• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Life Management Tips About Appreciation By Pandit Vijay Shankar Mehta, Aaj Ka Jeevan Mantra, Motivational Story From Ramayana

આજનો જીવન મંત્ર:જ્યારે કોઇ તમારા વખાણ કરે ત્યારે તેમાં હકીકત કેટલી છે અને કેટલું જુઠાણું છે તે જાણવું ખૂબ જ જરૂરી છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રામાયણના એક પ્રસંગથી સમજો રાજા દશરથના મંત્રીઓએ જ્યારે દરબારમાં તેમની પ્રશંસા કરી ત્યારે તેમણે તેનો યોગ્ય અર્થ કેવી રીતે જાણ્યો

વાર્તા- શ્રીરામના પિતા રાજા દશરથ પોતાની સભામાં બેઠા હતાં. તે બધા પાસે સલાહ લઇ રહ્યાં હતાં કે શું કામને રાજા બનાવી દેવો જોઇએ? સલાહ સાથે-સાથે લોકો તેમના વખાણો કરી રહ્યા હતાં. જ્યારે દશરથ રાજાના વખાણ વધારે પ્રમાણમાં થવા લાગ્યાં ત્યારે દશરથે આખા દરબાર વચ્ચે અરીસો કાઢ્યો અને પોતાનો ચહેરો જોવા લાગ્યાં. બધાને આશ્ચર્ય થયું, દશરથ રાજા આવું ક્યારેય કરતાં નહોતાં, પરંતુ તે દિવસે તેમણે આવું કર્યું.

બધા જાણતાં હતાં કે, અરીસો એકાંતમાં જોવામાં આવે છે. બધા સામે અરીસોમાં જોયું અભદ્રતા છે, પરંતુ દશરથ અરીસો જોઇ રહ્યાં હતાં. તેમણે જોયું કે, તેમના કાન પાસે સફેદ વાળ થઇ ગયાં છે અને મુકુટ થોડો ત્રાંસો થઇ ગયો છે. તેમણે મુકુટને સીધો કર્યો અને કાન પાસે સફેદ વાળને જોઇને સમજી ગયા કે તેઓ હવે વૃદ્ધ થઇ ગયાં છે. હવે સત્તા નવી પીઢીને સોંપી દેવી જોઇએ અને તેમણે શ્રીરામના રાજતિકલનો નિર્ણય લઇ લીધો.

ત્યાર બાદ કોઇએ તેમને એકલાંમાં પૂછ્યું કે, બધા સામે તમે અરીસો કેમ જોઇ રહ્યા હતાં? તેમણે જવાબ આપ્યો, લોકો મારા વખાણ કરી રહ્યા હતાં અને મેં હ્રદયના અરીસામાં જોયું કે, શું હકીકતમાં હું તેને લાયક છું? મારો મુકુટ થોડો ત્રાંસો થઇ ગયો છે, એટલે વ્યવસ્થા હવે એક નવી વ્યવસ્થાની માગ કરી રહી છે અને મેં રામ માટે નિર્ણય લઇ લીધો.

બોધપાઠ- જ્યારે પણ કોઇ તમારા વખાણ કરે, પોતાના હ્રદયના અરીસામાં જરૂર જોવું જોઇએ કે, શું તમે આ યોગ્ય છો? કેમ કે, તમે શું છો, તે તમારાથી વધારે સારી રીતે કોઇ જાણી શકતું નથી. લોકો જે દેખાય છે, તેવું જણાવે છે. પરંતુ તમે જેવા છો, તે માત્ર તમે જ જાણો છો.

આ પણ વાંચોઃ-

મહાવીર સ્વામીના વિચાર:આપણે કોઇ માટે સારું કામ કર્યું છે તો તેને ભૂલી જવું જોઇએ, જો ક્યારેય કોઇ વ્યક્તિએ આપણું ખરાબ કર્યું છે તો તેને પણ ભૂલી જવું જોઇએ

તિથિ-તહેવાર/ કરવા ચોથથી કારતક પૂર્ણિમા સુધી, નવેમ્બરમાં દિવાળી પછી દેવઉઠની એકાદશી આવશે, ચાતુર્માસ પૂર્ણ થશે

લગ્નની સીઝન/ નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં માત્ર 5 દિવસ લગ્નના મુહૂર્ત, 11 ડિસેમ્બર પછી એપ્રિલમાં શુભ મુહૂર્ત આવશે

હિંદુ કેલેન્ડર/ જ્યોતિષની દૃષ્ટિએ આ સપ્તાહ ખાસ રહેશે, 4 નવેમ્બરે કરવા ચોથ અને 7મીએ પુષ્ય નક્ષત્ર રહેશે

આજનો જીવન મંત્ર:એકલી મહિલા સમાજમાં અસુરક્ષિત કેમ છે? શા માટે નારી દેહ આકર્ષણ, અધિકાર અને અપરાધનો શિકાર બનતો જઇ રહ્યો છે?

અન્ય સમાચારો પણ છે...