• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Lord Shiva Is The First Guru Of The World, Monday Is The Day Of Worship Of Shankar, Every Form Of Him Tells A Special Formula To Live Life.

ભગવાન શિવજીનું મેનેજમેન્ટ:દુનિયાના પહેલાં ગુરુ શિવજી છે, તેમના દરેક સ્વરૂપ જીવન જીવવાનું ખાસ સૂત્ર જણાવે છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભગવાન શિવના 8 સ્વરૂપોથી જીવન જીવવાની યોગ્ય રીત શું છે તે જાણી શકાય છે

શ્રાવણ મહિનો ભગવાન શંકરની આરાધનાનો સમયગાળો છે. હવે શ્રાવણ મહિનાના થોડાં દિવસ જ બાકી રહ્યા છે. શિવજીને જ સૃષ્ટિ પહેલાં ગુરુ માનવામાં આવે છે. દેવગુરુ બૃહસ્પતિ અને દૈત્ય ગુરુ શુક્રાચાર્ય બંનેના જ ગુરુ ભગવાન શિવ છે. શિવજીના અનેક સ્વરૂપ છે અને દરેક સ્વરૂપ પૂર્ણ છે. શિવજીને પ્રથમ અઘોર પણ કહેવામાં આવે છે. અઘોરનો અર્થ છે જે ઘોર નથી, એટલે જે કોઇમાં ભેદભાવ કરતાં નથી. જેઓ કોઇ સાથે અસમાન વ્યવહાર કરતાં નથી, જેમના માટે બધા જ સમાન છે, જેઓ સારા-ખરાબ ભાવોથી મુક્ત છે.

શિવ સંસારમાં વ્યક્તિએ અઘોર રહેવું જોઇએ. ત્યારે જ મોક્ષ સંભવ છે. ઘોર અથવા ભેદભાવ, સારું-ખરાબ, મારું-તારુંનો ભાવ આવતાં જ મોક્ષના માર્ગથી ભટકી જાય છે. શિવજીના દરેક સ્વરૂપથી કોઇનો કોઇ બોધપાઠ જીવનમાં ઉતારી શકાય છે. સંસારને જ્ઞાનનું પહેલું કિરણ જણાવનાર ભગવાન મહાકાળે પોતાને દુનિયામાં રહીને દુનિયાથી અલગ રહેવાનું શીખવ્યું છે.

આજે જગતગુરુ શિવજીના સ્વરૂપોથી શીખો જીવન કેવી રીતે જીવવું જોઇએ....

અન્ય સમાચારો પણ છે...