તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Life Management Tips By Ramayana, Shurpnakha And Ravana Story, Unknown Facts Of Shurpnakha, Disadvantages Of Greed, Facts About Knowledge, Ego,

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રામાયણ:લાલચથી સંન્યાસી, અહંકારથી જ્ઞાન અને નશો કરવાથી શરમ દૂર થઈ જાય છે, આવા અવગુણોથી બચવું જોઈએ

2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શૂર્પણખાએ રાવણને જણાવ્યુ હતુ કે કેવા અવગુણોથી આપણા ગુણ દૂર થઈ શકે છે

રામાયણમાં અનેક એવી નીતિઓ જણાવવામાં આવી છે, જેને જીવનમાં ઉતારી લેવાથી આપણી અનેક સમસ્યાઓ દૂર થઈ શકે છે. શ્રીરામચરિત માનસના અરણ્ય કાંડમાં શૂર્પણખા અને રાવણનો પ્રસંગ છે. આ પ્રસંગમાં શૂર્પણખાએ રાવણને જણાવ્યું હતું કે કેવા અવગુણોના કારણે આપણા ગુણ નષ્ટ થઈ શકે છે.

શૂર્પણખા અને રાવણનો પ્રસંગઃ-
અરણ્ય કાંડમા લક્ષ્મણે શૂર્પણખાના નાક-કાન કાપી નાખ્યા હતાં. તે પછી તે રાવણ પાસે જાય છે અને રામ-લક્ષ્મણ સાથે બદલો લેવા માટે જણાવે છે. રાવણને સીતા અંગે પણ જણાવે છે. તે સમયે શૂર્પણખા રાવણને કહે છે કે કેવા અવગુણોથી સંન્યાસી, રાજા અને ગુણવાન વ્યક્તિ નષ્ટ થઈ શકે છે.

શૂર્પણખાએ રાવણને જણાવ્યું કે કેવા અવગુણોથી સંન્યાસી, રાજા અને ગુણવાન વ્યક્તિ નષ્ટ થઈ શકે છે
શૂર્પણખાએ રાવણને જણાવ્યું કે કેવા અવગુણોથી સંન્યાસી, રાજા અને ગુણવાન વ્યક્તિ નષ્ટ થઈ શકે છે

શૂર્પણખા કહે છેઃ-

संग तें जती कुमंत्र ते राजा। मान ते ग्यान पान तें लाजा।।

प्रीति प्रनय बिनु मद ते गुनी। नासहिं बेगि नीति अस सुनी।।

એટલે- શૂર્પણખા કહે છે કે વાસના અને લાલચથી સંન્યાસી અને મંત્રીઓની ખોટી સલાહથી રાજા નષ્ટ થઈ શકે છે. અહંકારથી જ્ઞાન અને વિદ્વાન વ્યક્તિ બરબાદ થઈ શકે છે. નશો કરવાથી શરમ દૂર થઈ જાય છે. વિનમ્રતા વિના પ્રેમ દૂર થઈ શકે છે. આ નીતિ મેં સાંભળી છે.

આજે જે પણ લોકો આ નીતિનું ધ્યાન રાખે છે, તેઓ અનેક સમસ્યાઓથી બચી શકે છે. આપણે વાસના, લાલચ, ખોટી સલાહ, અહંકાર અને નશા જેવા ખરાબ અવગુણોથી બચવું જોઈએ. ત્યારે જ જીવનમાં સુખ-શાંતિ બની રહે છે.

શૂર્પણખાએ જ રાવણને શ્રાપ આપ્યો હતો કે મારા જ કારણે તારો સર્વનાશ થશે
શૂર્પણખાએ જ રાવણને શ્રાપ આપ્યો હતો કે મારા જ કારણે તારો સર્વનાશ થશે

શૂર્પણખા સાથે જોડાયેલી ખાસ વાતોઃ-
રાવણની બહેન શૂર્પણખાનો પતિ વિદ્યુતજિવ્હ હતો. તે કાળકેય રાજાનો સેનાપતિ હતો. રાવણ જ્યારે વિશ્વયુદ્ધ કરવા માટે નીકળ્યો હતો ત્યારે કાલકેય સાથે પણ તેનું યુદ્ધ થયું. તે યુદ્ધમાં રાવણે વિદ્યુતજિવ્હનો વધ કરી દીધો. એવું માનવામાં આવે છે કે તે સમયે શૂર્પણખાએ જ રાવણને શ્રાપ આપ્યો હતો કે મારા જ કારણે તારો સર્વનાશ થશે. રામાયણમાં શૂર્પણખાના કારણે જ રાવણે સીતાનું હરણ કર્યું. જેના કારણે તે શ્રીરામના હાથે માર્યો ગયો.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો