વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પૂરું થઈ ગયું છે. ભારતમાં તેની અસર મંગળવારે સાંજે 4.23 વાગ્યે શરૂ થઈ હતી અને સાંજે 6.19 વાગ્યે પૂરી થઈ હતી એટલે કે ગ્રહણની અસર માત્ર 1 કલાક 56 મિનિટ હતી. આ સાથે જ હવે દેશભરના મંદિરોનાં દરવાજા ખુલશે અને વિધિવત આરતી અને પૂજા-અર્ચના શરૂ થશે.
અરૂણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગરમાં સંપૂર્ણ ગ્રહણ સાથે પ્રથમ વખત ચંદ્રોદય જોવા મળ્યું. દિલ્હીમાં સાંજે 5.28 વાગ્યે ચંદ્રગ્રહણ શરૂ થયું હતું. આંશિક ચંદ્રગ્રહણ 6.01થી મુંબઇમાં શરૂ થયું અને 6.19 વાગ્યે સમાપ્ત થયું. આવતાં વર્ષે 2023માં કુલ ચાર ગ્રહણ લાગશે. ત્યાં બે સૂર્ય અને બે ચંદ્રગ્રહણ હશે, પરંતુ દેશમાં માત્ર એક આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. તેથી, આજે ચંદ્રગ્રહણ જોવાની તક ચૂકશો નહીં.
ફોટોઝમાં જુઓ ભારતમાં ચંદ્રગ્રહણનો નજારો...
ઉજ્જૈનની જીવાજી વૈદ્યશાળાના અધીક્ષક ડો. રાજેન્દ્ર ગુપ્તના જણાવ્યા પ્રમાણે દેશના પૂર્વ ભાગ કોલકાતા, કોહિમા, પટના, પુરી, રાંચી, ઈટાનગરની આસપાસના શહેરોમાં પૂર્ણ ચંદ્રગ્રહણ અને અન્ય વિસ્તારોમાં આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. www.timeanddate.com વેબસાઇટના અહેવાલ પ્રમાણે ન્યૂયોર્કમાં 8 નવેમ્બરે ત્યાંના સમય પ્રમાણે રાતે 3.02 વાગ્યાથી ગ્રહણ શરૂ થશે, સવારે 5.16 વાગે પૂર્ણ ગ્રહણ દેખાશે અને સવારે 6.41 વાગે ચંદ્ર ગ્રહણ સાથે જ અસ્ત થઈ જશે. આ સમયે ભારતમાં બપોરના 4.11 વાગ્યા હશે. તે પછી ભારતમાં ચંદ્રોદય સાથે જ ગ્રહણ દેખાવાનું શરૂ થઈ જશે.
પેસિફિક વિસ્તારમાં ભારતીય સમય પ્રમાણે બપોરે 1.31 કલાકથી ઉપછાયા ચંદ્રગ્રહણ શરૂ થશે, તે પછી 2.38 વાગ્યાથી આંશિક ગ્રહણની શરૂઆત થશે. 3.46 વાગ્યાથી 5.11 વાગ્યા સુધી પૂર્ણ ગ્રહણ જોવા મળશે. 6.19 કલાકે આંશિક ગ્રહણ પૂર્ણ થશે. તે પછી 7.26 વાગ્યા સુધી ઉપછાયા ચંદ્રગ્રહણ પૂર્ણ થશે. પેસિફિકમાં 5 કલાક 54 મિનિટ અને અમેરિકામાં 3 કલાક 39 મિનિટનું ગ્રહણ રહેશે.
