હિંદુ કેલેન્ડર મુજબ શનિજયંતી દર વર્ષે વૈશાખ મહિનાની અમાસના દિવસે ઊજવવામાં આવે છે. આ વર્ષે શનિ જયંતિ 19 મે 2023, શુક્રવારના રોજ છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન સૂર્ય અને માતા છાયાના પુત્ર શનિદેવનો જન્મ થયો હતો. આ કારણે દર વર્ષે આ દિવસે શનિ જન્મોત્સવ ઊજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે શનિદેવની વિધિવત પૂજા કરવાથી કુંડળીમાં સાડાસાતી, ઢૈય્યા અને મહાદશાની આડ અસર ઘણી હદ સુધી ઓછી થઈ શકે છે. આ વર્ષે શનિજયંતી પર ખૂબ જ ખાસ યોગ બની રહ્યો છે. જાણો શનિજયંતીનો શુભ સમય, પૂજા પદ્ધતિ, આરતી અને મંત્ર.
શનિજયંતીનો શુભ યોગ
આ વર્ષે શનિજયંતી પર ખૂબ જ ખાસ યોગ બની રહ્યો છે. સવારથી સાંજ સુધી શોભન યોગ રહેશે. આ સાથે શનિ કુંભ રાશિમાં બેઠો છે. આવી સ્થિતિમાં શશ મહાપુરુષ યોગ સર્જાઈ રહ્યો છે. આ સાથે ગુરુ અને ચંદ્રના સંયોગથી ગજકેસરી યોગ બની રહ્યો છે. આ શુભ યોગમાં પૂજા કરવાથી શુભ ફળ મળી શકે છે.
5 રાશિવાળાએ સાડાસાતી અને ઢૈયાનાં કષ્ટો દૂર કરવા અચૂક પૂજા કરવી જોઈએઃ-
કેટલાક શાસ્ત્રોમાં અને જ્યોતિષમાં ઘણીવાર શનિદેવને લઈને મનમાં અનેક સવાલો ઊઠતા હોય છે અને શનિને લઈને અનેક ડર અને ભ્રમણાઓ પણ ફેલાયેલી હોય છે. આ બધુ ઓછી જાણકારી હોવાને કારણે છે. અમે તમને જણાવી દઈએ કે શનિદેવ ન્યાયના દેવતા છે, એટલા માટે તેઓ સજાની સાથે-સાથે મહેનતનું સારું પરિણામ આપે છે. સાથે જ જેઓ નિયમિત પૂજા-પાઠ અને મંત્રોનો જાપ કરે છે અને ખોટા કર્મોથી દૂર રહે છે તેમને યોગ્ય પુરસ્કાર પણ આપે છે. સાચા મનથી શનિની પૂજા કરવાથી વ્યક્તિના દુ:ખ તો દૂર થાય છે, પરંતુ તે સુખ પણ પ્રદાન કરે છે. તેથી જેમની જન્મકુંડળીમાં શનિદોષ છે અથવા હાલ શનિની સાડાસાતી અને ઢૈયા ચાલે છે તેવી રાશિઓ મકર, કુંભ, મીન, કર્ક અને વૃશ્ચિક રાશિના જાતકોએ આ શનિજયંતીએ શનિની વિધિવત પૂજા, મંત્રજાપ, આરતી અને શનિ ચાલીસાનો પાઠ અવશ્ય કરવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિની પીડા, દુઃખો, કષ્ટો હળવાં થાય છે અને ધન અને સમૃદ્ધિ પણ મળે છે. ટૂંકમાં શનિ કોઈના કર્મોથી ખુશ થાય તો એક ગરીબને પણ રાજા સમાન સુખ આપી દે છે અને શનિ ક્રોધિત થાય તો રાજાને પણ રંક બનાવી શકે છે.
અનેક પૌરાણિક પાત્રોએ શનિકષ્ટો ભોગવ્યા છેઃ-
ધર્મશાસ્ત્રોમાં પણ અનેક એવા કિસ્સા છે જેમાં શનિના ક્રોધના કારણે વ્યક્તિને અનેક જન્મો સુધી દુઃખો ભોગવ્યા હોય. માતા સતિ, સૂર્યદેવ, રાવણ, રાજા હરિશ્ચંદ્ર. રાજા વિક્રમાદિત્ય, પાંડવો, દ્રોપદી, રાજા દશરથ તેમાં સૌથી મોટા ઉદાહરણો છે. જેમાં રાજા દશરથે શનિ કષ્ટોથી મુક્તિ મેળવવા 'દશરથકૃત શનિ સ્તોત્ર' પાઠની રચના કરી હતી. શનિની સંપૂર્ણ મહિમાનું વર્ણન શનિ ચાલીસામાં સમાવવામાં આવ્યું છે.
શનિજયંતી 2023 શુભ સમય -
શનિજયંતી પૂજા વિધિઃ-
શનિજયંતીના દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું અને તમામ કામમાંથી નિવૃત્ત થયા બાદ સ્નાન કરવું. ત્યાર બાદ સ્વચ્છ કપડાં પહેરો. હવે તમે મંદિરમાં જઈને અથવા ઘરમાં શનિદેવની મૂર્તિ સ્થાપિત કરીને શનિદેવની પૂજા કરી શકો છો. શનિદેવને પંચામૃત અથવા સરસવના તેલથી અભિષેક કરો. ત્યારબાદ અત્તર અર્પણ કરો, ત્યાર બાદ સિંદૂર, અક્ષત, વાદળી રંગના ફૂલ, ગુલાબ વગેરે અર્પણ કરો. ત્યાર પછી ઈમરતી(જલેૂબી) અથવા અન્ય કોઈ મીઠાઈ ચઢાવો. ભોગ અર્પણ કર્યા પછી કાળા તલ અર્પણ કરો. તેની સાથે દીવો અને ધૂપ પ્રગટાવો. ત્યાર પછી શનિ ચાલીસા, મંત્ર વગેરેનો જાપ કરો. અંતે, યોગ્ય રીતે શનિ આરતી કરો.
