• Gujarati News
  • Dharm darshan
  • Dharm
  • Lesson Of Lord Krishna, We Should Remember These Tips For Happiness In Life, Mahabharata Lesson, Lord Krishna And Yudhishthir

શ્રીકૃષ્ણનો યુધિષ્ઠિરને બોધપાઠ:સફળતા સાથે જ પ્રસન્નતા અને નવી સમસ્યાઓ પણ આપણાં જીવનમાં આવે છે, દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

જ્યારે આપણને સફળતા મળી જાય છે ત્યારે આપણે ચિંતા મુક્ત થઈ જઈએ છીએ, પરંતુ તે યોગ્ય નથી. કેમ કે સફળતા પોતાની સાથે પ્રસન્નતા અને નવી સમસ્યાઓ પણ લઈને આવે છે. એટલે દરેક પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ.

આ વાત મહાભારતમાં શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને સમજાવી હતી. મહાભારત યુદ્ધ પૂર્ણ થઈ ગયું હતું, પાંડવોએ કૌરવને હરાવી દીધા હતાં. દુર્યોધનનું પણ મૃત્યુ થઈ ગયું હતું. બધી વાતો વ્યવસ્થિત થયા પછી યુધિષ્ઠિરને રાજા બનાવવાની તૈયારી ચાલી રહી હતી.

શ્રીકૃષ્ણ દ્વારકા પાછા ફરવા ઇચ્છતા હતાં
પાંડવોની તૈયારીઓ જોઈને શ્રીકૃષ્ણએ વિચાર કર્યો કે હવે અહીં મારું કામ પૂર્ણ થઈ ગયું છે, એટલે મારે દ્વારકા પાછા ફરવું જોઈએ. શ્રીકૃષ્ણએ પોતાની ઇચ્છા પાંડવોને જણાવી ત્યારે તેઓ બધા દુઃખી થઈ ગયાં.

પાંડવ પુત્રોની માતા કુંતી શ્રીકૃષ્ણને રોકવા ઇચ્છતાં હતાં, પરંતુ ભગવાને તેમને સમજાવી દીધાં. તે પછી તેઓ પોતાના મહેલ તરફ પાછા ફરવા લાગ્યા ત્યારે યુધિષ્ઠિર તેમની સાથે જવા લાગ્યાં.

યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણને કહ્યું કે માતા કુંતીની જેમ હું પણ એવું ઇચ્છું છું તકે તમે હાલ જશો નહીં. હજું, અનેક સમસ્યાઓ છે જેનો ઉકેલ કરવાનો છે.

શ્રીકૃષ્ણએ કહ્યું કે તમે રાજા છો, હવે કઈ સમસ્યા છે?

શ્રીકૃષ્ણએ કહ્યું કે આપણે એક વાત હંમેશાં ધ્યાન રાખવી જોઈએ, ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓનું ધ્યાન રાખીશું તો દુઃખ જ મળશે.
શ્રીકૃષ્ણએ કહ્યું કે આપણે એક વાત હંમેશાં ધ્યાન રાખવી જોઈએ, ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓનું ધ્યાન રાખીશું તો દુઃખ જ મળશે.

કુટુંબના લોકોના મૃત્યુથી યુધિષ્ઠિર દુઃખી હતાં
યુધિષ્ઠિરે કહ્યું કે આપણે યુદ્ધ જીતી ગયા છીએ, પરંતુ આ વિજય પોતાના કુટુંબના લોકોને મારીને મળી છે. હવે આ દુઃખ મને પરેશાન કરી રહ્યું છે. મેં વિચાર્યું નહોતું કે વિજય પ્રાપ્ત થયા પછી પરિવારના લોકોનું મૃત્યુ મને પરેશાન કરશે.

શ્રીકૃષ્ણએ કહ્યું કે આપણે એક વાત હંમેશાં ધ્યાન રાખવી જોઈએ. દરેક સફળતા પ્રસન્નતા સાથે જ નવી સમસ્યાઓ પણ લઈને આવે છે. દરેક વિજય પાછળ પરાજય પણ છુપાયેલો હોય છે. આપણે વર્તમાનમાં જીવવું જોઈએ અને ભવિષ્ય ઉપર વધારે ધ્યાન આપવા માટે સારું કામ કરવું જોઈએ. ભૂતકાળમાં ઘટેલી ઘટનાઓનું ધ્યાન રાખીશું તો દુઃખ જ મળશે. એટલે તમારે પણ વિતેલી વાતોને ભૂલીને વર્તમાન ઉપર ધ્યાન આપવું જોઈએ.

શ્રીકૃષ્ણની વાતો આપણે પણ ધ્યાનમાં રાખવી જોઈએ। આપણે પણ વર્તમાનમાં જીવવું જોઈએ અને વિતેલી વાતોને ભૂલી જવું જોઈએ. ત્યારે જીવનમાં સફળતા સાથે જ સુખ-શાંતિ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...