ગ્રહણનું સૂતક શરૂ, મંદિરમાં પૂજા થશે નહીં
ગ્રહણનું સૂતક સવારે 5.38 વાગ્યાથી શરૂ થઈ ગયું છે. ચંદ્ર અને સૂર્યગ્રહણના 9 કલાક પહેલં તેનું સૂતક શરૂ થઈ જાય છે. આ દરમિયાન કોઈ ધાર્મિક કાર્ય કરવામાં આવતું નથી. મંદિરોમાં પૂજા થતી નથી. ઘરમાં પૂજા-પાઠ કરવામાં આવતાં નથી. ભોજનની સામગ્રીમાં તુલસી પાન રાખવામાં આવે છે. તેની પાછળ વૈજ્ઞાનિક કારણ એ છે કે સૂર્ય કે ચંદ્રગ્રહણ પહેલાં જ તેના અલ્ટ્રાવાયોલેટ કિરણો વધારે માત્રામાં પડે છે અને તે આપણાં ભોજનની સામગ્રીઓ ઉપર અસર કરી શકે છે.
ભારતમાં હવે 28 ઓક્ટોબર 2023ના રોજ ચંદ્રગ્રહણ જોવા મળશે
આવતા વર્ષે 20 એપ્રિલના રોજ સૂર્યગ્રહણ થશે. 5 મે 2023ના રોજ ઉપછાયા ચંદ્રગ્રહણ થશે, તેની ધાર્મિક માન્યતા નથી. 14 ઓક્ટોબરે સૂર્યગ્રહણ થશે. આ ત્રણેય ગ્રહણ ભારતમાં જોવા મળશે નહીં. 28 ઓક્ટોબરે આંશિક ચંદ્રગ્રહણ રહેશે. જે દેશમાં દેખાશે.
2040માં ફરી દિવાળી અને દેવ દિવાળીએ ગ્રહણ થશે
પુરીના જ્યોતિષાચાર્ય ડો. ગણેશ મિશ્રના જણાવ્યા પ્રમાણે 2022 પહેલાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણનો આવો યોગ 2012 અને તેના પહેલાં 1994માં બન્યો હતો. 2012માં 13 નવેમ્બરે દિવાળીએ સૂર્ય ગ્રહણ અને 28 નવેમ્બરે દેવ દિવાળીએ ચંદ્રગ્રહણ થયું હતું. 1994માં 3 નવેમ્બરના રોજ દિવાળીએ સૂર્યગ્રહણ અને 18 નવેમ્બરે દેવ દિવાળીએ ચંદ્રગ્રહણનો યોગ બન્યો હતો. હવે આવો સંયોગ 18 વર્ષ પછી બનશે. 2040માં 4 નવેમ્બરે દિવાળીએ આંશિક સૂર્યગ્રહણ (ભારતમાં દેખાશે નહીં) અને 18 નવેમ્બરે દેવ દિવાળીએ પૂર્ણ ચંદ્રગ્રહણ થશે, આ ગ્રહણ ભારતમાં દેખાશે.
ગ્રહણ પૂર્ણ થાય ત્યાં સુધી દાન-પુણ્ય અને મંત્ર જાપ કરી શકો છો
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે સૂતક અને ગ્રહણ સમયે પૂજા-પાઠ કરી શકશો નહીં, પરંતુ મંત્ર જાપ અને દાન-પુણ્ય કરવું જોઈએ.
ગ્રહણ પૂર્ણ થયા પછી કારતક પૂનમનું દીપદાન
કારતક પૂર્ણિમાનું દીપદાન કરવા ઇચ્છો છો તો ગ્રહણ પૂર્ણ થવાની રાહ જુઓ. ગ્રહણ પૂર્ણ થયા પછી સ્નાન કરો, ઘરમાં ગૌમૂત્ર કે ગંગાજળ છાંટવું. તે પછી દીપદાન કરો.
દીપદાન કેવી રીતે કરશો?
મોટાભાગે દીપદાન નદી કિનારે કરવામાં આવે છે. થોડાં લોકો દીપ પ્રગટાવીને નદીમાં પ્રવાહિત પણ કરે છે. તેને જ દીપદાન કહેવામાં આવે છે. દીપદાન કરતાં પહેલાં દીવાની પૂજા કરવી જોઈએ અને પછી નદી કિનારે રાખો. જો ઘરમાં દીપદાન કરવા ઇચ્છો છો તો દીવો પ્રગટાવવો, પૂજા કરો અને ઘરના ફળિયામાં રાખો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.