• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Lord Dhanvantari Facts In Gujarati, Dhanteras 2021, Samudra Manthan Story In Gujarati, Life Management Tips From Samudra Manthan

આજે ધનતેરસ:સમુદ્ર મંથનના અંતમાં અમૃત કળશ સાથે દેવ ધન્વંતરિ પ્રગટ થયા હતાં, આ મંથનનો બોધપાઠ અવગુણોથી દૂર રહેવું છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે મંગળવાર, 2 નવેમ્બરના રોજ ધનતેરસ છે, બુધવારે કાળી ચૌદશ અને ગુરુવારે દિવાળી ઉજવાશે. દિવાળીના દિવસે લક્ષ્મી પૂજા કરવાનું ખાસ મહત્ત્વ છે. લક્ષ્મીજીની ઉત્પત્તિ અંગે સમુદ્ર મંથનની કથા પ્રચલિત છે. સમુદ્ર મંથનના અંતમાં ભગવાન ધન્વંતરિ અમૃત કળશ લઈને પ્રગટ થયાં હતાં.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે સમુદ્ર મંથનની કથા એવો બોધપાઠ આપે છે કે આપણે આપણાં મનનું મંથન કરવું જોઈએ. મનને મથવાની ક્રિયામાં સૌથી પહેલાં ખરાબ વિચારોનો ત્યાગ કરવો જોઈએ. સમુદ્ર મંથનમાંથી સૌથી પહેલાં વિષ બહાર આવ્યું હતું, જેને શિવજીએ પોતાના ગળામાં ધારણ કર્યું હતું. શિવજીએ વિષને ગળાથી નીચે ઉતાર્યું નહીં, જેના દ્વારા બોધપાઠ મળે છે કે આપણે અવગુણોને મનમાં ઉતારવા જોઈએ નહીં.

સમુદ્ર મંથનમાં કુલ 14 રત્નો મળ્યા હતાં. આ બધા રત્નોમાં લાઇફ મેનેજમેન્ટના સૂત્ર પણ જાણવા મળી શકે છે. આ સૂત્રોને અપનાવવાથી આપણાં જીવનમાં સુખ-શાંતિ જળવાયેલી રહે છે. જાણો સમુદ્ર મંથનમાં કયા-કયા રત્નો બહાર આવ્યાં હતાં અને તેનો બોધપાઠ શું છે....