તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Lord Vishnu Blessed Purushottam Month, In This Month Those Who Will Do Pooja paath, Japa And Meditation Will Get Peace Of Mind

18 સપ્ટેમ્બરથી અધિકમાસ:ભગવાન વિષ્ણુએ પુરૂષોત્તમ મહિનાને વરદાન આપ્યું હતું, આ મહિનામાં જેઓ પૂજા-પાઠ, જાપ અને ધ્યાન કરશે, તેમને માનસિક શાંતિ મળશે

5 દિવસ પહેલા
  • અધિકમાસમાં લગ્નના મુહૂર્ત હોતા નથી, પરંતુ લગ્નની તારીખ નક્કી કરી શકાય છે

પિતૃપક્ષ પછી 18 સપ્ટેમ્બરથી આસો મહિનાનો અધિકમાસ શરૂ થઇ રહ્યો છે. આ મહિનાના કારણે પિતૃ પક્ષ પછી નવરાત્રિ શરૂ થશે નહીં. અધિકમાસને અધિમાસ, મળમાસ, પુરૂષોત્તમ માસ કહેવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યાં પ્રમાણે દર ત્રણ વર્ષમાં એકવાર અધિકમાસ આવે છે.

અધિકમાસના કારણે ઋતુ અને તહેવારો વચ્ચે તાલમેલ જળવાયેલો રહે છે. હિંદુ ધર્મમાં તહેવારોની વ્યવસ્થા પણ ઋતુઓના આધારે બનાવવામાં આવી છે. શ્રાવણ મહિનો વર્ષા ઋતુમાં આવે છે. દિવાળી ઠંડીની ઋતુની શરૂઆતમાં આવે છે. મકર સંક્રાંતિ ઠંડીના છેલ્લાં દિવસોમાં આવે છે. ઋતુઓના સંધિકાળમાં એક વર્ષમાં ચાર વાર નવરાત્રિ આવે છે. અધિકમાસના કારણે જે તહેવાર જે ઋતુમાં આવવો જોઇએ, તે ઋતુમાં આવે છે.

ભગવાન વિષ્ણુએ અધિકમાસને વરદાન આપ્યું છેઃ-
ભગવાન વિષ્ણુએ મળમાસને પોતાનું નામ પુરૂષોત્તમ આપ્યું છે. સાથે જ, વિષ્ણુજીએ આ મહિનાને વરદાન આપ્યું છે કે, જેઓ આ મહિનામાં ભાગવત કથા સાંભળશે કે વાંચશે, ધ્યાન કરશે, મંત્રજાપ, પૂજા-પાટ કરશે, શિવ પૂજન, ધાર્મિક અનુષ્ઠાન, દાન અને પવિત્ર નદીઓમાં સ્નાન કરશે, તેને અક્ષય પુણ્ય પ્રાપ્ત થશે. આ મહિનામાં કરેલાં ધર્મ-કર્મથી માનસિક અશાંતિ દૂર થઇ શકે છે. વિચારોની પવિત્રતા વધે છે અને મન શાંત રહે છે.

અધિકમાસમાં કયા કામ કરવાથી બચવું જોઇએઃ-
આ મહિનામાં લગ્ન માટે મુહૂર્ત હોતા નથી. પરંતુ લગ્નની તારીખ નક્કી કરી શકાય છે. નવા ઘરમાં પ્રવેશ કરવાના મુહૂર્ત હોતા નથી. પરંતુ ઘરનું બુકિંગ કરી શકાય છે. ઘર માટે જરૂરી સામાન ખરીદી શકાય છે. નવા વસ્ત્ર, આભૂષણ, ઇલેક્ટ્રોનિક્સ જેવી જરૂરી વસ્તુઓ પણ આ મહિનામાં ખરીદી શકાય છે. મળમાસમાં નામકરણ સંસ્કાર અને જનોઈ સંસ્કાર કરી શકાતાં નથી.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો