આજે માગશર મહિનાના સુદ પક્ષની છઠ્ઠ છે. જેને ચંપા અને સ્કંદ ષષ્ઠી પણ કહેવામાં આવે છે. આ દિવસે કાર્તિકેય સ્વામીની ખાસ પૂજા કરવાની પરંપરા છે. કાર્તિકેય સ્વામીનો જન્મ શિવજી અને પાર્વતીજીથી દૂર સરકંડાના એક વનમાં થયો હતો.
કાર્તિકેય સ્વામીના જન્મ સાથે જોડાયેલો કિસ્સો છે. એકવાર એવું થયું કે શિવજીના અંશને અગ્નિ, પર્વત, ઋષિમુનિઓની પત્નીઓ અને ગંગા સંભાળી શકતી નહોતી.
શિવાંશનું તેજ એટલું વધારે હતું કે કોઈપણ તેને સંભાળી શક્યા નહીં, ત્યારે ગંગાજીએ તે અંશને સરકંડેના એક વનમાં ત્યાગી દીધું. છ મુખ ધરાવતા તે બાળકનું પાલન કૃતિકાઓએ કર્યું હતું, આ કારણે તે બાળકનું નામ કાર્તિકેય પડ્યું.
જંગલમાં ધીમે-ધીમે તે બાળક મોટું થવા લાગ્યું. કૃતિકાઓ તે બાળકનું ધ્યાન રાખતી હતી. એક દિવસ શિવ-પાર્વતી પોતાના આવનાર બાળક અંગે વાતો કરી રહ્યા હતાં, ત્યારે તેમને જાણકારી મળી કે તેમના અંશથી જે સંતાન પેદા થયું છે, જેને જંગલમાં કૃતિકાઓ ઉછેરી રહી છે. તેનું નામ કાર્તિકેય રાખવામાં આવ્યું છે, તે ખૂબ જ વીર છે.
સંતાનની જાણકારી મળતાં જ શિવજીએ પોતાના દૂત વીરભદ્ર, વિશાલાક્ષ, શંભુકર્ણ, નંદીશ્વર, ગૌકર્ણાસ્ય, દધીમુખને બોલાવ્યાં. શિવજીએ બધા દૂતને કહ્યું, તમે તે સરકંડા વનમાં જાવ, ત્યાં એક બાળક છે જે પોતાની વીરતાનું પ્રદર્શન કરી રહ્યો છે, તે અમારો અંશ, અમારો પુત્ર છે, તેને સન્માન સાથે અહીં લઈને આવો.
શિવજીના દૂત તે વનમાં પહોંચ્યા અને કાર્તિકેય અને કૃતિકાઓને સન્માન સાથે શિવજી સામે લાવવામાં આવ્યાં. તે બાળકને જોઈને કૈલાશ પર્વત ઉપર આનંદ છવાઈ ગયો. શિવજી અને પાર્વતી પોતાના સિંહાસન ઉપરથી ઉતર્યા અને તે બાળકને ગળે લગાવ્યો અને તેને જણાવ્યું કે તે તેમનો જ અંશ છે. તમે એટલાં વીર છો કે આજથી તમે દેવતાઓના સેનાપતિ છો. તે પછી કાર્તિકેય સ્વામીએ જ તારકાસુરને માર્યો હતો.
કારતક મહિનામાં તારકાસુરનો વધ થયો હતો
પૌરાણિક માન્યતાઓ પ્રમાણે આ મહિનામાં શિવપુત્ર કાર્તિકેયે દૈત્ય તારકાસુરનો વધ કર્યો હતો. કથા પ્રમાણે તારકાસુર, વજ્રાંગ દૈત્યનો પુત્ર અને અસુરોનો રાજા હતો. દેવતાઓને જીતવા માટે તેણે શિવજીની તપસ્યા કરી. તેણે અસુરો ઉપર આધિપત્ય અને શિવપુત્ર સિવાય અન્ય કોઈ તેને મારી શકે નહીં તેવું વરદાન મહાદેવ પાસે માગ્યું.
દેવતાઓએ બ્રહ્માજીને જણાવ્યું કે તારકાસુરનો અંત શિવપુત્ર દ્વારા જ થશે. દેવતાઓએ શિવ-પાર્વતીના લગ્ન કરાવ્યા અને તેના દ્વારા કાર્તિકેય(સ્કંદ)ની ઉત્પત્તિ થઈ. સ્કંદને દેવતાઓએ પોતાના સેનાપતિ બનાવ્યા અને યુદ્ધમાં તારકાસુર માર્યો ગયો. સ્કંદ પુરાણ પ્રમાણે શિવ પુત્ર કાર્તિકેયનો ઉછેર કૃતિકાઓએ કર્યો એટલે તેમનું નામ કાર્તિકેય પડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.