ગ્રહ-નક્ષત્ર:મકર સંક્રાંતિએ સૂર્ય, શનિ અને બુધનો મકર રાશિમાં યોગ, 15 જાન્યુઆરીએ દાન-પુણ્ય કરવું

4 મહિનો પહેલા
  • કૉપી લિંક

14 જાન્યુઆરીએ એટલે આજે બપોરે 2.30 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. જેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિ 14 જાન્યુઆરીએ જ રહેશે અને તેની સાથે જોડાયેલાં શુભ કર્મ 15 જાન્યુઆરીએ જ કરવામાં આવશે. સૂર્યનું રાશિ પરિવર્તન 14 જાન્યુઆરીએ રાતે થશે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે આ સમયે સૂર્ય ઉત્તરાષાઢ નક્ષત્રમાં છે. આ નક્ષત્રનો સ્વામી શનિ છે. સૂર્ય મકર રાશિમાં આવી જશે, જેના રાશિ સ્વામી પણ શનિદેવ જ છે અને તેઓ મકર રાશિમાં જ સ્થિત છે. મકર રાશિમાં બુધ પણ છે. સૂર્યની શનિ-બુધ સાથે મકર રાશિમાં યુતિ બનશે.

આ વર્ષે પણ સૂર્ય-શનિની યુતિ મકર રાશિમાં રહેશે. સાથે જ બુધ પણ છે
આ વર્ષે પણ સૂર્ય-શનિની યુતિ મકર રાશિમાં રહેશે. સાથે જ બુધ પણ છે

ગયા વર્ષે 2021માં પણ સૂર્ય જ્યારે મકર રાશિમાં આવ્યો હતો, તે સમયે પણ શનિ મકર રાશિમાં હતો. એક મહિના સુધી સૂર્ય-શનિની યુતિ મકર રાશિમાં હતી. સૂર્ય, શનિ, ચંદ્ર, ગુરુ અને બુધની યુતિના કારણે 2021માં કોરોના સંક્રમણ એટલું વધારે ફેલાયેલું હતું. આ વર્ષે પણ સૂર્ય-શનિની યુતિ મકર રાશિમાં રહેશે. સાથે જ બુધ પણ છે, પરંતુ આ વર્ષે સંક્રમણ તો હશે, પરંતુ ગયા વર્ષની સરખામણીએ એટલું ભયાનક રહેશે નહીં. લોકોમાં આ વખતે ભય ઓછો રહેશે.

ઉત્તરાયણના દિવસે દાન-પુણ્ય કરવાનું ખાસ મહત્ત્વ છે. સંક્રાંતિએ તલ, ધાબળો, મચ્છરદાની વગેરેનું દાન કરો
ઉત્તરાયણના દિવસે દાન-પુણ્ય કરવાનું ખાસ મહત્ત્વ છે. સંક્રાંતિએ તલ, ધાબળો, મચ્છરદાની વગેરેનું દાન કરો

સંક્રાંતિએ બની રહેલ ગ્રહ યોગની અસર વેપાર માટે મધ્યમ રહેશે. માન્યતા છે કે મકર સંક્રંતિથી જ દેવતાઓનો દિવસ અને દૈત્યોની રાત શરૂ થાય છે. આ સમયે દાન-પુણ્ય કરવાનું ખાસ મહત્ત્વ છે. સંક્રાંતિએ તલ, ધાબળો, મચ્છરદાની વગેરેનું દાન કરો. પુણ્ય કાળ 15 જાન્યુઆરીએ આખો દિવસ રહેશે. સૂર્યદેવ સાથે જ, શિવજી, ભગવાન વિષ્ણુની પણ ખાસ પૂજા કરો. કોઈ પવિત્ર નદીમાં સ્નાન અને સ્નાન કર્યા પછી દાન-પુણ્ય કરો

અન્ય સમાચારો પણ છે...