તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપાસના:15 ફેબ્રુઆરીએ ગુપ્ત નવરાત્રિ, સોમવાર અને ચોથનો યોગ; દેવી માતા, શિવજી અને ગણેશ પૂજન માટે શુભ યોગ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 15 ફેબ્રુઆરીએ મહા મહિનાના સુદ પક્ષની ચોથ છે. જેને તલ ચોથ કે વરદ ચોથ કહેવામાં આવે છે. હાલ મહા મહિનાની ગુપ્ત નવરાત્રિ પણ ચાલી રહી છે. સોમવાર અને ચોથ હોવાથી આ દિવસે દેવી માતા, શિવજી અને ગણેશ પૂજા માટે શુભ યોગ બની રહ્યા છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચોથના દિવસે ગણેશજી માટે વ્રત કરવામાં આવે છે. ગુપ્ત નવરાત્રિમાં સોમવારે ચોથ હોવાથી આ દિવસે ગણેશજી અને શિવજી સાથે જ દેવી માતાની પણ વિશેષ પૂજા કરવી જોઇએ. ગણેશજી ચોથ તિથિના સ્વામી છે અને સોમવારે શિવજીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે. જાણો આ શુભ યોગમાં કેવી રીતે પૂજા-પાઠ કરી શકાય છે.

ગણેશજીના મંત્રનો જાપ કરોઃ-
ચોથ તિથિએ સવારે જલ્દી જાગો અને સ્નાન પછી સૂર્યને અર્ઘ્ય આપો. તે પછી ઘરના મંદિરમાં કે કોઇ અન્ય મંદિરમાં પૂજાની વ્યવસ્થા કરો. સૌથી પહેલાં ગણેશ પૂજા કરો. ગણેશ પ્રતિમા ઉપર સિંદૂર, દૂર્વા, ફૂલ, ચોખા, ફળ, જનોઈ, નૈવેદ્ય અર્પણ કરો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો.

શ્રી ગણેશાય નમઃ, ઓમ ગં ગણપતયૈ નમઃ કે વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ, નિર્વિઘ્નં કુરમેદેવ સર્વકાર્યેષુ સર્વદા, મંત્રનો જાપ કરો.

શિવજી અને દેવી માતાની પૂજા કરો. શિવલિંગ ઉપર જળ ચઢાવો. હાર-ફૂલ, બીલીપાન, ધતૂરો વગેરે પૂજન સામગ્રી અર્પણ કરો. દેવી માતાને સુહાગનો સામન જેમ કે, સિંદૂર, બંગડી, લાલ ચુંદડી વગેરે વસ્તુઓ ચઢાવો. શિવ મંત્ર ઓમ નમઃ શિવાય અને દેવી મંત્ર દું દુર્ગાય નમઃ નો જાપ ઓછામાં ઓછો 108વાર કરો.

ભગવાને ચંદનથી તિલક લગાવો. ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજા પછી જરૂરિયાતમંદ લોકોને અનાજ અને ફળનું દાન કરો.

જે લોકો ચોથના દિવસે વ્રત કરે છે, તેમણે આ દિવસે નિરાહાર રહેવું જોઇએ એટલે અનાજ ગ્રહણ ન કરવું. આ દિવસે ફળાહાર કરી શકો છો. દૂધ અને ફળના રસનું સેવન કરી શકાય છે. પૂજા પૂર્ણ થયા પછી બધા ભક્તોને પ્રસાદ આપો. ભગવાન પાસે પૂજામાં થયેલી ભૂલ માટે માફી માંગો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

વધુ વાંચો