તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાયણ:મકર સંક્રાંતિએ સવારે 8-32 થી સાંજે 5-45 વાગ્યા સુધી પુણ્યકાળ, આ દરમિયાન સ્નાન-દાન કરવાથી અક્ષય પુણ્ય મળે છે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંક્રાંતિનો સંકેતઃ રાજકારણમાં ગતિવિધિઓ ઝડપી થશે અને દેવી આરાધનાથી ફાયદો મળશે

ગુરુવાર 14 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ પર્વ રહેશે. આ દરમિયાન પોષ મહિનાના સુદ પક્ષની એકમ એટલે પહેલી તિથિએ 9 કલાકના પુણ્યકાળનો સંયોગ બની રહ્યો છે. કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે ગુરુવારના અધિપતિ દેવ ગુરુ છે. ગુરુના અધિપત્યમાં આવનાર શિક્ષા અને ધર્મ સાથે જોડાયેલાં લોકો માટે આ સમય શુભ રહેશે. મકર સંક્રાંતિનો સંયોગ બનવાથી સંક્રાંતિનું પુણ્ય સવારે 8-32 થી સાંજે 5-45 વાગ્યા સુધી રહેશે.

સવારે ઉત્તરાયણ થઇ રહેલાં સૂર્યની પૂજા, નદીમાં સ્નાન, દેવ દર્શન અઅને દાન કરવાથી વિશેષ પુણ્ય ફળ મળશે. જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે મકર સંક્રાંતિનું વાહન સિંહ, ઉપ વાહન હાથી હોવાથી આંતરરાષ્ટ્રીય સ્તરે દેશનું પરાક્રમ વધશે. દેશની અર્થવ્યવસ્થામાં સુધાર થશે. આ વખતે એક સંયોગ એવો પણ બની રહ્યો છે કે સંક્રાંતિ દેવ વર્ણની છે. જેનાથી દેશમાં ધાર્મિક ગતિવિધિઓ વધશે. બધા ધામોમાં એકબીજા સાથે તાલમેલ જળવાયેલું રહેશે.

માતા ગાયત્રીની આરાધના માટે સૌથી શ્રેષ્ઠ સમયઃ-
પં. મિશ્ર જણાવે છે કે મકર સંક્રાંતિને તલ સંક્રાંતિના નામે પણ ઓળખવામાં આવે છે. આ દિવસનું સનાતન ધર્મમાં વિશેષ મહત્ત્વ છે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ થઇ જાય છે અને દેવતાઓનો પ્રાતઃકાળ પણ શરૂ થાય છે. સત્યવ્રત ભીષ્મ પિતાહમે પણ બાણની શૈય્યા ઉપર રહીને મૃત્યુ માટે મકર સંક્રાંતિની રાહ જોઇ હતી. માન્યતા છે કે ઉત્તરાયણ સૂર્યમાં મૃત્યુ થયા પછી મોક્ષ મળવાની સંભાવના વધી જાય છે. આ દિવસથી પ્રયાગમાં કલ્પવાસ પણ શરૂ થાય છે. ધર્મગ્રંથોમા માતા ગાયત્રીની ઉપાસના માટે આના કરતાં વધારે સારો અન્ય કોઇ સમય નથી તેવું જણાવવામાં આવે છે.

તલ-ગોળ અને વસ્ત્ર દાનથી પુણ્ય ફળ મળે છેઃ-
આ વખતે સંક્રાંતિ દેવીના હાથમાં નાગકેસરનું ફૂલ રહેશે. જેથી સંકેત મળે છે કે દેવી આરાધનાથી ફાયદો થશે. આ વર્ષે રાજકારણમાં ગતિવિધિઓ ઝડપી થશે. તલ, ગોળ અને કપડાનું દાન કરવાથી અશુભ ગ્રહોની ખરાબ અસર ઓછી થશે. 2017 અને 2018માં પણ 14 જાન્યુઆરીએ જ મકર સંક્રાંતિ હતી. હવે 2021 અને 2022માં પણ 14 જાન્યુઆરીએ જ મકર સંક્રાંતિ ઊજવાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser