• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Mahashtami Will Remain On Saturday Till 1.30 Pm, On This Date In Navratri, Worship Of Girls Will Give Freedom From Troubles.

શનિવારે મહાષ્ટમી:રાતે 1.30 વાગ્યા સુધી આઠમ તિથિ રહેશે, નવરાત્રિમાં આ તિથિએ કન્યા પૂજન કરવાથી પરેશાનીઓથી મુક્તિ મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નવરાત્રિમાં કન્યા પૂજનનું ખૂબ જ મહત્ત્વ છે. મોટાભાગે નોમ તિથિએ કન્યાઓનું પૂજન કરીને તેમને ભોજન કરાવવામાં આવે છે. થોડા શ્રદ્ધાળુઓ આઠમ તિથિએ પણ કન્યાઓનું પૂજન કરે છે. શનિવારે રાતે 1.30 વાગ્યા સુધી આઠમ રહેશે. તે પછી નોમ તિથિ શરૂ થઈ જશે. વિદ્વાનોના જણાવ્યા પ્રમાણે દુર્ગાષ્ટમીએ રાતે થતી મહાપૂજા 12 કલાક પહેલાં શરૂ કરી દેવી જોઈએ. તે પછી પૂર્ણાહુતિ નોમ તિથિએ કરી શકાય છે.

પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે નવરાત્રિમાં આઠમ અને નોમના દિવસે કન્યા ભોજનનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે. તેની પાછળ પણ શાસ્ત્રોમાં વર્ણિત તથ્ય એવું જ છે કે 2 થી 10 વર્ષ સુધીની ઉંમરની કન્યાઓને ભોજન કરાવવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે. કન્યાઓને ભોજન કરાવતા પહેલાં દેવીને નેવેદ્ય ધરાવવું અને ભેટ કરવામાં આવતી વસ્તુઓ પણ દેવીને ચઢાવો. તે પછી કન્યા ભોજ અને પૂજન કરો. કન્યા ભોજન ન કરાવી શકો તો ભોદન બનાવવાનો કાચો સામાન, લોટ, શાકભાજી અને ફળ કન્યાના ઘરે જઇને તેમને ભેટ કરી શકો છો.

2 થી 10 વર્ષ સુધીની ઉંમર ધરાવતી કન્યાઓની પૂજા કરવાની પરંપરા, કન્યા પૂજાથી સુખ-સમૃદ્ધિ વધે છે
2 થી 10 વર્ષ સુધીની ઉંમર ધરાવતી કન્યાઓની પૂજા કરવાની પરંપરા, કન્યા પૂજાથી સુખ-સમૃદ્ધિ વધે છે

કન્યાઓ અને તેમનું દેવી સ્વરૂપ
2 વર્ષની કન્યાને કૌમારી કહેવામાં આવે છે. તેમની પૂજાથી દુઃખ અને દરિદ્રતા દૂર થાય છે.
3 વર્ષની કન્યા ત્રિમૂર્તિ માનવામાં આવે છે. ત્રિમૂર્તિના પૂજનથી ધન-ધાન્યનું આગમન અને પરિવારનું કલ્યાણ થાય છે.
4 વર્ષની કન્યા કલ્યાણી માનવામાં આવે છે. તેમની પૂજાથી સુખ-સમૃદ્ધિ મળે છે.
5 વર્ષની કન્યા રોહિણી માનવામાં આવે છે. તેમની પૂજાથી રોગ-મુક્તિ મળે છે.
6 વર્ષની કન્યા કામિકા હોય છે. તેમની પૂજા કરવાથી વિદ્યા અને રાજયોગની પ્રાપ્તિ થાય છે.
7 વર્ષની કન્યાને ચંડિકા માનવામાં આવે છે. તેમની પૂજાથી એશ્વર્ય મળે છે.
8 વર્ષની કન્યા શાંભવી હોય છે. તેમની પૂજાથી લોકપ્રિયતા પ્રાપ્ત થાય છે.
9 વર્ષની કન્યા દુર્ગાને દુર્ગા કહેવામાં આવે છે. તેમની પૂજાથી દુશ્મનો ઉપર વિજય અને અસાધ્ય કાર્ય સિદ્ધ થાય છે.
10 વર્ષની કન્યા સુભદ્રા હોય છે. સુભદ્રાના પૂજનથી મનોરથ પૂર્ણ થાય છે અને સુખ મળે છે.

કન્યા પૂજનથી દરિદ્રતા દૂર થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે
કન્યા પૂજનથી દરિદ્રતા દૂર થાય છે અને દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે

કન્યા પૂજનના ફાયદા
લગ્નમાં મોડું થવું- જો લગ્નમાં થોડું મોડું થઈ રહ્યું હોય તો પાંચ વર્ષની કન્યાને ભોજન કરાવો. શ્રૃંગારનો સામાન ભેટ કરો.
ધનને લગતી સમસ્યા- રૂપિયાની ખોટથી પરેશાન હોવ તો ચાર વર્ષની કન્યાને ખીર ખવડાવો. તે પછી પીળા કપડાં અને દક્ષિણા આપો.
શત્રુ બાધા અને કામમાં વિઘ્ન- નવ વર્ષની ત્રણ કન્યાઓને ભોજન સામગ્રી અને કપડાં આપો
પારિવારિક ક્લેશ- ત્રણ અને દસ વર્ષની કન્યાઓને મીઠાઈ આપો.
બેરોજગારી- છ વર્ષની કન્યાને છત્રી અને કપડાં ભેટ કરો
બધી સમસ્યાઓનું નિવારણ- પાંચથી 10 વર્ષની કન્યાઓને ભોજન સામગ્રી આપીને દૂધ, પાણી કે ફળનો રસ ભેટ કરો. સોંદર્ય સામગ્રી પણ આપો.