શનિવાર, 14 જાન્યુઆરીના રોજ સૂર્યપૂજાનો મહાપર્વ મકર સંક્રાંતિ અને ઉત્તરાયણ છે. સૂર્યને પંચદેવોમાંથી એક અને નવ ગ્રહોનો રાજા માનવામાં આવે છે. ભવિષ્ય પુરાણમાં શ્રીકૃષ્ણએ પોતાના પુત્ર સાંબને સૂર્ય પૂજાનું મહત્ત્વ સમજાવ્યું હતું. સૂર્યની પૂજા રોજ કરવી જોઇએ. જ્યોતિષ માન્યતા પ્રમાણે કુંડળીમાં સૂર્ય ગ્રહની શુભ-અશુભ સ્થિતિની સારી કે ખરાબ અસર આપણાં જીવન ઉપર પણ થાય છે. જે લોકોની કુંડળીમાં સૂર્યની સ્થિતિ શુભ છે, તેમને સમાજમાં માન-સન્માન મળે છે.
મકર સંક્રાંતિએ સૂર્યની વિશેષ પૂજા કરો. ૐ સૂર્યાય નમઃ, ૐ મિત્રાય નમઃ, ૐ ભાસ્કરાય નમઃ કે ૐ આદિત્યાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો.
સૂર્ય પૂજા કરતી સમયે આ વાતોનું ધ્યાન રાખો
મકર સંક્રાંતિએ સવારે સ્નાન પછી ભગવાન સૂર્યને જળ અર્પણ કરો. તેના માટે તાંબાના લોટામાં જળ ભરો. લોટામાં ચોખા, ફૂલ રાખીને સૂર્યને અર્ઘ્ય આપો. જળ ચઢાવ્યા પછી સૂર્ય મંત્ર સ્તુતિનો પાઠ કરો. આ પાઠ સાથે શક્તિ, બુદ્ધિ, સ્વાસ્થ્ય અને સન્માનની કામના સાથે કરો.
સૂર્ય મંત્ર સ્તુતિ
नमामि देवदेवशं भूतभावनमव्ययम्।
दिवाकरं रविं भानुं मार्तण्डं भास्करं भगम्।।
इन्द्रं विष्णुं हरिं हंसमर्कं लोकगुरुं विभुम्।
त्रिनेत्रं त्र्यक्षरं त्र्यङ्गं त्रिमूर्तिं त्रिगतिं शुभम्।।
સૂર્યની મૂર્તિ સામે કે સૂર્યનું ધ્યાન કરતી વખતે ઘરના મંદિરમાં ધૂપ, દીપ પ્રગટાવો. સૂર્યનું પૂજન કરો. આ દિવસે સૂર્યને લગતી વસ્તુઓ જેમ કે તાંબાના વાસણ, પીળા કે લાલ વસ્ત્ર, ઘઉં, ગોળ, માણિક્ય, લાલ ચંદન વગેરેનું દાન કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.