તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉત્તરાખંડ:માતા પર્ણખંડેશ્વરી મંદિર, અહીં દેવી પાર્વતીએ શિવજી સાથે લગ્ન કરવા માટે તપ કર્યું હતું

3 મહિનો પહેલા
  • બદ્રીનાથ પાસે જ દેવી પાર્વતીનું પ્રાચીન મંદિર આવેલું છે, સ્કંદપુરાણમાં આ મંદિરની કથા છે

ઉત્તરાખંડમાં બદ્રીનાથ પાસે જ દેવી પાર્વતીનું એક પ્રાચીન મંદિર છે. તેનું નામ માતા પર્ણખંડેશ્વરી મંદિર છે. આ મંદિર જોશીમઠ નગથી 5 કિલોમીટર દૂર આવેલું છે. બદ્રીનાથ યાત્રાના રસ્તામાં જોશીમઠ પહેલાં આ મંદિરના દર્શન કરવામાં આવે છે. આ મંદિર અંગે સ્કંદ પુરાણમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

બદ્રીનાથ ધામના ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલ પ્રમાણે પ્રાચીન સમયમાં દેવી સતીએ દક્ષના યજ્ઞ કુંડમાં કૂદીને પોતાના પ્રાણનો ત્યાગ કર્યો હતો. તે પછી આદિશક્તિએ હિમાલય અને મૈના દેવીને ત્યાં પુત્રી તરીકે જન્મ લીધો હતો. કન્યાનું નામ પાર્વતી રાખવામાં આવ્યું હતું. દેવી પાર્વતીએ ભગવાન શિવની પ્રાપ્તિ માટે તપ કર્યું હતું.

यत्र पूर्वं महादेवी तपः परममास्थिता।

पर्णखण्डाशना भूत्वा बहुवर्षसहस्त्रकम्।।

(સ્કંદપુરાણ, કેદારખંડ, અધ્યાય 58, શ્લોક 36)

આ શ્લોક પ્રમાણે આ સ્થાન ઉપર દેવીએ બેસીને સહસ્ત્રવર્ષો સુધી ભગવાન શંકરની પ્રાપ્તિ માટે તપ કર્યું જેને આજે માતા પર્ણખંડેશ્વરીના નામથી ઓળખવામાં આવે છે.

तदारभ्य महत्पुण्यं बभूव वरवर्णिनि।

पर्णखण्डाशना देवी जाता दैवतपूजिता।।

(સ્કંદપુરાણ, કેદારખંડ, અધ્યાય 58, શ્લોક 37)

તપસ્યાના પહેલા ચરણમાં માતા પાર્વતીએ પાન ખાઇને તપ કર્યું. એટલે તેમનું એક નામ પર્ણખંડેશ્વરી પડ્યું. તપસ્યાના છેલ્લાં ચરણમાં દેવી પાર્વતીએ પાનને આહાર સ્વરૂપમાં લેવાનું પણ બંધ કરી દીધું, ત્યારે દેવીનું નામ અર્પણા પડ્યું છે. તે સમયથી દેવી પાર્વતીની આ સ્થાન ઉપર પર્ણખંડેશ્વરીના સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો