શ્રાવણમાં પાર્થિવ પૂજનનું મહત્ત્વ:કૂષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજાની પરંપરા શરૂ કરી હતી, તેનાથી ઉંમર અને સમૃદ્ધિ વધે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન રામ અને શનિદેવે પણ પાર્થિવ શિવલિંગ બનાવીને ભોળાનાથની પૂજા કરી હતી

શ્રાવણ મહિનાને શિવજીનો મહિનો માનવામાં આવે છે, એટલે આ દિવસોમાં પાર્થિવ લિંગ બનાવીને શિવ પૂજન કરવાથી વિશેષ પુણ્ય મળે છે. શિવપુરાણમાં પાર્થિવ શિવલિંગ પૂજાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. કૂષ્માંડ ઋષિના પુત્ર મંડપે પાર્થિવ પૂજન શરૂ કર્યું હતું. ભગવાન શ્રીરામે પણ લંકા ઉપર વિજય પ્રાપ્ત કરવા અને રાવણ સાથે યુદ્ધ કરતાં પહેલાં પાર્થિવ શિવલિંગની પૂજા કરી હતી. શનિદેવે પણ સૂર્ય કરતાં વધારે શક્તિ મેળવવા માટે કાશીમાં પાર્થિવ શિવલિંગ બનાવીને ભગવાન મહાદેવની પૂજા કરી હતી. શિવ મહાપુરાણ પ્રમાણે પાર્થિવ પૂજનથી ધન, ધાન્ય, આરોગ્ય અને પુત્ર પ્રાપ્તિ થાય છે. ત્યાં જ, માનસિક અને શારીરિક કષ્ટોથી પણ મુક્તિ મળી જાય છે.

પાર્થિવ પૂજાનું મહત્ત્વ-
પાર્થિવ પૂજનથી અકાળ મૃત્યુનો ભય સમાપ્ત થાય છે. શિવજીની આરાધના માટે પાર્થિવ પૂજન બધા લોકો કરી શકે છે. પછી તે પુરૂષ હોય કે મહિલા. શિવ કલ્યાણકારી છે આ વાત બધા જ જાણે છે. જે પાર્થિવ શિવલિંગ બનાવીને વિધિવત પૂજન અર્ચન કરે છે, તે દસ હજાર કલ્પ(બ્રહ્માનો એક દિવસ) સુધી સ્વર્ગમાં નિવાસ કરે છે. શિવમહાપુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, પાર્થિવ પૂજન બધા જ દુઃખોને દૂર કરીને બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. જો દરરોજ પાર્થિવ પૂજન કરવામાં આવે તો આ લોક તથા પરલોકમાં પણ અખંડ શિવભક્તિ મળે છે.

પાર્થિવ પૂજન કઇ રીતે કરવું-
પૂજન કરતાં પહેલાં પાર્થિવ લિંગનું નિર્માણ કરવું જોઇએ. તેના માટે માટી, ગાયનું ગોબર, ગોળ, માખણ અને ભસ્મ મિક્સ કરીને શિવલિંગ બનાવો. શિવલિંગ નિર્માણમાં આ વાતનું ધ્યાન રાખો કે, શિવલિંગ 12 આંગળીઓથી ઊંચું હોવું જોઇએ નહીં. 12 આંગળીથી ઊંચુ શિવલિંગ હશે તો પૂજનનું પુણ્ય ફળ મળતું નથી. મનોકામના પૂર્તિ માટે શિવલિંગ ઉપર પ્રસાદ ચઢાવવો જોઇએ. આ વાતનું ધ્યાન રાખો કે, જે પ્રસાદ શિવલિંગને સ્પર્શ કરી જાય તેને ગ્રહણ કરવો જોઇએ નહીં.

નદી કે તળાવની માટીથી બનાવો-
પાર્થિવ પૂજન કરતાં પહેલાં પાર્થિવ શિવલિંગ બનાવો. તેને બનાવવા માટે કોઇ પવિ6 નદી કે તળાવની માટી લો. ત્યાર બાદ તે માટીને ફૂલ ચંદન વગેરેથી સજાવો. માટીમાં દૂધ મિક્સ કરીને લીપવી. ત્યાર બાદ શિવમંત્રનો જાપ કરતાં તે માટીથી શિવલિંગ બનાવવાની ક્રિયા શરૂ કરો. પૂર્વ કે ઉત્તર દિશા તરફ મોં રાખીને શિવલિંગ બનાવો.

પાર્થિવ શિવલિંગ બનાવતાં પહેલાં આ દેવોની પૂજા કરો-
શિવલિંગ બનાવ્યાં બાદ ગણેશજી, વિષ્ણુ ભગવાન, નવગ્રહ અને માતા પાર્વતી વગેરેનું આહવાન કરવું જોઇએ. પાર્થિવ શિવલિંગ બનાવ્યાં બાદ તેને પરમ બ્રહ્મ માનીને પૂજા અને ધ્યાન કરો. પાર્થિવ શિવલિંગ બધી જ મનોકામનાઓને પૂર્ણ કરે છે. સપરિવાર પાર્થિવ બનાવીને શાસ્ત્રવત વિધિથી પૂજન કરવાથી પરિવારમાં સુખ વધે છે.

રોગથી પીડિત લોકોએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો-
પાર્થિવ શિવલિંગ સામે શિવમંત્રનો જાપ કરી શકાય છે. રોગથી પીડિત લોકો મહામૃત્યુંજય મંત્રનો જાપ કરી શકાય છે. દુર્ગાસપ્તશતીના મંત્રોનો જાપ પણ કરી શકાય છે. પાર્થિવ શિવલિંગના વિધિવત પૂજન બાદ શ્રીરામ કથા પણ સાંભળવી જોઇએ.