તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહા મહિનાનો સુદ પક્ષ 12 તારીખથી શરૂ થઇ ગયો છે. જે 27 ફેબ્રુઆરી સુધી રહેશે. આ 15 દિવસોમાં ડઝનથી વધારે વ્રત-તહેવાર રહેશે. તેમાં કરવામાં આવતાં સ્નાન-દાન અને પૂજા-પાઠથી જાણ્યે-અજાણ્યે થયેલાં પાપ દૂર થઇ જાય છે અને અનેક ગણું પુણ્ય ફળ પણ મળે છે. મહા મહિનાના સુદ પક્ષ દરમિયાન સૂર્ય કુંભ રાશિમાં રહે છે. એટલે આ સમયે વાતાવરણમાં ફેરફાર સાથે ગરમીની શરૂઆત પણ થાય છે. આ પર્વોમાં વ્રતની પરંપરા વાતાવરણને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. જેથી સારું સ્વાસ્થ્ય રહે છે અને બીમારીઓ સામે લડવાની તાકાત પણ મળે છે.
પદ્મ પુરાણ પ્રમાણે મહા મહિનાના સુદ પક્ષની તૃતીયાને મંવંતર તિથિ કહેવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલાં દાનથી અક્ષય ફળ મળે છે. મહા મહિનાના સુદ પક્ષમાં આવતાં મંગળવારે અને ગુરુવારે વ્રત કરવાનું પણ વિશેષ ફળ મળે છે. જેમાં મંગળવાર 16 અને 23 ફેબ્રુઆરીએ આવી રહ્યો છે. ત્યાં જ ગુરુવાર 18 અને 25 ફેબ્રુઆરીએ રહેશે.
મહાભારતના અનુશાસન પર્વમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે મહા મહિના દરમિયાન તાંબાના વાસણમાં તલ ભરીને તેનું દાન કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઇ શકે છે. મહા મહિનાના સુદ પક્ષના તિથિ-તહેવારોમાં આ પ્રકારનું દાન વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
વિનાયક ચોથ (15 ફેબ્રુઆરી)- મહા મહિનાના સુદ પક્ષની ચોથ તિથિએ ભગવાન ગણેશજીની તલથી પૂજા કરવામાં આવે છે. તલના લાડવાનો ભોગ ધરાવવામાં આવે છે. સાથે જ ચંદ્રની પૂજા પછી વ્રત ખોલવામાં આવે છે. આ વ્રતને કરવાથી લગ્નજીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે.
વસંત પંચમી (16 ફેબ્રુઆરી)- આ તિથિને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. બ્રહ્મવૈવર્ત પુરાણ પ્રમાણે આ દિવસે દેવી સરસ્વતીનું પ્રાકટ્ય થયું હતું. એટલે આ તિથિએ વિદ્યારંભ સંસ્કારની પણ પરંપરા છે. અનેક જગ્યાએ આ તિથિને વણજોયું મુહૂર્ત પણ માનવામાં આવે છે અને આ દિવસે દરેક પ્રકારના શુભ અને ખાસ કામની શરૂઆત કરવામાં આવે છે.
રથ સાતમ (19 ફેબ્રુઆરી)- શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને આ વ્રતનું મહત્ત્વ જણાવ્યું હતું. આ વ્રતથી કમ્બોઝના રાજા યશોધર્માને વૃદ્ધાવસ્થા પછી પણ સંતાન પ્રાપ્ત થયું હતું. તેઓ નિરોગી અને ચક્રવર્તી રાજા હતાં. મત્સ્ય પુરાણ પ્રમાણે, આ તિથિએ ભગવાન સૂર્યને રથ મળ્યો હતો. એટલે તેને રથ સાતમ કહેવામાં આવે છે. ભવિષ્ય પુરાણમાં પણ આ વ્રતનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે.
ભીષ્માષ્ટમી (20 ફેબ્રુઆરી)- ભીષ્મ આઠમ વ્રત મહા મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ કરવામાં આવે છે. મહાભારતમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભીષ્મ પિતામહને ઇચ્છામૃત્યુનું વરદાન હતું. આ તિથિએ ભીષ્મ પિતામહે સૂર્યના ઉત્તરાયણ થયા પછી તેમના પ્રાણ છોડ્યાં હતાં. એટલે આ દિવસને પર્વ તરીકે ઊજવવામાં આવે છે. આ દિવસે ભીષ્મ પિતામહ માટે કુશ, તલ, જળ લઇને તર્પણ કરવું જોઇએ.
જયા એકાદશી (23 ફેબ્રુઆરી)- મહા મહિનાના સુદ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન વિષ્ણુ માટે વ્રત કરવામાં આવે છે. મહા મહિના દરમિયાન આ વ્રતને કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે. આ દિવસે તલનું દાન કરવાથી અનેક યજ્ઞના ફળ જેટલું પુણ્ય મળે છે. વિદ્વાનો પ્રમાણે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.
ભીષ્મ બારસ (24 ફેબ્રુઆરી)- ભીષ્મ બારસ પર્વ મહા મહિનાના સુદ પક્ષની બારસ તિથિએ કરવામાં આવે છે. આ વ્રત ભીષ્મ પિતામહના નિમિત્ત કરવામાં આવે છે. આ દિવસે મહાભારતના ભીષ્મ પર્વનો પાઠ કરવામાં આવે છે. સાથે જ, ભગવાન કૃષ્ણની પૂજા પણ કરવામાં આવે છે. મહા મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ ભીષ્મ પિતામહે શરીર છોડી દીધું હતું. પરંતુ તેમના માટે તર્પણ, શ્રાદ્ધ અને અન્ય ધાર્મિક કર્મકાંડ બારસ તિથિએ પણ કરવામાં આવે છે.
મહા પૂર્ણિમા (27 ફેબ્રુઆરી)- મહા મહિનાના છેલ્લાં દિવસે જ્યારે ચંદ્ર મહા નક્ષત્રમાં સૂર્ય સામે સિંહ રાશિમાં હોય છે ત્યારે આ પર્વ ઊજવવામાં આવે છે. આ તિથિએ તીર્થ-સ્નાન અને દાન કરવાનું મહત્ત્વ ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. આ દિવસે ભગવાનની પૂજા સાથે ઋષિઓ અને પિતૃઓને પ્રસન્ન કરવા માટે પણ ખાસ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલાં તીર્થ-સ્નાન અને તલના દાનથી અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.