16 મે ચંદ્રગ્રહણ થશે:ભારતમાં ચંદ્રગ્રહણ જોવા મળશે નહીં અને સૂતક પણ લાગશે નહીં, વૈશાખ પૂનમના દિવસે દાન-પુણ્ય કરો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવાર, 16 મે 2022ના રોજ ચંદ્રગ્રહણ થશે. આ દિવસે વૈશાખ મહિનાની પૂનમ છે. આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં, જેના કારણે ગ્રહણનું સૂતક પણ લાગશે નહીં. વૈશાખ પૂનમને લગતા સામાન્ય પૂજન-કર્મ અને અન્ય સામાન્ય પૂજા-પાઠ માટે કોઈ વિઘ્ન રહેશે નહીં.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ભારતીય સમયાનુસાર ગ્રહણની શરૂઆત સવારે 7.58 કલાકે થશે અને ગ્રહણ 11.25 કલાકે પૂર્ણ થશે. આ ગ્રહણ કેનેડા, ન્યૂઝીલેન્ડના થોડા વિસ્તારમાં, જર્મનીમાં દેખાશે. 30 એપ્રિલના રોજ વૈશાખ અમાસના દિવસે સૂર્યગ્રહણ થયું હતું, આ ગ્રહણ પણ ભારતમાં દેખાયું ન હતું.

આચાર્ય વરાહમિહિરની બૃહત્સંહિતામાં લખવામાં આવ્યું છે કે જ્યારે એક જ મહિનામાં બે ગ્રહણ થાય છે ત્યારે સૈન્ય હલચલ વધે છે અને કોઈ દેશમાં સરકાર બદલાય તેવી શક્યતાઓ વધી જાય છે.

આ ગ્રહણ વૃશ્ચિક રાશિમાં થઇ રહ્યું છે. ગ્રહણ જ્યાં દેખાશે, ત્યાં જ તેની ધાર્મિક માન્યતાઓ માન્ય રહેશે. ભારતમાં ગ્રહણનું કોઈ સૂતક લાગશે નહીં અને ભારત દેશમાં રહેતાં વૃશ્ચિક રાશિના લોકો ઉપર આ ગ્રહણની કોઈ અસર થશે નહીં.

વૈશાખ પૂનમના દિવસે પુણ્ય કર્મ કેવી રીતે કરશો

  • ભારતમાં ગ્રહણ દેખાશે નહીં જેથી અહીં ગ્રહણને લગતા કોઈ નિયમ માન્ય રહેશે નહીં. આ કારણે વૈશાખ પૂનમને લગતા બધા પુણ્ય કર્મોમાં કોઈપણ પ્રકારના કોઇ વિઘ્ન રહેશે નહીં. પૂનમના દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવાનું ખાસ મહત્ત્વ છે. કોઈ તીર્થ ક્ષેત્રના મંદિરોના દર્શન કરો. દાન-પુણ્ય કરો.
  • પૂર્ણિમાએ ભગવાન સત્યનારાયણની કથા કરવાની પરંપરા છે. સાથે જ, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનો અભિષેક કરો. ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો.
  • સોમવારે પૂર્ણિમા હોવાથી આ દિવસે શિવલિંગ ઉપર જળ, દૂધ અને ફરીથી જળ ચઢાવીને અભિષેક કરવો જોઈએ. ધૂપ-દીપ પ્રગટાવો. ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરીને પૂજા કરો.
અન્ય સમાચારો પણ છે...