આજે દેવપોઢી એકાદશી:આજથી ભગવાન વિષ્ણુ આરામ કરશે અને ચાતુર્માસ શરૂ થશે, આ દિવસોમાં પૂજાપાઠ સાથે જ ગ્રંથોનો પાઠ કરવો

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

રવિવાર, 10 જુલાઈએ દેવશયની એકાદશી છે અને આ દિવસથી કારતક મહિનાના સુદ પક્ષની એકાદશી સુધી ભગવાન વિષ્ણુ આરામ કરે છે. વિષ્ણુજીના આરામ સમયમાં શિવજી સૃષ્ટિનું સંચાલન કરે છે. આ સમયે ચાતુર્માસ કહેવામાં આવે છે અને આ દિવસોમાં લગ્ન, ગૃહ પ્રવેશ, મુંડન જેવા શુભ કાર્યો માટે મુહૂર્ત રહેશે નહીં. ચાતુર્માસમાં પૂજાપાઠ સાથે જ ગ્રંથોનો પાઠ ચોક્કસ કરવો જોઈએ.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે ચાતુર્માસમાં વરસાદનો સમય રહે છે. વરસાદના કારણે સિઝનલ બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. એટલે આ દિવસોમાં ખાનપાનનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. લીલા શાકભાજી અંગે ખાસ સાવધાની રાખો. પાનવાળા શાકભાજીમાં જીવડા પડી જાય છે, જેના કારણે આપણું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

ચાતુર્માસમાં એવી વસ્તુ ખાવાથી બચવું જોઈએ, જેને સરળતાથી પચાવી શકાય નહીં. વરસાદના કારણે તડકો પડતો નથી અને તડકા વિના આપણું પાચન તંત્ર સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી શકતું નથી. આ કારણે વરસાદના દિવસોમાં એવી વસ્તુ ખાવી જોઈએ, જેને આપણે સરળતાથી પચાવી શકીએ છીએ. પીવાનું પાણી ઉકાળીને પીશો તો વધારે સારું રહેશે.

વિષ્ણુજીના આરામ સમયમાં શિવજી સૃષ્ટિનું સંચાલન કરે છે. આ સમયે ચાતુર્માસ કહેવામાં આવે છે
વિષ્ણુજીના આરામ સમયમાં શિવજી સૃષ્ટિનું સંચાલન કરે છે. આ સમયે ચાતુર્માસ કહેવામાં આવે છે

ચાતુર્માસ સાથે જોડાયેલી માન્યતાઓ
જૂના સમયમાં ચાતુર્માસના દિવસોમાં વરસાદના કારણે કોઈ સ્થાને અવર-જવર કે યાત્રા કરવી સરળ રહેતી નથી. તે સમયે રસ્તાઓ હતા નહીં. નદીઓ ઉપર પુલ હતા નહીં. એવી સ્થિતિમાં ચાતુર્માસના દિવસોમાં સંત-મહાત્મા અને અન્ય લોકો યાત્રા કરતા નથી. સંત-મહાત્મા કોઈ એક સુરક્ષિત સ્થાને રહેતા હતા અને ત્યાં પૂજા-પાઠ, જાપ-ધ્યાન વગેરે કરતા હતાં. આ પરંપરાનું પાલન આજે પણ અનેક સંત કરે છે.

દેવશયની એકાદશીએ કેવા-કેવા શુભ કામ કરવા જોઈએ
આ એકાદશીએ ભગવાન વિષ્ણુની ખાસ પૂજા કરો. ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. ભગવાનને પીળા ચમકીલા વસ્ત્ર અર્પણ કરો. પ્રતિકાત્મક રીતે ભગવાન વિષ્ણુને આરામ કરાવો. કોઈ મંદિરમાં ધન અને પૂજા સામગ્રી ભેટ કરો. ગૌશાળામાં ગાયની દેખભાળ માટે ધનનું દાન કરો.