શનિજયંતીએ અચૂક કરો શનિ મંત્રોનો જાપ -
શનિદેવની આર-તીઃ-
શ્રીશનિ ચાલીસા પાઠઃ-
દોહાઃ-
जय गणेश गिरिजा सुवन, मंगल करण कृपाल।
दीनन के दुख दूर करि, कीजै नाथ निहाल॥
जय जय श्री शनिदेव प्रभु, सुनहु विनय महाराज।
करहु कृपा हे रवि तनय, राखहु जन की लाज॥
जयति जयति शनिदेव दयाला। करत सदा भक्तन प्रतिपाला॥
चारि भुजा, तनु श्याम विराजै। माथे रतन मुकुट छबि छाजै॥
परम विशाल मनोहर भाला। टेढ़ी दृष्टि भृकुटि विकराला॥
कुण्डल श्रवण चमाचम चमके। हिय माल मुक्तन मणि दमके॥
कर में गदा त्रिशूल कुठारा। पल बिच करैं अरिहिं संहारा॥
पिंगल, कृष्णो, छाया नन्दन। यम, कोणस्थ, रौद्र, दुखभंजन॥
सौरी, मन्द, शनी, दश नामा। भानु पुत्र पूजहिं सब कामा॥
जा पर प्रभु प्रसन्न ह्वैं जाहीं। रंकहुँ राव करैं क्षण माहीं॥
पर्वतहू तृण होई निहारत। तृणहू को पर्वत करि डारत॥
राज मिलत बन रामहिं दीन्हयो। कैकेइहुँ की मति हरि लीन्हयो॥
बनहूँ में मृग कपट दिखाई। मातु जानकी गई चुराई॥
लखनहिं शक्ति विकल करिडारा। मचिगा दल में हाहाकारा॥
रावण की गति-मति बौराई। रामचन्द्र सों बैर बढ़ाई॥
दियो कीट करि कंचन लंका। बजि बजरंग बीर की डंका॥
नृप विक्रम पर तुहि पगु धारा। चित्र मयूर निगलि गै हारा॥
हार नौलखा लाग्यो चोरी। हाथ पैर डरवायो तोरी॥
भारी दशा निकृष्ट दिखायो। तेलिहिं घर कोल्हू चलवायो॥
विनय राग दीपक महं कीन्हयों। तब प्रसन्न प्रभु ह्वै सुख दीन्हयों॥
हरिश्चन्द्र नृप नारि बिकानी। आपहुं भरे डोम घर पानी॥
तैसे नल पर दशा सिरानी। भूंजी-मीन कूद गई पानी॥
श्री शंकरहिं गह्यो जब जाई। पारवती को सती कराई॥
तनिक विलोकत ही करि रीसा। नभ उड़ि गयो गौरिसुत सीसा॥
पाण्डव पर भै दशा तुम्हारी। बची द्रौपदी होति उघारी॥
कौरव के भी गति मति मारयो। युद्ध महाभारत करि डारयो॥
रवि कहँ मुख महँ धरि तत्काला। लेकर कूदि परयो पाताला॥
शेष देव-लखि विनती लाई। रवि को मुख ते दियो छुड़ाई॥
वाहन प्रभु के सात सुजाना। जग दिग्गज गर्दभ मृग स्वाना॥
जम्बुक सिंह आदि नख धारी। सो फल ज्योतिष कहत पुकारी॥
गज वाहन लक्ष्मी गृह आवैं। हय ते सुख सम्पति उपजावैं॥
गर्दभ हानि करै बहु काजा। सिंह सिद्धकर राज समाजा॥
जम्बुक बुद्धि नष्ट कर डारै। मृग दे कष्ट प्राण संहारै॥
जब आवहिं प्रभु स्वान सवारी। चोरी आदि होय डर भारी॥
तैसहि चारि चरण यह नामा। स्वर्ण लौह चाँदी अरु तामा॥
लौह चरण पर जब प्रभु आवैं। धन जन सम्पत्ति नष्ट करावैं॥
समता ताम्र रजत शुभकारी। स्वर्ण सर्व सर्व सुख मंगल भारी॥
जो यह शनि चरित्र नित गावै। कबहुं न दशा निकृष्ट सतावै॥
अद्भुत नाथ दिखावैं लीला। करैं शत्रु के नशि बलि ढीला॥
जो पण्डित सुयोग्य बुलवाई। विधिवत शनि ग्रह शांति कराई॥
पीपल जल शनि दिवस चढ़ावत। दीप दान दै बहु सुख पावत॥
कहत राम सुन्दर प्रभु दासा। शनि सुमिरत सुख होत प्रकाशा॥
દોહાઃ-
पाठ शनिश्चर देव को, की हों 'भक्त' तैयार। करत पाठ चालीस दिन, हो भवसागर पार॥
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.