• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Mahabharata Facts, Arjun And Krishna, Arjun Used To Respect His Elder Brother, But During The War, Arjun Wanted To Kill Yudhishthira

મહાભારત:અર્જુનના મોટા ભાઈનું સન્માન કરતા હતા, પરંતુ યુદ્ધ સમયે તેમણે યુધિષ્ઠિરને મારવા માટે તલવાર હાથમાં લઇ લીધી હતી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુન અને યુધિષ્ઠિરનો વિવાદ પૂર્ણ થયો હતો

મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું હતું. ત્યારે એક દિવસ યુધિષ્ઠિર અને કર્ણ, બંને સામ-સામે આવી ગયા. કર્ણએ યુધિષ્ઠિરને પરાજિત કરી દીધા અને તે કર્ણના પ્રહારોથી તે ઘાયલ થઇ ગયાં. કોઇપણ પ્રકારે બચીને તેઓ પોતાના શિબિર સુધી પહોંચ્યા.

જ્યારે આ વાતની અર્જુનને જાણ થઇ ત્યારે તે યુધિષ્ઠિરને મળવા પહોંચ્યા. યુધિષ્ઠિર વિચારી રહ્યા હતા કે અર્જુને મારા અપમાનનો બદલો લઇ લીધો હશે, એટલે તે મને મળવા આવ્યો છે. પરંતુ જ્યારે યુધિષ્ઠિરને કર્ણના જીવિત હોવાની વાતની જાણ થઇ ત્યારે તેઓ અર્જુન ઉપર ગુસ્સે થઇ ગયાં. યુધિષ્ઠિરે ગુસ્સામાં કહી દીધું કે તારે ગાંડીવ અને ધનુષ કોઇ અન્યને આપી દેવું જોઇએ. તું તારા ભાઈની રક્ષા કરી શક્યો નહીં.

આ વાત સાંભળીને જ અર્જુન ગુસ્સે થઇ ગયો. અર્જુને યુધિષ્ઠિરને મારવા માટે તલવાર હાથમાં લઇ લીધી. તે સમયે શ્રીકૃષ્ણ ત્યાં હાજર હતા. તેમણે અર્જુનને પૂછ્યું કે તે શું કરી રહ્યો છે?

ત્યારે અર્જુને કહ્યું કે, મેં પ્રતિજ્ઞા લઇ રાખી છે કે, જે કોઇ મારા ગાંડીવ અને ધનુષનું અપમાન કરશે, હું તેનો વધ કરી દઇશ. શ્રીકૃષ્ણ સમજી ગયા કે જો આ વિવાદ શાંત ન થયો તો અનર્થ થઇ જશે. ત્યારે તેમણે અર્જુનને કહ્યું કે, તું તારા ભાઈનું અપમાન કરી દે. નાના ભાઈ દ્વારા મોટા ભાઈનું અપમાન કરવું તે વધ સમાન જ માનવામાં આવે છે.

અર્જુને શ્રીકૃષ્ણની વાત માનીને યુધિષ્ઠિરને અપમાનજનક વાતો કહી. અર્જુને યુધિષ્ઠિરને તૂ કહીને બોલાવ્યા અને કહ્યું કે, તારા કારણે જ આ યુદ્ધ થઇ રહ્યું છે. તે જ દ્યુત ક્રીડામાં બધું હાર્યું, આજે તારા કારણે જ આ પરિસ્થિતિ ઊભી થઇ છે. આ પ્રકારે અપમાનજનક વાતો કહ્યા પછી અર્જુનનું મન શાંત થયું ત્યારે તે નિરાશ થઇ ગયો.

મોટા ભાઈના અપમાનથી દુઃખી થઇને અર્જુને આત્મહત્યા કરવાનું નક્કી કર્યું ત્યારે શ્રીકૃષ્ણએ અર્જુનને કહ્યું કે, તું પોતાનાં ખોટાં વખાણ કરી લે. આવું કરનાર લોકો માટે એવું માનવામાં આવે છે કે તેઓ મરી ગયા છે. અર્જુને આ વાત પણ માની લીધી. આ પ્રકારે શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિર અને અર્જુનના પ્રાણ બચાવી લીધા.

આ પણ વાંચોઃ

મોટિવેશનલ કોટ્સ/ મુશ્કેલ કામને વચ્ચે છોડી દેવું સરળ છે, પરંતુ વિપરિત પરિસ્થિતિમાં વ્યક્તિને પોતાની તાકાતની જાણ થાય છે

શુભ સંયોગ/ નવેમ્બરમાં દિવાળી સુધી ખરીદારી માટે 10 દિવસ શુભ મુહૂર્ત, 12 નવેમ્બરે ધનતેરસ અને 14મીએ દિવાળી ઊજવાશે

કર્ણવેધ સંસ્કાર/ કાન વીંધાવાથી સાંભળવાની ક્ષમતા વધે છે અને બાળક તેજસ્વી બને છે

ગૌતમ બુદ્ધનો બોધપાઠ:એક ખરાબ મિત્ર કોઇ જાનવરથી પણ વધારે ખતરનાક હોય છે; કેમ કે જાનવર માત્ર શરીરને નુકસાન પહોંચાડે છે, પરંતુ ખરાબ મિત્ર આપણાં દિમાગને નુકસાન પહોંચાડે છે

ગ્રહ-નક્ષત્ર/ 6 નવેમ્બર સુધી સૂર્ય રાહુના નક્ષત્રમાં રહેશે, કુંભ સહિત 7 રાશિના લોકો માટે તણાવભર્યો સમય રહી શકે છે

અન્ય સમાચારો પણ છે...