ભગવાન વિષ્ણુના દશાવતારોમાથી ચોથો અવતાર ભગવાન નૃસિંહને માનવામાં આવે છે જેમણે પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા માટે હિરણ્યકશ્યપને મારવા માટે પૃથ્વી ઉપર આ સ્વરૂપમા અવતાર લીધો હતો. માન્યતા છે કે વૈશાખ મહિનાના સુદ પક્ષની ચૌદશના રોજ શ્રીનૃસિંહ ભગવાન થાંભલાને ફાડીને પ્રકટ થયા હતાં. હિંદુ પંચાંગ પ્રમાણે નરસિંહ જયંતી દર વર્ષે વૈશાખ મહિનાની ચૌદશ તિથિએ ઊજવવામાં આવે છે. એટલે આ તિથિ આ વખતે 25 મે ગુરુવારના રોજ છે.
પ્રદોષ વ્યાપી વ્રતઃ-
આ દિવસે પ્રદોષ વ્યાપી વ્રત કરવું જોઈએ. એટલે જે દિવસે તેરસ અને ચૌદશ સાથે હોય. દરેક પ્રકારના લોકો આ વ્રત કરી શકે છે. આ દિવસે વ્રત કે ઉપવાસ રાખીને બપોરે વૈદિક મંત્રોથી ભગવાન વિષ્ણુના નૃસિંહ અવતારની પૂજા કરવી જોઈએ. તે પછી ભગવાન નૃસિંહનું ધ્યાન કરીને પૂજા સ્થાને ગોબરથી લેપ કરવો જોઈએ. તે પછી એક તાંબાના કળશમાં રત્ન રાખીને તેના ઉપર અષ્ટદળ કમળ બનાવો. નૃસિંહ ભગવાનની મૂર્તિને પંચામૃતથી સ્નાન કરાવીને તેના ઉપર સ્થાપિત કરો અને વિધિ વિધાન દ્વારા પૂજા કરો. તે પછી થોડી વસ્તુઓનું દાન કરી શકાય છે. જેમા ગૌદાન, તલ, સોનુ કે વસ્ત્રનું દાન કરવું જોઈએ. અનેક જગ્યાએ ભગવાન નૃસિંહની કથા પણ કરવામાં આવે છે.
નૃસિંહ મંદિર ઉત્તરાખંડમાં આવેલું છેઃ-
નૃસિંહમંદિર ભગવાન નૃસિંહને સમર્પિત છે જે ભગવાન વિષ્ણુના ચોથા અવતાર હતાં. આ મંદિર ઉત્તરાખંડના ચામોલી જિલ્લાના જોશીમઠમાં છે અને ધાર્મિક આસ્થાના મુખ્ય કેન્દ્રોમાંથી એક છે. સપ્ત બદ્રીમાથી એક હોવાના કારણે આ મંદિરને નારસિંઘ બદ્રી કે નરસિમ્બા બદ્રી પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે ઠંડીના દિવસોમાં સંત શ્રીબદ્રીનાથ આ મંદિરમાં રહેતા હતાં. આ મંદિરમાં સ્થાપિત ભગવાન નૃસિંહની મૂર્તિ દિવસેને દિવસે નાની થતી જઈ રહી છે. મૂર્તિનો ડાબો હાથ પાતળો છે અને દરરોજ પાતળો જ થતો જાય છે. માન્યતા પ્રમાણે જે દિવસે હાથ એકદમ પાતળો થઈને મૂર્તિથી અલગ થઈ જશે, તે દિવસે બદ્રીનાથ જવાનો રસ્તો હંમેશાં માટે બંધ થઈ જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.