આજે હનુમાન જયંતી છે. ત્રૈતાયુગમાં ચૈત્ર મહિનાની પૂનમે હનુમાનજીનો જન્મ થયો હતો. હનુમાનજી બાળપણથી જ ખૂબ જ વિદ્વાન અને સાહસી હતાં. તેમણે માતા અંજની, સૂર્ય અને ઋષિ-મુનિઓને ગુરુ બનાવ્યાં હતાં. હનુમાનજી જેટલાં બળવાન હતાં, તેટલાં જ ધૈર્યવાન પણ હતાં. તેમને પોતાની શક્તિઓ ઉપર ઘમંડ હતો નહીં.
શ્રીરામચરિત માનસના કિષ્કિંધા કાંડમાં હનુમાનજીનું આગમન થયું છે. આ કાંડમાં શ્રીરામ, લક્ષ્મણ, સુગ્રીવ બધી સમસ્યાઓથી ઘેરાયેલાં હતાં, તે સમયે હનુમાનજીનો રામકથામાં પ્રવેશ થયો. હનુમાનજીના આવ્યા પછી સુગ્રીવની અને પછી શ્રીરામ, લક્ષ્મણ અને સીતાજીની સમસ્યાઓનો ઉકેલ મળી શક્યો હતો.
જાણો હનુમાનજીની થોડી એવી ખાસ વાતો, જેને અપનાવવાથી આપણી બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે.....
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.