8 નવેમ્બર 2022ના રોજ કારતક પૂનમ અને દેવ દિવાળી છે. સાથે જ આ દિવસે ચંદ્ર ગ્રહણ થશે. આ ગ્રહણ ભારતમાં જોવા મળશે, આ કારણે તેનું સૂતક પણ રહેશે. ચંદ્ર ગ્રહણનું સૂતક 9 કલાક પહેલાં શરૂ થઈ જાય છે. ગ્રહણની શરૂઆત ભારતીય સમય પ્રમાણે બપોર 2.41 કલાકે થશે. સાંજે 6.20 વાગ્યા સુધી ગ્રહણ રહેશે. ગ્રહણ સમયે દાન-પુણ્ય કરવું જોઈએ અને પોતાના આરાધ્ય દેવના મંત્રનો જાપ કરવો જોઈએ.
આ ગ્રહણ અમેરિકામાં પૂર્ણ ચંદ્રગ્રહણ તરીકે જોવા મળશે. ભારતના થોડા ભાગમાં પૂર્ણ અને થોડાં ભાગમાં આંશિક ચંદ્ર ગ્રહણ જોવા મળશે. ચંદ્ર ઉદયનો સમય જગ્યા પ્રમાણે અલગ-અલગ રહે છે. આ ગ્રહણ ચંદ્ર ઉદય સાથે જ દેખાશે. ગ્રહણની શરૂઆત ભારતમાં બપોરથી થશે, તે સમયે અહીં ચંદ્ર દેખાશે નહીં, પરંતુ જેમ-જેમ સાંજ થશે, સૂર્ય અસ્ત થશે અને ચંદ્ર ઉદય સાથે જ ગ્રહણ જોવા મળશે.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ભારતમાં ચંદ્ર ગ્રહણ ચંદ્રના ઉદય સાથે સાંજે 5.20 વાગ્યાથી જોવા મળશે. આ ચંદ્ર ગ્રહણ મેષ રાશિમાં થશે. ગ્રહણનું સૂતક ગ્રહણના 9 કલાક પહેલાં એટલે સવારે 8.20 વાગ્યાથી શરૂ થશે. સૂતક સાંજે 6.20 વાગે પૂર્ણ થઈ જશે. વિવિધ ક્ષેત્રોમાં ચંદ્ર ઉદયનો સમય અલગ-અલગ રહે છે, આ કારણે ગ્રહણના સૂતકનો સમય પણ વિવિધ રહેશે.
દિવાળીએ સૂર્યગ્રહણ થયું હતું
ચંદ્ર ગ્રહણ પહેલાં દિવાળીના બીજા દિવસે એટલે 25 ઓક્ટોબરે સૂર્ય ગ્રહણ થઈ ગયું છે. આ ગ્રહણ પણ ભારતમાં જોવા મળ્યું હતું. આ પ્રકારે બે ગ્રહણ એકસાથે ભારતમાં દેખાવાથી તેની અસર ઊંડી થશે. આચાર્ય વરાહમિહિરની બૃહત્સંહિતા પ્રમાણે જ્યારે એકસાથે બે ગ્રહણ થાય છે અને બંને એક દેશમાં જોવા મળે છે ત્યારે સેનાની હલચલમાં વધારો થાય છે. જ્યાં-જ્યાં બંને ગ્રહણ દેખાય છે, ત્યાં સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
મેષ રાશિમાં ચંદ્ર ગ્રહણ લાગશે
આ ગ્રહણ મેષ રાશિમાં થશે. જ્યાં આ ગ્રહણ જોવા મળે છે, ત્યાં તેની માન્યતા રહે છે. આ ગ્રહણનું સૂતક, સ્નાન-દાન ભારતમાં માન્ય રહેશે. બૃહત્સંહિતા રાહુચારાધ્યાયમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે જ્યારે મેષ રાશિમાં ચંદ્ર ગ્રહણ થાય છે, ત્યારે મોટાભાગના લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ ગ્રહણ સમયે બુધ-શુક્રની દૃષ્ટિ ચંદ્ર ઉપર રહેશે. ઘી, મધ, તેલની કિંમત વધી શકે છે. સરકારને પરેશાનીનો સામનો કરવો પડે છે. શુક્ર ગ્રહના કારણે ઘર-પરિવારમાં ક્લેશ થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.