથી આ દિવસે કરવામાં આવતા સ્નાન-દાન અને પૂજાનું દસ ગણું શુભફળ મળશે.

ગંગા દશેરાના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે
ગંગા દશેરાના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે

સ્નાન-દાનની પરંપરા
જેઠ મહિનાના સુદ પક્ષની દશમ તિથિએ ગંગા નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. જો એવું શક્ય ન હોય તો આ દિવસે સૂર્યોદય પહેલાં જાગીને ઘરના જ પાણીમાં ગંગાજળના થોડા ટીપા મિક્સ કરીને સ્નાન કરી લો. એવું કરવાથી પણ ગંગા સ્નાન કરવા જેટલું પુણ્ય મળે છે. સ્નાન કર્યા પછી દાન પણ કરવામાં આવે છે. આ દિવસે જરૂરિયાતમંદ લોકોને ભોજન, કપડા, છત્રી અને ખાસ કરીને જળનું દાન કરવામાં આવે છે. આ દાન કરવાથી અનેકગણું શુભ પુણ્ય મળશે.

ગંગા પૂજાનું વિધાન
જેઠ મહિનામાં દેવી ગંગાના અવતરણ દિવસે ગંગા પૂજાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવે છે. આ દિવસે ગંગા નદીના કિનારે જઇને પૂજા અને આરતી કરવી જોઈએ. એવું ન કરી શકો તો ઘરમાં જ ગંગાજળને શંખમાં ભરીને પૂજા કરવી જોઈએ. સાથે જ, સવાર-સાંજ ગંગા આરતી કરો. આ દિવસે શિવલિંગ ઉપર ગંગાજળ ચઢાવવાથી બીમારીઓ દૂર થાય છે અને ઉંમર વધે છે. ત્યાં જ, શંખમાં ગંગાજળ ભરીને વિષ્ણુનો અભિષેક કરવાથી મહાપુણ્ય મળે છે.