શુક્રવાર, 14 જાન્યુઆરીએ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે મકર સંક્રાંતિ ઊજવવામાં આવશે. સૂર્ય હાલ ધન રાશિમાં છે. જેથી ધનુર્માસ ચાલી રહ્યો છે. આ મહિનામાં બધા જ પ્રકારના માંગલિક કાર્યો વર્જિત રહે છે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં.મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે સૂર્ય જ્યારે ગુરુની ધન કે મીન રાશિમાં રહે છે ત્યારે તે સમયને ધનુર્માસ કહેવામાં આવે છે. કોઈપણ શુભ શરૂઆતમાં પંચદેવ, શિવ, વિષ્ણુ, ગણેશ, દેવી દુર્ગા અને સૂર્યની ખાસ પૂજા કરવામાં આવે છે. ધનુર્માસ સમયે સૂર્યદેવ દેવગુરુ બૃહસ્પતિની સેવામાં રહે છે, આ કારણે તેઓ માંગલિક કાર્યોમાં હાજરી આપી શકતાં નથી, જેથી ધનુર્માસમાં માંગલિક કાર્યો કરવામાં આવતા નથી.
ધનુર્માસમાં સૂર્યદેવની દરરોજ ખાસ પૂજા કરવી જોઈએ. રોજ સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી તાંબાના લોટામાં જળ ભરવું, ચોખા અને ફૂલ રાખીને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવું. સૂર્યને જળ ચઢાવતી સમયે સૂર્યના 12 મંત્રનો જાપ કરવો જોઈએ.
ૐ મિત્રાય નમઃ, ૐ રવયે નમઃ, ૐ સૂર્યાય નમઃ, ૐ ભાનવે નમઃ, ૐ ખગાય નમઃ, ૐ પૂષ્ણે નમઃ, ૐ હિરણ્યગર્ભાય નમઃ, ૐ આદિત્યાય નમઃ, ૐ સવિત્રે નમઃ, ૐ અર્કાય નમઃ, ૐ ભાસ્કરાય નમઃ, ૐ સૂર્યનારાયણાય નમઃ.
સૂર્યના આ 12 મંત્રનો જાપ કરી શકાય છે. મંત્ર જાપથી ધર્મલાભ સાથે જ સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. મંત્ર જાપથી એકાગ્રતા વધે છે, આત્મવિશ્વાસ વધે છે. સૂર્યને અર્ઘ્ય આપતી સમયે પાણીની જે ધારા જમીન ઉપર પડે છે, તે ધારામાંથી સૂર્યદેવના દર્શન કરવા જોઈએ. ધ્યાન રાખો સૂર્યને નરી આંખે જોવો નહીં. આવું કરવાથી આંખ ઉપર ખરાબ અસર થઈ શકે છે. અર્ઘ્ય આપ્યા પછી જમીન ઉપર જે પાણી પડે તેને પોતાના માથા ઉપર લગાવવું જોઈએ. જળ એવી જગ્યાએ ચઢાવવું જોઈએ, જ્યાં જમીન ઉપર રહેલાં પાણી ઉપર કોઈ વ્યક્તિનો પગ અડે નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.