મંગળવારે આખો દિવસ ચંદ્રગ્રહણનું સૂતક રહેશે:સૂર્યને જળ ચઢાવવું નહીં અને પૂજા કરવી નહીં, ગ્રહણ પછી દેવ દિવાળીનું દીપદાન કરી શકાય છે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

8 નવેમ્બર(મંગળવાર)ના રોજ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ થશે. ભારતની પૂર્વ દિશાના શહેરોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ અને બાકી શહેરોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. ગ્રહણની શરૂઆત બપોરે 2.38 કલાકે થશે અને સાંજે 4.23થી ઈટાનગરમાં ચંદ્રોદય સાથે જ ગ્રહણ જોવા મળશે. ગ્રહણ 6.19 કલાકે પૂર્ણ થશે.

6.19 વાગ્યા પછી ઉપછાયા ચંદ્રગ્રહણ શરૂ થશે જે 7.26 સુધી રહેશે. ઉપછાયા ગ્રહણની ધાર્મિક માન્યતા હોતી નથી. ગ્રહણના કારણે દેવ દિવાળી અને કારતક પૂનમને લગતા શુભ કાર્યો માટે થોડી ખાસ વાતો ધ્યાન રાખવી જોઈએ.

દેવ દિવાળીએ દીપદાન કઈ રીતે કરશો, ગ્રહણના દિવસે કઈ-કઈ સાવધાની રાખવી, ચંદ્રગ્રહણ પછી ઘરમાં શુદ્ધિકરણ કઈ રીતે કરવું, ખાનપાનની સામગ્રીને લઈને કઈ વાતોનું ધ્યાન રાખવું પડશે આ દરેક બાબતો આ લેખમાં જાણો....

ઉજ્જૈનની જીવાજી વૈદ્યશાળાના અધીક્ષક ડો. રાજેન્દ્ર ગુપ્તના જણાવ્યા પ્રમાણે ચંદ્રગ્રહણ ભારતમાં બપોરે 2.38 વાગે શરૂ થશે. દેશના પૂર્વ ભાગ કોલકાતા, કોહિમા, પટના, પુરી, રાંચી, ઈટાનગરની આસપાસના શહેરોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ અને અન્ય વિસ્તારોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. જ્યાં પૂર્ણ ગ્રહણ રહેશે, ત્યાં ચંદ્ર લાલ જોવા મળશે.

ચંદ્રગ્રહણનું સૂતક ક્યારથી લાગશે?
સૂતક અંગે ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણ શરૂ થવાના નવ કલાક પહેલાં સવારે 5.38 કલાકે શરૂ થઈ જશે.

દેવ દિવાળી અને કારતક પૂનમ સાથે જોડાયેલાં શુભ કામ ક્યારે કરશો?
કારતક પૂનમ 7 નવેમ્બરે સાંજે લગભગ 4.40 વાગે શરૂ થશે, જે બીજા દિવસે એટલે 8 તારીખે સાંજ સુધી રહેશે. આ કારણે બે દિવસ દેવ દિવાળી છે. 7 નવેમ્બરે સાંજે દીપદાન કરી શકો છો. જો 8 નવેમ્બરે દીપદાન કરવાનું ઇચ્છો છો તો ગ્રહણ પૂર્ણ થવાની રાહ જુઓ. 6.19 કલાકે ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરો અને પછી દીપદાન કરો. દાન-પુણ્ય બંને દિવસ કરી શકો છો. ભગવાન સત્યનારાયણની કથા કરવા ઇચ્છો છો તો 7 નવેમ્બરે કરી શકો છો.

દીપદાન કેવી રીતે કરશો?
મોટાભાગે દીપદાન નદી કિનારે કરવામાં આવે છે. થોડાં લોકો દીપ પ્રગટાવીને નદીમાં પ્રવાહિત પણ કરે છે. તેને જ દીપદાન કહેવામાં આવે છે. દીપદાન કરતાં પહેલાં દીવાની પૂજા કરવી જોઈએ અને પછી નદી કિનારે રાખો. જો ઘરમાં દીપદાન કરવા ઇચ્છો છો તો દીવો પ્રગટાવવો, પૂજા કરો અને ઘરના ફળિયામાં રાખો.

ચંદ્રગ્રહણ કેવી રીતે જોઈ શકશો?
વૈદ્યશાળા અધીક્ષક ડો. રાજેન્દ્ર ગુપ્તના જણાવ્યા પ્રમાણે ચંદ્રગ્રહણ નરી આંખે જોવું નહીં. જો વધારે નજીકથી ગ્રહણ જોવા ઇચ્છો છો તો ટેલિસ્કોપ, બાયનોક્યુલરથી જોઈ શકો છો.

ચંદ્રગ્રહણ સમયે કેવા લોકોએ સાવધાની રાખવી જોઈએ?
જે લોકો બીમાર છે, વડીલ છે, નાના બાળકો અને ગર્ભવતી મહિલાઓએ ગ્રહણ સમયે ઘરમાં રહેવું જોઈએ. આ લોકોએ પોતાની જરૂરિયાત પ્રમાણે ભોજન કરવું જોઈએ, પાણી પી શકે છે. જો ગર્ભવતી મહિલાઓ ગ્રહણ સમયે બહાર જાય તો ગર્ભમાં ઉછરી રહેલાં બાળકની કુંડળીમાં ચંદ્ર-સૂર્ય અને રાહુ-કેતુને લગતા દોષ આવવાની શક્યતા રહે છે. આ કારણે શાસ્ત્રોમાં ગર્ભવતી સ્ત્રીઓને ગ્રહણ સમયે ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવે છે.