તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેમિલી મેનેજમેન્ટ:મહાભારતમાં કૌરવો પાસે બધી જ સુખ-સુવિધાઓ હતી; પરંતુ બધા અધર્મી થઇ ગયા, કુંતીએ અભાવમાં પણ પાંડવોને સારા સંસ્કાર આપ્યાં

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકોને સુખ-સુવિધા સાથે સારું શિક્ષણ અને સંસ્કાર પણ આપવા જોઇએ, ત્યારે જ બાળકોનું જીવન સુધરે છે

બાળકોના ઉછેરમાં શિક્ષણ અને સંસ્કારનો સમાવેશ હોવો ખૂબ જ જરૂરી છે. આ બંને વાતોમાં કરવામાં આવતી બેદરકારી બાળકોના ભવિષ્યને બરબાદ કરી શકે છે. શિક્ષણ અને સંસ્કારથી બાળકો યોગ્ય અને ખરાબ કર્મોમાં ફરક કરી શકે છે અને યોગ્ય માર્ગ ઉપર આગળ વધી શકે છે. મહાભારતમાં કૌરવ અને પાંડવોના પરિવારથી બાળકોના સુખી અને સફળ જીવનના સૂત્ર શીખી શકાય છે.

સુખ-સુવિધાથી નહીં, સંસ્કારોથી બાળકોનું જીવન સુધરે છેઃ-
મહાભારતમાં એક જ પરિવારના બે ભાગ છે. એક કૌરવ અને બીજો પાંડવ. કૌરવમાં ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને તેમના સો પુત્ર છે, જ્યારે પાંડવોમાં માતા કુંતી અને પાંચ પાંડવ પુત્ર મુખ્ય છે.

કૌરવો પાસે બધું સુખ અને એશ્વર્ય હતું, પરંતુ માતા-પિતા વધારે મોહ અને પ્રેમના કારણે બાળકોને યોગ્ય શિક્ષણ અને સંસ્કાર આપી શક્યાં નહીં. બીજી તરફ માતા કુંતી, જેમણે પાંચેય પાંડવ પુત્રને શ્રેષ્ઠ શિક્ષણ અને સંસ્કાર આપ્યાં. મહારાજ પાંડુ અને માદ્રીના મૃત્યુ પછી કુંતીએ જ પાંચેય પુત્રોનો ઉછેર કર્યો.

પાંડવો પાસે કૌરવો જેવી સુખ-સુવિધાઓ હતી નહીં. પરંતુ શિક્ષણ અને સંસ્કારના કારણે તેઓ ધર્મના માર્ગે ચાલ્યાં અને શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત કરી.

આજે પણ જે માતા-પિતા પોતાના બાળકો માટે શિક્ષા અને સંસ્કારનું સંપૂર્ણ ધ્યાન રાખે છે, તેમના બાળકો આજીવન સુખી રહે છે.