વૈશાખ મહિનામા ભગવાન વિષ્ણુના ત્રણ અવતારોનો પ્રાકટ્યોત્સવ ઊજવવામાં આવે છે. ભગવાન નૃસિંહ પ્રાકટ્યોત્સવ 25મે એટલે આજે અને કૂર્મ પ્રાકટ્યોત્સવ કાલે ઊજવવામાં આવશે. 26 મેના રોજ બુદ્ધ જયંતી સાથે પૂર્ણિમા પણ ઊજવવામાં આવશે. આ અવતારોના કારણે વૈશાખ સુદ પક્ષને ધાર્મિક દૃષ્ટિએ પણ વિશેષ શુભ માનવામા આવે છે. વૈશાખ પૂર્ણિમાએ સ્નાન-દાન અને પૂજા-પાઠથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે. આ વખતે આ પૂર્ણિમાએ ચંદ્રગ્રહણ પણ થશે. પરંતુ તેની અસર ભારત ઉપર થશે નહીં.
25 મે, મંગળવારઃ નૃસિંહ પ્રાકટ્ય દિવસઃ-
પદ્મ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે પ્રાચીન સમયમાં વૈશાખ મહિનાના સુદ પક્ષની ચૌદશ તિથિએ ભગવાન નૃસિંહ પ્રકટ થયાં હતાં. તે ભગવાન વિષ્ણુનો ચોથો અવતાર હતાં. કથા પ્રમાણે રાક્ષસ હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ ભગવાન વિષ્ણુનો ભક્ત હતો. એટલે હિરણ્યકશ્યપ પ્રહલાદ ઉપર અત્યાચાર કરતા હતાં અને અનેકવર તેને મારવાની કોશિશ પણ કરી હતી. ભગવાન વિષ્ણુએ પોતાના ભક્તને બચાવવા માટે એક થાંભલામાથી નૃસિંહ રૂપમા અવતાર લીધો હતો. તેમનું અડધું શરીર સિંહ અને અડધું શરીર મનુષ્યનું હતું. તે પછી ભગવાન નૃસિંહએ હિરણ્યકશ્યપને માર્યો હતો.
26 મે, બુધવારઃ કૂર્મ પ્રાકટ્ય દિવસ અને બુદ્ધ પૂર્ણિમાઃ-
કૂર્મ જયંતી 26 મેના રોજ ઊજવવામા આવશે. દેવતાઓ અને રાક્ષસોના સમુદ્ર મંથન સમયે ભગવાન વિષ્ણુએ કૂર્મ એટલે કાચબાનું સ્વરૂપ ધારણ કરીને મંદરાચલ પર્વતને પોતાની પીઠ ઉપર રાખ્યો હતો. ભગવાન વિષ્ણુએ કૂર્મ અવતાર લઇને સૃષ્ટિને આગળ વધારી હતી. તેમના એક હજાર માથા અને બે હજાર આંખ હતી. તેમણે પોતાની શક્તિથી સૃષ્ટિની રક્ષા કરી હતી. આ ભગવાન વિષ્ણુનો બીજો અવતાર હતો. 26 મેના રોજ બુદ્ધ જયંતી સાથે પૂર્ણિમાનો શુભ દિવસ પણ છે.
26 મે, બુધવારઃ બુદ્ધ પૂર્ણિમાઃ-
ભગવાન બુદ્ધને વિષ્ણુજીનો નવમો અવતાર માનવામાં આવે છે. ગૌતમ બુદ્ધનો જન્મ 2564 વર્ષ પહેલાં લુંબિનીમા થયો હતો. લુંબિની નેપાળમા છે. દર વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમાએ બુદ્ધ જયંતી ઊજવવામાં આવે છે. ભગવાન બુદ્ધે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી. તેમણે સમાજને હિંસાથી દૂર રહેવા સાથે અહિંસા અને કરૂણાનો સંદેશ આપ્યો હતો.
ખગોળીય ઘટનાઃ 26મેના રોજ આંશિક ચંદ્રગ્રહણઃ-
26 મેના રોજ આંશિક ચંદ્રગ્રહણની ખગોળીય ઘટના થશે. તેનું વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્ત્વ અલગ છે. ખગોળ શાસ્ત્રીઓ પ્રમાણે આ દિવસે ગ્રહણ પૂર્ણ થતી સમયે દેશના ઉત્તર-પૂર્વ રાજ્યોમાં થોડીવાર માટે જોવા મળી શકે છે. પરંતુ તેની અસર દેશની અન્ય જગ્યાઓએ પડશે નહીં. એટલે પૂર્ણિમા તિથિએ થતા સ્નાન-દાન અને પૂજાપાઠ દિવસભર કરી શકાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.