તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પરંપરા:મહા મહિનામાં ઇલાહાબાદના સંગમમાં મેળો ભરાય છે, સાધુ-સંત આ મહિને કલ્પવાસમાં રહે છે

2 મહિનો પહેલા
  • મહા મહિનામાં નદીઓમાં સ્નાન કરવાની પરંપરા છે, મહાભારત, શ્રીરામચરિત માનસમાં આ મહિનાનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે

12 ફેબ્રુઆરીથી મહા મહિનાની શરૂઆત થશે. આ મહિનો 13 માર્ચના રોજ પૂર્ણ થશે. આ મહિનામાં ઇલાહાબાદના સંગમમાં સ્નાન કરવાનું વિશેષ મહત્ત્વ છે. ગંગા, યમુના અને સરસ્વતી આ નદીઓનું સંગત પ્રયાગમાં છે. મહા મહિનામાં ખાસ કરીને સાધુ-સંત સંગમના તટ ઉપર વાસ કરે છે. જેને કલ્પવાસ કહેવામાં આવે છે. દેશ-દુનિયાથી લાખો શ્રદ્ધાળુઓ આ મહિનામાં સંગમમાં સ્નાન કરવા માટે પહોંચે છે. જેને મહા મેળાના નામથી પણ ઓળખવામાં આવે છે.

महाभारत के अनुशासन पर्व में लिखा है कि-

माघं तु नियतो मासमेकभक्तेन य: क्षिपेत्।

श्रीमत्कुले ज्ञातिमध्ये स महत्त्वं प्रपद्यते।।​​​​​​​

अहोरात्रेण द्वादश्यां माघमासे तु माधवम्।​​​​​​​

राजसूयमवाप्रोति कुलं चैव समुद्धरेत्।। (મહાભારત અનુશાસન પર્વ)

મહાભારત પ્રમાણે જે લોકો મહા મહિનામાં એક સમયે ભોજન કરીને પૂજા-પાઠ કરે છે તેમને અને તેમના પરિવારને અક્ષય પુણ્ય મળે છે. દુર્ભાગ્ય દૂર થાય છે. આ મહિનાની બારસ તિથિએ ભગવાન માધવ એટલે શ્રીકૃષ્ણની પૂજા કરનાર ભક્તોને યજ્ઞ સમાન ફળ પ્રાપ્ત થાય છે.

गोस्वामी तुलसीदास ने श्रीरामचरित मानस में लिखा है कि-

माघ मकरगत रबि जब होई। तीरतपतिहिं आव सब कोई।।

देव दनुज किन्नर नर श्रेनीं। सादर मज्जहिं सकल त्रिबेनीं।।​​​​​​​

पूजहिं माधव पद जलजाता। परसि अखय बटु हरषहिं गाता।

આ ચોપાઇઓમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મહા મહિનામાં જ્યારે સૂર્ય મકર રાશિમાં આવે છે, ત્યારે તીર્થરાજ પ્રયાગમાં બધા લોકો પહોંચે છે. દેવતા, દાનવ, મનુષ્ય, કિન્નર બધા ત્રિવેણીમાં સ્નાન કરે છે. આ મહિનામાં માધવ ભગવાનની પૂજા કરવાથી બધા દુઃખ દૂર થાય છે.

​​​​​​​

જો સંગમમાં સ્નાન કરી શકો નહીં તો શું કરશોઃ-
જે લોકો સંગમમાં સ્નાન કરી શકતાંમ નથી, તેમણે પોતાની આસપાસની નદીઓમાં સ્નાન કરવું જોઇએ. જો તે પણ શક્ય ન હોય તો ઘરમાં જ બધા તીર્થ અને નદીઓનું ધ્યાન કરીને સ્નાન કરવું જોઇએ. સ્નાન પછી જરૂરિયાતમંદ લોકોને ધન અને અનાજનું દાન કરવું. કોઇ મંદિરમાં પૂજાપાઠ કરો. સૂર્યને અર્ઘ્ય આપો. શિવલિંગ ઉપર તાંબાના લોટાથી જળ ચઢાવવું. બાળ ગોપાલને માખણ-મિશ્રીનો ભોગ તુલસી સાથે ચઢાવવો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો