શનિવાર, 3 ડિસેમ્બરે ગીતા જયંતી છે. આ વખતે પંચાંગ ભેદ હોવાના કારણે થોડાં પંચાંગોમાં રવિવારે પણ એકાદશી તિથિ હોવાનું જણાવવામાં આવ્યું છે. અનેક પૌરાણિક ગ્રંથ છે અને તેની રચના મનુષ્યોએ જ કરી છે, પરંતુ શ્રીમદ્ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે, જેને સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને સંભળાવ્યો છે. શ્રીકૃષ્ણના મુખથી પ્રકટ થવાના લીધે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું મહત્ત્વ સૌથી વધારે છે. આ એકમાત્ર ગ્રંથ છે જેની જયંતી ઊજવવામાં આવે છે.
માગશર સુદ એકાદશીએ શ્રીકૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો હતો
મહાભારત યુદ્ધની શરૂઆતમાં માગશર મહિનાના સુદ પક્ષની એકાદશીએ ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. આ કારણે આ ગ્રંથમાં કોઈપણ જગ્યાએ શ્રીકૃષ્ણ ઉવાચ લખવામાં આવ્યું નથી, દરેક જગ્યાએ શ્રી ભગવાન ઉવાચ લખવામાં આવ્યું છે. તેનો અર્થ એવો છે કે શ્રી ભગવાન કહે છે. ગીતા જયંતીની તિથિને મોક્ષદા એકાદશી પણ કહેવામાં આવે છે.
બધા વેદ, ઉપનિષદ અને પુરાણોનો સાર ગીતા ગ્રંથ છે
પં. શર્મા કહે છે કે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં બધા વેદ, ઉપનિષદ અને પુરાણોનો સાર છે. આ ગ્રંથનો પાઠ કરવાથી અને તેમાં જણાવેલાં સૂત્રોને જીવનમાં ઉતારવાથી આપણી બધી જ સમસ્યાઓ દૂર થઈ શકે છે. ગ્રંથોમાં કર્મ, ભક્તિ અને જ્ઞાન માર્ગ અંગે ઉલ્લેખવામાં આવ્યું છે. આ ગ્રંથના 18 અધ્યાયોમાં શ્રીકૃષ્ણના ઉપદેશ છે. આ ઉપદેશથી આપણી બધી જ શંકાઓ દૂર થાય છે અને આપણને જીવનમાં સફળતા સાથે જ સુખ-શાંતિ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ.
ગીતા જીવન જીવવાની કથા શીખવે છે
ગીતા આપણને જીવન જીવવાની કળા શીખવે છે. ગીતાનો મૂળમંત્ર એ છે કે આપણે દરેક સ્થિતિમાં કર્મ કરતા રહેવાનું છે. ક્યારેય નિષ્કામ ન રહીએ, કેમ કે કર્મ ન કરવું પણ એક કર્મ જ છે અને આપણને તેનું ફળ પણ ચોક્કસ મળે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.