મંગળવાર, 10 જાન્યુઆરીએ અંગારક ચોથ છે. ઘર-પરિવારની સુખ-સમૃદ્ધિની કામના સાથે ગણેશ ચોથ વ્રત કરવામાં આવે છે. વર્ષભરમાં કુલ 24 ચોથ રહે છે, એક સુદ પક્ષમાં અને એક વદ પક્ષમાં. આ વર્ષે અધિકમાસના કારણે 26 ચોથ તિથિ રહેશે. હાલ પોષ મહિના ચાલી રહ્યો છે. આ ચોથને સંકટા ચોથ અને તલ ચોથ પણ કહેવામાં આવે છે. આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્મા જણાવે છે કે વર્ષભરની બધી ચોથ તિથિઓમાં પોષ મહિનાની ચોથનું મહત્ત્વ સૌથી વધારે છે. આ તિથિએ ગણેશજી માટે વ્રત કરવાની સાથે જ તલનું દાન કરવું જોઈએ. આ વર્ષે ચોથ તિથિ મંગળવારે હોવાથી તેનું નામ અંગારક ચોથ છે.
માન્યતા- ચોથ વ્રત કરવાથી ઘર-પરિવારના બધા જ વિઘ્નો દૂર થાય છે
પ્રાચીન માન્યતા છે કે જે લોકો ચોથ તિથિએ વ્રત કરે છે, તેમના ઘર-પરિવારમાં સુખ-સમૃદ્ધિ બની રહે છે. કોઇના લગ્નમાં મુશ્કેલી આવી રહી હોય, કોઈનું કામ અટવાયી રહ્યું હોય કે ધનને લગતી પરેશાની ચાલી રહી છે તો ચોથ વ્રત કરવાની સલાહ જ્યોતિષીઓ દ્વારા આપવામાં આવે છે. આ વ્રત ગણેશજી માટે પણ કરવામાં આવે છે. ગણેશજીની કૃપાથી બધા કામ વિઘ્ન વિના પૂર્ણ થઈ જાય છે.
ચોથ અને મંગળવારના યોગમાં મંગળ ગ્રહની પૂજા કરો
જ્યોતિષમાં મંગળ ગ્રહને સેનાપતિ માનવામાં આવે છે. આ ગ્રહ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે. આ અંગારક ચોથના દિવસે સૌથી પહેલાં ગણેશ પૂજા કરો, તે પછી મંગળ ગ્રહને લાલ ફૂલ ચઢાવવાં જોઈએ. આ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપમાં કરવામાં આવે છે. મંગળને જળ ચઢાવો, લાલ ગુલાલ ચઢાવો. આ શુભયોગમાં મંગળ માટે ભાત પૂજા કરી શકાય છે. તેમાં શિવલિંગનો પકવેલા ચોખાથી શ્રૃંગાર કરવામાં આવે છે અને પછી પૂજા કરવામાં આવે છે. ૐ અં અંગારકાય નમઃ મંત્રનો જાપ ઓછામાં ઓછો 108વાર કરો.
મંગળવારે લાલ ફૂલથી પૂજા
માન્યતા છે કે ગણેશજીને લીલા રંગ સિવાય લાલ રંગ પણ પ્રિય છે. એટલે ગણેશ પૂજામાં લાલ રંગના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ. ગણેશ પૂજા કરતી સમયે જાસુદના ફૂલથી ગણેશજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તો ઉપર કૃપા વરસાવે છે. સાથે જ, મંગળવારે ગલગોટા ચઢાવવા જોઈએ.
આ રીતે ગણેશજીની સરળ પૂજા કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.