તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉત્સવ:શનિવારે માઘી પૂર્ણિમાએ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ, આવું કરવાથી તીર્થ સ્નાનનું પુણ્ય મળશે

5 મહિનો પહેલા
  • સંત રવિદાસ જયંતી 27 ફેબ્રુઆરીએ રહેશે, તેમના વિચારોને અપનાવવાથી પરેશાનીઓ દૂર થઇ શકે છે

શનિવાર, 27 ફેબ્રુઆરીએ મહા મહિનાની પૂનમ છે. આ તિથિએ ગંગા નદીમાં સ્નાન કરવાની પરંપરા છે. જે લોકો ગંગા નદીમાં સ્નાન કરી શકતા નથી, તેઓ પાણીમાં ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરી શકે છે. આ પ્રકારનું સ્નાન કરવાથી પણ તીર્થ સ્નાન સમાન પુણ્ય મળી શકે છે. આ દિવસે સંત રવિદાસની જયંતી પણ છે. સંત રવિદાસ કહેતાં હતા કે, મન ચંગા તો કઠૌતી મેં ગંગા. જેનો અર્થ એવો થાય છે કે મન સારું હશે તો અછતમાં જ ગંગા અવતરિત થઇ શકે છે. તેમણે સંદેશ આપ્યો કે આપણે અન્યની ભલાઈ માટે કામ કરતાં રહેવું જોઇએ.

માઘી પૂર્ણિમાએ સવારે જલ્દી જાગવું અને સ્નાન પછી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરવું. જળ ચઢાવતી સમયે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો.

માઘી પૂર્ણિમાએ ઘરના મંદિરમાં કે કોઇ અન્ય મંદિરમાં ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરો. દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂર ભરો અને વિષ્ણુ-લક્ષ્મીનો અભિષેક કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. પૂજન સામગ્રી સાથે જ મીઠાઈ અને ફળ-ફૂલ પણ અર્પણ કરો.

પૂજા સાથે દાન પણ કરો. કોઇ જરૂરિયાતમંદ વ્યક્તિને ગોળનું દાન કરો. આ દિવસે શક્ય હોય તો કોઇ પવિત્ર નદીમાં પણ સ્નાન કરવું જોઇએ. કોઇ ગૌશાળામાં ધન અને લીલું ઘાસ દાન આપો.

આ તિથિએ પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરો. જરૂરિયાતમંદ લોકોને ભોજન, કપડાં, તલ, ધાબળા વગેરેનું દાન કરવું જોઇએ.

ધ્યાન રાખો આ પર્વમાં ઘરમાં સાફ-સફાઇનું વિશેષ ધ્યાન રાખો. ક્લેશ ન કરો. પ્રેમથી રહો. ઘરમાં સ્વચ્છતા અને શાંતિ જાળવી રાખો. ગુસ્સાથી બચવું અને બધા લોકોનું સન્માન કરવું. ઘરના વૃદ્ધ લોકોના આશીર્વાદ લઇને કામની શરૂઆત કરો.

સંત રવિદાસજીનો બોધપાઠઃ-
કોઇપણ વ્યક્તિ માત્ર ઊંચા કુળમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. જે વ્યક્તિ સારા કર્મ કરે છે, તે શ્રેષ્ઠ હોય છે.

કોઇ વ્યક્તિની માત્ર એટલાં માટે પૂજા કરવી જોઇએ નહીં, કેમ કે તે કોઇ પૂજનીય પદ ઉપર છે. જો કોઇ વ્યક્તિમાં તે પદને યોગ્ય ગુણ નથી તો તેમની પૂજા ન કરો. જો કોઇ વ્યક્તિ કોઇ ઊંચા પદ ઉપર નથી, પરંતુ ગુણવાન છે તો તેમની પૂજા કરી શકાય છે.

જે લોકોના મનમાં ખરાબ વિચાર આવતાં નથી, જેમનું મન નિર્મળ છે, તેમના મનમાં ભગવાનનો વાસ હોય છે.