મહાભારતમાં કૌરવ-પાંડવોની કથાના માધ્યમથી જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્ર જણાવવામાં આવ્યાં છે. મહાભારતમાં વિદુર અને ધૃતરાષ્ટ્રના સંવાદ છે, જેને વિદુર નીતિના નામે ઓળખવામાં આવે છે. આ નીતિઓને જીવનમાં ઉતારવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે.
ધન-સંપત્તિ, સ્વાસ્થ્ય, વાત માને તેવી સંતાન, સમજી શકે તેવો જીવનસાથી અને ધન કમાવવા માટે મદદ કરતી વિદ્યા, આ 5 વાતો જેમના જીવનમાં હોય છે, તેમનું જીવન હંમેશાં સુખી રહે છે.
જો ધન-સંપત્તિ પૂરતી હશે તો આપણે આપણી જરૂરિયાત પૂર્ણ કરી શકીશું અને ખરાબ સમયમાં ધનના કારણે અનેક સમસ્યાઓ દૂર કરી શકાય છે. ધન-સંપત્તિ છે, પરંતુ સ્વાસ્થ્ય ઠીક રહેતું નથી તો ધન-સંપત્તિનો આનંદ માણી શકાતો નથી. એટલે સારું સ્વાસ્થ્ય પણ જરૂરી છે. સંતાન છે અને જો તે તમારી વાત માનતું નથી તો પરિવારમાં ક્લેશ થતા રહે છે. સંતાન આજ્ઞાકારી હોય તો ઘરમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે.
જીવનસાથી ખરાબ સમયમાં પણ સાથે રહે છે, તે વિપરીત પરિસ્થિતિને પણ સરળતાથી દૂર કરી શકે છે. ધન કમાવવા માટે આપણી અંદર કોઈ હુનર, કળા કે વિદ્યા છે તો આપણે કોઈપણ સ્થિતિમાં અને કોઈપણ જગ્યાએ જીવન માટે જરૂરી વસ્તુઓ પ્રાપ્ત કરી શકીએ છીએ. આ પાંચ વસ્તુઓ સાથે જ વ્યક્તિએ ધૈર્યવાન પણ બનવું જોઈએ. પરિસ્થિતિ ગમે તેવી હોય, આપણે ઉતાવળ કરવી જોઈએ નહીં, નહીંતર પરિસ્થિત વધારે ખરાબ થઈ શકે છે.
વિદુર સાથે જોડાયેલી ખાસ વાત
વિદુર એક દાસીના પુત્ર અને કૌરવના મહામંત્રી હતાં. તેમને ધર્મરાજના અવતાર માનવામાં આવે છે અને મહાભારતના મહાન પાત્રોમાંથી એક હતાં. દાસી પુત્ર હોવા છતાંય મહાભારતમાં વિદુરની ભૂમિકા મહત્ત્વપૂર્ણ છે. વિદુરે સમયે-સમયે ધૃતરાષ્ટ્રને અધર્મથી રોકાવાની કોશિશ કરી હતી, પરંતુ ધૃતરાષ્ટ્રએ તેમની વાત માની નહીં. વિદુરે પાંડવોને કોઈ એવી નીતિ બતાવી હતી, જેને અપનાવીને તેઓ અનેક પરેશાનીઓથી બચી ગયા હતાં. વિદુરે વિદુર નીતિ નામના ગ્રંથની રચના કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.