મહેશ નોમ:8 જૂને મહેશ નોમ; આ દિવસે ભગવાન શિવ-પાર્વતીની ખાસ પૂજા અને વ્રત કરવાથી સૌભાગ્ય વધે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જેઠ મહિનાના સુદ પક્ષની નોમ તિથિએ ભગવાન શિવની ખાસ પૂજા કરવામાં આવે છે. આ દિવસે મહેશ નોમ ઊજવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જ માહેશ્વરી સમાજની ઉત્પત્તિ થઈ હતી. એટલે માહેશ્વરી સમાજ દ્વારા આ પર્વ ખૂબ જ ધૂમધામ સાથે ઊજવવામાં આવે છે. આ વખતે આ વ્રત 8 જૂનના રોજ રહેશે. જેઠ મહિનામાં શિવલિંગ ઉપર જળ ચઢાવવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે. એટલે મહેશ નોમના દિવસે વ્રત અને ભગવાન શિવની પૂજાનું વિધાન છે.

પૂજા વિધિ

  • સવારે જલ્દી જાગીને સ્નાન કરો અને વ્રતનો સંકલ્પ લો. ઉત્તર દિશા તરફ મુખ કરીને ભગવાન શિવની પૂજા કરો.
  • ગંધ, ફૂલ અને બીલીપાનથી ભગવાન શિવ-પાર્વતીની પૂજા કરો. દૂધ અને ગંગાજળથી શિવલિંગનો અભિષેક કરો.
  • શિવલિંગ ઉપર બીલીપાન, ધતૂરો, ફૂલ અને અન્ય પૂજન સામગ્રી ચઢાવો. આ પ્રકારે પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.
જેઠ મહિનામાં શિવલિંગ ઉપર જળ ચઢાવવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે
જેઠ મહિનામાં શિવલિંગ ઉપર જળ ચઢાવવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે

મહેશ નવમી
મહેશ નવમી ખાસ કરીને માહેશ્વરી સમાજ દ્વારા ઊજવવામાં આવે છે. માન્યતા પ્રમાણે માહેશ્વરી સમાજના પૂર્વજ ક્ષત્રિય વંશના હતાં. કોઈ કારણોસર તેમને ઋષિઓએ શ્રાપ આપી દીધો. ત્યારે આ દિવસે ભગવાન શંકરે તેમને શ્રાપમાંથી મુક્ત કર્યા અને પોતાનું નામ પણ આપ્યું. એવી પણ લોકવાયકા છે કે ભગવાન શંકરની આજ્ઞાથી જ આ સમાજના પૂર્વજોએ ક્ષત્રિય કર્મ છોડીને વૈશ્ય અથવા વ્યાપારિક કાર્યને અપનાવ્યું.

જેઠ મહિનામાં શિવપૂજાનું મહત્ત્વ
જેઠ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. આ દિવસોમાં ભગવાન શિવને ખાસ કરીને જળ ચઢાવવામાં આવે છે. મંદિરોમાં શિવલિંગને પાણીથી ભરવામાં આવે છે. જેઠ મહિનામાં ભગવાન શિવને ગંગાજળ અને સામાન્ય જળ સાથે જ દૂધ પણ ચઢાવવામાં આવે છે. સ્કંદ અને શિવ પુરાણ પ્રમાણે આ મહિનામાં શિવલિંગ ઉપર જળ ચઢાવવાથી મહાપુણ્ય મળે છે.