તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Mahavir Swami Jayanti On 25th April, Avoid Anger And Be Patient, Significance Of Forgiveness, Motivational Story Of Mahavir Swami

પ્રેરક કથા:ગુસ્સાથી બચવું અને ધૈર્ય જાળવી રાખવું, અન્યની ભૂલોને તરત માફ કરી દેવી જોઈએ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 25 એપ્રિલના રોજ એટલે આજે મહાવીર સ્વામીની જયંતી છે. જૈન ધર્મના ચોવીસમાં તીર્થકર મહાવીર સ્વામીના અનેક એવા પ્રસંગ પ્રચલિત છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર જણાવવામાં આવ્યાં છે. જો આ સૂત્રોને જીવનમાં ઉતારી લેવામા આવે તો આપણી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે. અહીં જાણો સ્વામીજીનો એક એવો કિસ્સો, જેમાં ક્ષમાનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.

મહાવીર સ્વામી જંગલમાં ધ્યાન કરી રહ્યા હતાં. ત્યાં થોડા ગોવાળિયાઓ પોતાની ગાયોને ચરાવવા માટે પહોંચ્યાં. ગોવાળિયાઓએ સંતને ધ્યાન કરતા જોયાં. તેઓ બધા મહાવીર સ્વામીને ઓળખતા હતા નહીં. અશિક્ષિત હતાં. બધા ગોવાળિયાઓએ સ્વામીજી સાથે મજાક-મસ્તી કરવાનું શરૂ કરી દીધું.

સ્વામીજી પોતાના ધ્યાનમાં હતાં. ગોવાળિયાઓની વાતોનો તેમના ઉપર કોઈ અસર થયો નહીં તો તેમણે સ્વામીજીને વધારે હેરાન કરવાનું શરૂ કરી દીધું. થોડા સમયમાં જ પાસેના ગામમાં આ વાત ફેલાઈ ગઈ.

ગામમાં થોડા વિદ્વાન પણ રહેતાં હતાં જે મહાવીર સ્વામીને ઓળખતા હતાં. તે બધા જ તરત આ જગ્યાએ પહોંચી ગયાં, જ્યાં સ્વામીજી ધ્યાન કરી રહ્યાં હતાં. થોડીવારમાં ત્યાં ગામના લોકોની ભીડ એકઠી થઇ ગઇ. ભીડનો અવાજ સાંભળીને સ્વામીજીએ પોતાની આંખ ખોલી.

ગામના વિદ્વાનોએ ગોવાળિયાઓની ભૂલ માટે માફી માગી. ગામના લોકોએ સ્વામીજી માટે ત્યાં એક મોટો રૂમ બનાવવાની વાત કહી. જેનાથી તેમની સાધનામાં કોઈ પરેશાની ન આવે.

મહાવીર સ્વામીએ બધાની વાતો સાંભળી. તેમણે કહ્યું કે આ ગોવાળિયાઓ પણ મારા પોતાના જ છે. નાના-નાના બાળકો પોતાના માતા-પિતાને મારે છે, તેમને હેરાન કરે છે પરંતુ માતા-પિતા બાળકોથી નિરાશ થતાં નથી. હું પણ આ ગોવાળિયાઓથી નિરાશ નથી.

તમે મારા માટે રૂમ બનાવશો નહીં. આ ધન ગરીબોના કલ્યાણમાં ખર્ચ કરો. આ પ્રસંગનો બોધપાઠ એ છે કે જો કોઇ વ્યક્તિથી જાણ્યે-અજાણ્યે કોઇ ભૂલ થઇ જાય છે ત્યારે તે વ્યક્તિને તરત માફ કરી દેવો જોઇએ. જો કોઇ પરેશાન પણ કરે તો ગુસ્સો કરવો જોઇએ નહીં. ધૈર્ય જાળવી રાખો અને તે લોકોને માફ કરો. આ વાતોનું ધ્યાન રાખવાથી જીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે. જો આપણે પણ ગુસ્સો કરવા લાગીશું તો વાત બગડી જશે અને અન્ય સાથે પણ આપણે અશાંત થઇ જઇશું.