શ્રાવણમાં 30 શિવમંદિરોનાં દર્શન:લિંગરાજ મહાદેવ; ભુવનેશ્વરમાં આવેલાં આ મંદિરમાં ભગવાન શિવ અને વિષ્ણુ એકસાથે બિરાજમાન છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • divyabhaskar.com માં અમે શ્રાવણ મહિના નિમિત્તે શ્રાવણ મહિનાના 30 દિવસમાં 30 પ્રખ્યાત શિવ મંદિરોના દર્શન કરાવીશું.

ભુવનેશ્વરમાં આવેલું લિંગરાજ મંદિર અહીંના બધા મંદિરોમંથી સૌથી વધારે મોટું અને પ્રાચીન છે. આ મંદિરની બનાવટ અને અંદરનું દૃશ્ય વધારે આકર્ષિત કરે તેવું છે. હિંદુ ધર્મના ભક્તોની આ મંદિર પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા છે, આ જ કારણ છે કે દર વર્ષે લાખો લોકો લિંગરાજ મંદિરની યાત્રા અને દર્શન કરવા આવે છે. આ મંદિર ભગવાન શિવજીને સમર્પિત છે, જે 7મી સદીમાં રાજા જાજતિ કેશતી દ્વારા બનાવવામાં આવ્યું હતું. લિંગરાજ મંદિરની ખાસ વાત એ છે કે અહીં માત્ર હિંદુ ધર્મના ભક્તોને જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે. આ મંદિરની મહિમાનો અંદાજો આ વાતથી પણ લગાવી શકાય છે કે મંદિરમાં રોજ 6 હજાર લોકો લિંગરાજના દર્શન કરવા માટે આવે છે. લિંગરાજ મંદિર મુખ્ય રીતે ભગવાન શિવને સમર્પિત છે, ભગવાન વિષ્ણુના ચિત્ર પણ અહીં જોવા મળે છે. મુખ્ય મંદિર 55 મીટર લાંબુ છે અને તેમાં લગભગ 50 અન્ય મંદિર પણ છે. ભારતમાં લગભગ દરેક લિંગમ મંદિર માત્ર ભગવાન શિવને સમર્પિત છે.

જોકે, લિંગરાજ મંદિરને ભારતમાં એકમાત્ર મંદિર માનવામાં આવે છે જ્યાં ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવ બંનેની એકસાથે પૂજા થાય છે. દરરોજ અહીં દેવતાઓને કુલ 22 પૂજા સેવાઓ પ્રદાન કરવામાં આવે છે. દર વર્ષે એકવાર લિંગરાજની છવિને બિંદુ સાગર નદીના કેન્દ્રમાં જલમંદિર સુધી લઈ જવામાં આવે છે. મંદિરમાં 6,000થી વધારે ભક્તો આવે છે અને શિવરાત્રિના દિવસે ઉત્સવનો એક મુખ્ય દિવસ હોય છે જ્યારે આ સંખ્યા 200,000 થી વધારે મુસાફરો સુધી પહોંચી જાય છે. જો તમે ભુવનેશ્વરની ધાર્મિક યાત્રાએ જાવ છો તો લિંગરાજ મંદિર જોવાનું ચૂકશો નહીં.

મંદિરમાં 6,000થી વધારે ભક્તો આવે છે અને શિવરાત્રિના દિવસે ઉત્સવનો એક મુખ્ય દિવસ હોય છે જ્યારે આ સંખ્યા 200,000 થી વધારે મુસાફરો સુધી પહોંચી જાય છે
મંદિરમાં 6,000થી વધારે ભક્તો આવે છે અને શિવરાત્રિના દિવસે ઉત્સવનો એક મુખ્ય દિવસ હોય છે જ્યારે આ સંખ્યા 200,000 થી વધારે મુસાફરો સુધી પહોંચી જાય છે

લિંગરાજનો અર્થ-
લિંગરાજનો અર્થ છે કે લિંગમના રાજા જે અહીં ભગવાન શિવને કહેવામાં આવે છે. હકીકતમાં અહીં શિવની પૂજા કૃતિવાસ સ્વરૂપમાં કરવામાં આવતી હતી અને તે પછી ભગવાન શિવની પૂજા હરિહર નામથી થવા લાગી.

લિંગરાજ મંદિરનો ઇતિહાસ-
લિંગરાજ મંદિરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. આ મંદિર 11મી સદીનું માનવામાં આવે છે. આ મંદિરને રાજા જાજતિ કેશરીએ બનાવ્યું હતું, જ્યારે તેમણે પોતાની સૈન્ય રાજધાનીને ભુવનેશ્વરથી જયપુર સ્થાળાંતરિત કરી દીધી હતી. જોકે, ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે મંદિર કોઈ અન્ય સ્વરૂપમાં 6ઠ્ઠી સદી પછી સ્થિત છે, કેમ કે તેને 7મી સદીની પાંડુલિપિ, બ્રહ્મ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે, જે ભુવનેશ્વરમાં ભગવાન શિવના મહત્ત્વ ઉપર કેન્દ્રિત છે. ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે મંદિર એવું પણ જણાવે છે કે પ્રાચીન કાળમાં ભગવાન વિષ્ણુ અને શિવની શાંતિપૂર્ણ પૂજા કેવી રીતે થઈ હતી.

ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે મંદિર કોઈ અન્ય સ્વરૂપમાં 6ઠ્ઠી સદી પછી સ્થિત છે, કેમ કે તેને 7મી સદીની પાંડુલિપિ, બ્રહ્મ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે
ઇતિહાસકારોના જણાવ્યા પ્રમાણે મંદિર કોઈ અન્ય સ્વરૂપમાં 6ઠ્ઠી સદી પછી સ્થિત છે, કેમ કે તેને 7મી સદીની પાંડુલિપિ, બ્રહ્મ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે

લિંગરાજ મંદિર કોણે બનાવ્યું-
ઇતિહાસ પ્રમાણે એવું માનવામાં આવે છે કે મંદિરનું નિર્માણ 11મી સદી દરમિયાન સોમવંશી રાજા જાજતિ પહેલા (1025-1040)એ કરાવ્યું હતું. જાજતિ કેશરીએ પોતાની રાજધાનીને જાજપુરથી ભુવનેશ્વરમાં સ્થાપિત કરી દીધી હતી જેને બ્રહ્મ પુરાણમાં એક પ્રાચીન ગ્રંથ સ્વરૂપે એકાક્ષર કહેવામાં આવ્યું હતું.

લિંગરાજ મંદિર પ્રસિદ્ધ કેમ છે-
11મી સદીમાં, લિંગરાજ મંદિર રાજા જાજતિ કેશરી દ્વારા બનાવવામાં આવ્યું હતું, જે સોમા વંશના હતાં. માન્યતા છે કે જ્યારે રાજાએ પોતાની રાજધાની જયપુરથી ભુવનેશ્વર સ્થાપિત કરી ત્યારે લિંગરાજ મંદિરનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. આ પ્રાચીન મંદિરને હિંદુ ધર્મ ગ્રંથ, બ્રહ્મ પુરાણમાં પણ ઉલ્લેખવામાં આવ્યું છે.

દેવી પાર્વતીએ અહીં 2 રાક્ષસોનો વધ કર્યો હતો
દેવી પાર્વતીએ અહીં 2 રાક્ષસોનો વધ કર્યો હતો

લિંગરાજ મંદિરની પૌરાણિક કથા-
લિંગરાજ મંદિર અંગે એક પૌરાણિક કથા છે. ભગવાન શિવજીએ એકવાર દેવી પાર્વતીને જણાવ્યું હતું કે તેઓ બનારસની જગ્યાએ ભુવનેશ્વર શહેરનો પક્ષ કેમ લે છે. શહેરની જાણકારી મેળવવા માટે દેવી પાર્વતી એક સામાન્ય સ્ત્રી સ્વરૂપમાં ત્યાં પહોંચ્યાં. જ્યારે તેઓ ત્યાં શોધ કરી રહ્યાં હતાં ત્યારે તેમની પાસે ક્રિતિ અને વાસા નામના બે રાક્ષસ આવ્યાં, જેઓ તેમની સાથે લગ્ન કરવા ઇચ્છતા હતાં. પાર્વતીજી ના પાડતાં રહ્યાં પરંતુ રાક્ષસોએ પાર્વતીજીનો પીછો કરતાં રહ્યાં. પોતાને બચાવવાની પ્રક્રિયામાં તેમણે તે બંને રાક્ષસોને નષ્ટ કરી દીધા. ત્યારે ભગવાન શિવ ત્યાં પ્રકટ થયાં અને બિંદૂ સરસ નદીનું નિર્માણ કર્યું અને અનંત કાળ સુધી ત્યાં નિવાસ કર્યો.

લિંગરાજ મંદિર કેવી રીતે પહોંચવું-
લિંગરાજ મંદિર ફ્લાઇટથી જવા માટે ભુવનેશ્વર એરપોર્ટ મંદિરની નજીક છે. એરપોર્ટ મંદિરથી 3.7 કિમી દૂર છે અને બધા મુખ્ય શહેરો સાથે જોડાયેલું છે. એરપોર્ટ પહોંચીને અહીંથી લિંગરાજ મંદિર સુધી પહોંચવા માટે વાહનની સુવિધા મળી શકે છે. ટ્રેન દ્વારા પણ ભુવનેશ્વર પહોંચી શકાય છે અને સાઇટ સુધી પહોંચવા માટે કેબ, ટેક્સી કે ઓટો મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...