આજે સૂર્ય મકર રાશિમાં આવી જશે. સૂર્યના રાશિ બદલવાના સમયને લઈને મતભેદ છે, એટલે થોડી જગ્યાએ 14 તો કોઈ જગ્યાએ 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ ઊજવાશે. મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં 14 જાન્યુઆરીએ જ સંક્રાંતિ ઊજવવામાં આવી રહી છે. સૂર્યના રાશિ બદલવાના સમયથી જ સંક્રાંતિ ઊજવવાનો નિર્ણય લેવામાં આવે છે. આ કારણે આ તહેવારની તારીખમાં ફેરફાર થાય છે. આ જ કારણ છે કે વર્ષ 2077થી ઉત્તરાયણ 14 નહીં, પરંતુ 15 અને 16 જાન્યુઆરીએ ઊજવાશે.
મકરસંક્રાંતિ 14મીએ એટલે આજે જ ઊજવવી યોગ્ય રહેશે
ખગોળ વિજ્ઞાન કેન્દ્રથી બહાર પાડવામાં આવેલા રાષ્ટ્રીય પંચાંગ પ્રમાણે સૂર્ય 14 જાન્યુઆરીએ બપોરે 2.30 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. એટલે સ્નાન-દાનનો આ તહેવાર આજે જ ઊજવવામાં આવવો જોઈએ. ત્યાં જ બનારસ, ઉજ્જૈન અને અન્ય શહરોના પંચાંગ પ્રમાણે સૂર્ય 14 જાન્યુઆરીએ રાતે લગભગ સાડા 8 કલાકે રાશિ બદલશે. આ કારણે થોડા લોકો 15 તારીખે સ્નાન-દાન અને પૂજા-પાઠ કરશે. જ્યોતિષીઓના જણાવ્યા પ્રમાણે, પરંપરાને ધ્યાનમાં રાખીને પંચાંગ પ્રમાણે આ પર્વ બંને દિવસ ઊજવી શકાશે.
દર વર્ષે સૂર્ય મકર રાશિમાં 20 મિનિટ મોડો પ્રવેશ કરે છે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્ર જણાવે છે કે સૂર્ય દર વર્ષે 20 મિનિટ મોડો મકર રાશિમાં પ્રવેશ કરે છે. આ પ્રકારે દર ત્રણ વર્ષમાં એક કલાક પછી અને 72 વર્ષમાં એક દિવસ મોડો મકરસંક્રાંતિ ઉત્સવ ઊજવાય છે. આ ગણિત પ્રમાણે લગભગ 1700 વર્ષ પહેલાં મકરસંક્રાંતિ 21 ડિસેમ્બરના રોજ ઊજવવામાં આવતી હતી. હવે 2077 પછી 15 કે 16 જાન્યુઆરીએ મકરસંક્રાંતિ આવશે.
મકરસંક્રાંતિ ઋતુ પર્વ છે
સૂર્યના રાશિ બદલવાથી દર બે મહિનામાં ઋતુ બદલાય છે. મકરસંક્રાંતિ એક ઋતુ પર્વ છે, જે હેમંત અને શીત ઋતુનો સંધિકાળ છે, એટલે હેમંત પૂર્ણ થયા પછી શીત ઋતુ શરૂ થાય છે, એટલે ઠંડીનું વાતાવરણ હોવાને કારણે આ દિવસે સૂર્યપૂજા, ખીચડી અને તલ-ગોળનું સેવન કરવાની પરંપરા છે, કેમ કે આ અનાજ શીત ઋતુમાં શરીર માટે ફાયદાકારક હોય છે, સાથે જ વાતાવરણને ધ્યાનમાં રાખીને આ પર્વમાં ગરમ કપડાંનું દાન પણ કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.