તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શુભ સંયોગ:છઠ્ઠ તિથિ વધવાથી 10 દિવસ ગુપ્ત નવરાત્રિ રહેશે, કુંભ સંક્રાંતિની શરૂઆત થશે, ગુરુ-શુક્ર તારો ઉદય થવો પણ શુભ રહેશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુપ્ત નવરાત્રિ દરમિયાન ગ્રહોની શુભ સ્થિતિ રહેશે, શુક્ર, મંગળ અને બુધની ચાલમાં ફેરફાર થશે

આ મહિને કુંભ સંક્રાંતિ સાથે જ ગુપ્ત નોરતાની શરૂઆત થઇ રહી છે. મહા મહિનામાં આવતી આ નવરાત્રિ હિંદુ પંચાંગના 4 નોરતામાં છેલ્લી રહે છે. આ વખતે મહા મહિનાના સુદ પક્ષમાં ગ્રહ-નક્ષત્રોનો વિશેષ સંયોગ બનવાથી આ ગુપ્ત નવરાત્રિ વધારે ખાસ થઇ ગઇ છે. આ વખતે ગુરુ અને શુક્ર તારો ઉદય રહેતા ગુપ્ત નવરાત્રિ 9ની જગ્યાએ 10 દિવસ રહેશે.

નવરાત્રિ દરમિયાન ઋતુ પરિવર્તન પણ થશે. સાથે જ સાધના અને પૂજા-પાઠ માટે ગ્રહોની વિશેષ સ્થિતિ બની રહી છે. જેના કારણે શુભ ફળ અનેકગણું વધી જશે. મહાની ગુપ્ત નવરાત્રિની શરૂઆત આ વખતે ગુરુના ઉદય સાથે થશે. ગુરુ તારો ઉદય થવાથી આ પર્વ વધારે શુભ અને સાધકો માટે ફળદાયી રહેશે. ગુપ્ત નવરાત્રિ 10 દિવસની હોવાથી બધી જ દસ મહાવિદ્યાઓની સાધના કરવામાં આવશે.

વર્ષમાં ચાર નવરાત્રિઃ-
હિંદુ કેલેન્ડર પ્રમાણે એક વર્ષમાં 4 નવરાત્રિ હોય છે. જેમાં ચૈત્ર અને આસો મહિનામાં પ્રકટ નવરાત્રિ હોય છે. ત્યાં જ મહા અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ માનવામાં આવે છે. મહાની નવરાત્રિ 12 ફેબ્રુઆરીથી શરૂ થશે તથા 21મીએ પૂર્ણ થશે. આ પ્રકારે 10 દિવસ ગુપ્ત નવરાત્રિનો પર્વ રહેશે.

છઠ્ઠ તિથિ વધવાથી 10 દિવસના નવરાત્રિઃ-
કાશીના જ્યોતિષાચાર્ય પં. ગણેશ મિશ્રના જણાવ્યાં પ્રમાણે ગુપ્ત નવરાત્રિ સાધના કરી સિદ્ધિ મેળવવા માટે માન્ય છે. આ ગુપ્ત નવરાત્રિ ગુરુના ઉદય સાથે શરૂ થાય છે. એટલે સાધકો માટે તે વધારે શુભ છે. છઠ્ઠ તિથિ બે દિવસ હોવાથી નવરાત્રિ દસ દિવસના રહેશે. ગુરુનો ઉદય શુભ હોય છે. ગુરુના ઉદય સાથે નવરાત્રિ શરૂ થવાથી આ સમયે કરવામાં આવતી સાધના, પૂજા, પાઠની સિદ્ધિ મળવાની માન્યતા છે. ગુરુ સામાજિક, રાજનૈતિક અને આર્થિક ક્ષેત્રમાં સ્થિરતા આપે છે. એટલે ગુરુના ઉદયથી દેશમાં શાંતિ અને સ્થિરતા રહેશે.

કુંભ સંક્રાંતિથી નવરાત્રિ શરૂઃ-
12 ફેબ્રુઆરીએ સૂર્ય મકરમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કરશે. આ દિવસે કુંભ સંક્રાંતિ પર્વ ઊજવવામાં આવશે. કુંભ સંક્રાંતિ સાથે જ ગુપ્ત નોરતાની શરૂઆત થવી પણ શુભ રહેશે. આ સંક્રાંતિ પર્વમા સ્નાન-દાન, પૂજા-પાઠ અને જાપનું ખૂબ જ મહત્ત્વ છે. આ દિવસે નવરાત્રિનો સંયોગ બનવાથી કરવામાં આવતાં સ્નાન અને દાનનું ખૂબ જ પુણ્ય મળે છે. જેનું ફળ અનેક જન્મો સુધી મળી શકે છે.

ગુરુ અને શુક્ર તારો ઉદયઃ-
ગુપ્ત નવરાત્રિ શરૂ થતી વખતે શુક્ર તારો ઉદય રહેશે. તે પછી 16 ફેબ્રુઆરીએ પણ ગુરુ તારો ઉદય થઇ જશે. ગુરુ અને શુક્ર તારો ઉદય રહેતી સમયે કરવામાં આવતાં શુભ કાર્યોનું સંપૂર્ણ ફળ મળે છે. આ દરમિયાન ખરીદદારી અને નવા કામની શરૂઆત કરી શકાય છે. આ નવરાત્રિમાં પાંચમ તિથિએ દેવી સરસ્વતીનો પ્રાકટ્યોત્સવ ઊજવવામાં આવે છે.

ગ્રહ-નક્ષત્રની સ્થિતિઃ સાધકો માટે સિદ્ધિનો અવસરઃ-
નવરાત્રિ સમયે કુંભ રાશિમાં સૂર્ય અને શુક્ર મકર રાશિમાં, બુધ, ગુરુ, શનિ વૃષભ રાશિમાં, મંગળ સાથે રાહુ અને વૃશ્ચિક રાશિમાં કેતુ, મિથુન રાશિમાં ચંદ્ર રહેશે. આ ગ્રહ સ્થિતિ પણ સાધકોને સિદ્ધિ માટે અનુકૂળ છે. ઉજાગર નવરાત્રિમાં 9 મહાવિદ્યાઓની સાધના કરવામાં આવે છે અને ગુપ્ત નવરાત્રિમાં 10 મહાવિદ્યાની સાધના થાય છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

વધુ વાંચો