પર્વ:27 ફેબ્રુઆરીએ મહા મહિનાના સુદ પક્ષની છેલ્લી તિથિએ માઘી પૂનમ રહેશે, આ દિવસે નદીમાં સ્નાન અને દાન-પુણ્યની પરંપરા

8 મહિનો પહેલા

હિંદુ પંચાંગ પ્રમાણે મહા મહિનાની પૂર્ણિમા શનિવાર, 27 ફેબ્રુઆરીએ છે. જેને માઘી પૂર્ણિમા કહેવામાં આવે છે. આ દિવસે મહા મહિનાનો સુદ પક્ષ પૂર્ણ થઇ જશે. પૂર્ણિમા નદીમાં સ્નાન કરવાની અને દાન-પુણ્ય કરવાની પરંપરા છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મના જણાવ્યા પ્રમાણે માઘી પૂર્ણિમાએ પ્રયાગરાજના સંગમ સ્થાને સ્નાન કરવાનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. જો ગંગા નદીમાં સ્નાન કરી શકો નહીં તો પોતાના ઘરના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરીને સ્નાન કરવું જોઇએ. સ્નાન કરતી સમયે ગંગા નદીનું ધ્યાન કરો. પૂર્ણિમાએ ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવી જોઇએ.

પૂર્ણિમાએ આ કામ પણ કરી શકો છોઃ-
પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા પણ કરવી જોઇએ. આ દિવસે સવારે સ્નાન પછી ભગવાન વિષ્ણુ, લક્ષ્મી, બાળકૃષ્ણની પૂજા કરો. પૂજામાં દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ મહાલક્ષ્મ્યૈ નમઃ, કૃં કૃષ્ણાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો.

આ તિથિએ પિતૃઓ માટે ધૂપ-ધ્યાન કરો. કોઇ નદીમાં તર્પણ કરો. જરૂરિયાતમંદ લોકોને ભોજન અને ધનનું દાન કરો. નવા વસ્ત્ર, ધાબળો, ગોળ, ફળ વગેરે વસ્તુઓનું દાન પણ કરો.

કોઇ મંદિરમાં શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ અને ચાંદીના લોટાથી દૂધ ચઢાવો. બીલીપાન, ધતૂરો, હાર-ફૂલ સહિત અન્ય પૂજન સામગ્રી ચઢાવો. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ધૂપ-દીપ પ્રગટાવો.

હનુમાનજી સામે ધૂપ-દીપ પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. જો તમારી પાસે જરૂરી સમય હોય તો સુંદરકાંડનો પાઠ કરો.

માઘી પૂર્ણિમા સાથે જોડાયેલી ખાસ વાતોઃ-પં. શર્માના જણાવ્યા પ્રમાણે માઘી પૂર્ણિમાએ બધા દેવી-દેવતાઓ પ્રયાગરાજના સંગમમાં સ્નાન કરવા આવે છે. પ્રયાગમાં એક મહિના સુધી કલ્પવાસ કરે છે. કલ્પવાસ કરનાર સાધુ-સંત આ પૂર્ણિમા પછી પોત-પોતાના સ્થાને પાછા ફરવા લાગે છે. આ દિવસે તલ અને ધાબળાનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.